ભારતના ચંદ્રયાન-3નું પૃથ્વીની ભ્રમણકક્ષા પૂર્ણ કર્યા બાદ ચંદ્ર તરફ પ્રયાણ 

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ મંગળવારે જણાવ્યું હતું કે ભારતનું ચંદ્રયાન-3 અવકાશયાન પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચૂક્યું છે અને ટ્રાન્સલુનર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યા બાદ હવે તે ચંદ્ર પર જવાના માર્ગે છે. ISRO એ કરેલાં ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “ચંદ્રયાન-3 એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે […]

Share:

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ મંગળવારે જણાવ્યું હતું કે ભારતનું ચંદ્રયાન-3 અવકાશયાન પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચૂક્યું છે અને ટ્રાન્સલુનર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યા બાદ હવે તે ચંદ્ર પર જવાના માર્ગે છે.

ISRO એ કરેલાં ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “ચંદ્રયાન-3 એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) ખાતે સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ISROએ અવકાશયાનને ટ્રાન્સલુનર ઓર્બિટમાં ઈન્જેક્ટ કર્યું છે.”

ISROએ જણાવ્યું, “આગલું સ્ટોપ: ચંદ્ર છે. ચંદ્ર પર પહોંચતાની સાથે જ, 5 ઓગસ્ટ, 2023 એ લુનાર-ઓર્બિટ ઈન્સર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.”

ISROના એક અધિકારી એ જણાવ્યું કે ટ્રાન્સલુનર ઓર્બિટ ઈન્જેક્શન(TLI) એ એવી પ્રક્રિયા છે જેમાં ચંદ્ર બાઉન્ડ અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી છટકી જાય છે અને હવે તે ચંદ્રની આસપાસ લઈ જવાના માર્ગને અનુસરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, TLIને અનુસરીને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડ્યા પછી અવકાશયાને મંગળવારના રોજ ચંદ્ર તરફ તેની મુસાફરી શરૂ કરી, જેણે તેને ‘ચંદ્ર સ્થાનાંતરણ માર્ગ’ પર મૂક્યું.

ISROએ કહ્યું કે તે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. અગાઉ, 14 જુલાઈએ ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન લોન્ચ થયા બાદ અવકાશયાનની ભ્રમણકક્ષામાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો હતો.

ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશયાનમાં પ્રોપલ્શન મોડ્યુલ (વજન 2,148 કિગ્રા), એક લેન્ડર (1,723.89 કિગ્રા) અને રોવર (26 કિગ્રા) નો સમાવેશ થાય છે. મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય લેન્ડરને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવાનો છે.

ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ થશે

એકવાર ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી જાય પછી, લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે અને 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ થવાની ધારણા છે. લેન્ડર ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટરની ઊંચાઈએથી ચંદ્ર પર ઉતરશે.

સોફ્ટ લેન્ડિંગ એ એક મુશ્કેલ સમસ્યા છે કારણ કે તેમાં રફ અને ફાઈન બ્રેકિંગ સહિતની શ્રેણીબદ્ધ જટિલ સમસ્યાનો સમાવેશ થાય છે.

સલામત અને જોખમ-મુક્ત વિસ્તાર શોધવા માટે ઉતરાણ પહેલાં લેન્ડિંગ સાઈટ વિસ્તારની ઈમેજિંગ કરવામાં આવશે.

ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર બહાર નીકળશે અને ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસની અવધિ માટે પ્રયોગો કરશે જે પૃથ્વીના 14 દિવસની બરાબર છે. 

જો સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવામાં આવશે, તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક પ્રથમ સોફ્ટ લેન્ડિંગ પણ હશે.