ભારતનું અર્થતંત્ર એક વર્ષમાં સૌથી તેજ ગતિએ વધવાની દિશામાં આગળ ધપી રહ્યું હોવાનો અહેવાલ

સેવાઓ અને વિનિર્માણના કારણે એપ્રિલથી જૂન મહિના સુધીના ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર એક વર્ષમાં સૌથી તેજ ગતિએ આગળ વધ્યું હતું. જોકે અર્થશાસ્ત્રીઓએ ભાવિ મંદી અંગે પણ ચેતવણી આપેલી છે. અર્થશાસ્ત્રીઓના રોયટર્સ પોલમાં સરેરાશ પૂર્વાનુમાન પ્રમાણે ભારતનો GDP પાછલા 3 મહિનામાં 7.7% વધ્યો જે તેની પહેલાના ત્રિમાસિક ગાળા દરમિયાનની 6.1%ની વૃદ્ધિથી વધારે છે. સાથે જ તે […]

Share:

સેવાઓ અને વિનિર્માણના કારણે એપ્રિલથી જૂન મહિના સુધીના ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર એક વર્ષમાં સૌથી તેજ ગતિએ આગળ વધ્યું હતું. જોકે અર્થશાસ્ત્રીઓએ ભાવિ મંદી અંગે પણ ચેતવણી આપેલી છે. અર્થશાસ્ત્રીઓના રોયટર્સ પોલમાં સરેરાશ પૂર્વાનુમાન પ્રમાણે ભારતનો GDP પાછલા 3 મહિનામાં 7.7% વધ્યો જે તેની પહેલાના ત્રિમાસિક ગાળા દરમિયાનની 6.1%ની વૃદ્ધિથી વધારે છે. સાથે જ તે એપ્રિલ-જૂન 2022 પછીનો સૌથી તેજ વિસ્તાર છે. 

અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે કોમોડિટીની નીચી કિંમતોએ ઉત્પાદકોને માર્જિન વધારવા અને મે 2022 પછી સંચયી વ્યાજ દરમાં 250 બેઝિક પોઈન્ટની વૃદ્ધિના પ્રભાવને ઘટાડવમાં મદદ કરી છે. 

સેવા ક્ષેત્રની વૃદ્ધિએ ચીનને આપ્યો ઝાટકો

કોટક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અર્થશાસ્ત્રી સુવોદીપ રક્ષિતના કહેવા પ્રમાણે તેમને આશા છે કે, વિકાસ આઉટપુટ બાજુએ સેવાઓ અને વ્યય બાજુ રોકાણથી પ્રેરિત હશે. 

ભારતના સેવા ક્ષેત્રમાં જોવા મળેલી મજબૂત વૃદ્ધિ જે ભારતના આર્થિક ઉત્પાદનનો અડધાથી વધારે હિસ્સો છે તેણે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીમાંથી ઉગરવામાં મદદ કરી છે અને તેણે ચીન સહિતના અનેક ટોચના અર્થતંત્રને ધ્રુજાવી દીધું છે. આમ ભારતનું અર્થતંત્ર ન માત્ર દેશ માટે પરંતુ વૈશ્વિક રીતે સારા પરિણામો આપી રહ્યું છે.

એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ આશરે 2 વર્ષથી વૃદ્ધિને સંકોચનથી દૂર રાખીને 50 પોઈન્ટથી ઉપર અડગ છે જે ઓગષ્ટ 2011 પછીનો સૌથી લાંબો સમયગાળો છે. 

વિકાસના સમર્થનથી ભારતનું અર્થતંત્ર મજબૂત

વિકાસને સમર્થન આપવા માટે કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનો વાર્ષિક ખર્ચ વધારી રહી છે. ગત પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિનામાં ભારતે 10 ટ્રિલિયન ભારતીય રૂપિયા ($120.91 બિલિયન)ના પોતાના કેપિટલ એક્સપેન્ડિચર બજેટના આશરે 28%નો ખર્ચ કર્યો હતો. 

ડોયચે બેંકના મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી કૌશિક દાસના કહેવા પ્રમાણે જથ્થાબંધ કિંમતોમાં 3%નો ઘટાડો પ્રાઈઝ ચેન્જ દૂર કરીને વાસ્તવિક આર્થિક વિકાસની ગણતરીમાં ઉપયોગી GDP ડિફ્લેક્ટરને ઘટાડી મજબૂત હેડલાઈન વૃદ્ધિમાં પણ ફાળો આપશે. 

બીજી બાજુ અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આગામી મહિનાઓમાં કિંમતનો પ્રભાવ બદલાઈ શકે છે અને વિકાસ ધીમો પડે તેવી પણ શક્યતા છે. જુલાઈ મહિનામાં સરેરાશ કરતા વધારે વરસાદ બાદ ઓગષ્ટ મહિનો અસ્વાભાવિક રીતે શુષ્ક રહ્યો છે જેથી ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થયો છે અને વિવેકાધીન ખર્ચમાં ઘટાડો થયો છે.  

આ પ્રકારનું શુષ્ક વાતાવરણ કૃષિ ઉત્પાદનને પણ પ્રભાવિત કરી શકે છે અને ભારતના આંતરિયાળ વિસ્તારોમાં જ્યાં મોટા ભાગના લોકો ખેતી દ્વારા થતી આવક પર નિર્ભર છે તેમને નબળા પાડી શકે છે