2024ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ભારતનો GDP ગ્રોથ રેટ 8.5% રહેવાનું અનુમાન

ભારતનો GDP ગ્રોથ રેટ અર્થાત ઘરેલું ઉત્પાદનનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) દરમિયાન વધીને 8.5 ટકા રહે તેવી શક્યતા છે. મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા ઈક્રાના રેટિંગ્સમાં આ અંદાજો દર્શાવવામાં આવ્યો છે. આની પહેલાના ક્વાર્ટરનો (જાન્યુઆરીથી માર્ચ) આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા રહ્યો હતો. રેટિંગ એજન્સીના કહેવા પ્રમાણે સર્વિસ સેક્ટરમાં સુધારા […]

Share:

ભારતનો GDP ગ્રોથ રેટ અર્થાત ઘરેલું ઉત્પાદનનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) દરમિયાન વધીને 8.5 ટકા રહે તેવી શક્યતા છે. મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા ઈક્રાના રેટિંગ્સમાં આ અંદાજો દર્શાવવામાં આવ્યો છે. આની પહેલાના ક્વાર્ટરનો (જાન્યુઆરીથી માર્ચ) આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા રહ્યો હતો. રેટિંગ એજન્સીના કહેવા પ્રમાણે સર્વિસ સેક્ટરમાં સુધારા અને સપોર્ટિવ બેઝના ઝડપી વિકાસના કારણે તેજ વૃદ્ધિનું અનુમાન છે. 

RBIની સરખામણીએ ICRAનું અનુમાન વધારે

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એપ્રિલ-જૂન, 2023ના ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિદર 8.1 ટકાનો રહેવાનું અનુમાન લગાવ્યું છે. આમ ઈક્રાનું અનુમાન કેન્દ્રીય બેંકની સરખામણીએ વધારે કહી શકાય.

ઈક્રાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પાછલાં 6 મહિના દરમિયાન વિપરિત પરિસ્થિતિઓ જોવા મળી શકે છે. અનિયમિત વરસાદ, કોમોડિટીનો એક વર્ષ પહેલાના ભાવ સાથેનો તફાવત અને સરકારી મૂડી રોકાણની ગતિમાં સંભવિત મંદી ચૂંટણી નજીક આવશે તેમ GDPના વૃદ્ધિદરને મર્યાદિત કરશે. 

ઈક્રાએ નાણાકીય વર્ષ 2023-24 માટે પોતાના વૃદ્ધિ અનુમાનને 6 ટકા યથાવત રાખ્યું છે જે RBIના 6.5 ટકાના અનુમાનથી ઓછો છે. નાયરે જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટર દરમિયાન ભારે કમોસમી વરસાદ, મોનેટરિંગ ટાઈટનિંગની હળવી અસર અને નબળી બાહ્ય માંગના કારણે GDP વૃદ્ધિ પર નીચેની બાજુનું દબાણ આવ્યું હોવાનું અદિતિ નાયરે જણાવ્યું હતું. 

મોંઘવારી સૌથી મોટો પડકાર

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિના અનુમાનને 6.5 ટકા યથાવત રાખ્યું છે. તે સિવાય નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 3 મહિના દરમિયાન રિયલ GDP દર 6.6 ટકા સુધી રહેવાનું જણાવ્યું છે. કેન્દ્રીય બેંકએ ફરી એક વખત મોંઘવારીને સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. RBIના જણાવ્યા મુજબ તેમનું લક્ષ્ય ભલે છૂટક મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનો છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી ઉલટી જણાઈ રહી છે. વર્ષ 2023-24 માટે છૂટક મોંઘવારીનું અનુમાન 5.1 ટકાથી વધીને 5.4 ટકાએ પહોંચી ગયું છે. 

મૂડી ખર્ચમાં ઉછાળો

પ્રથમ ક્વાર્ટર દરમિયાન મૂડી ખર્ચમાં વધારો થયો છે. જેમાં કેન્દ્ર સરકાર બજેટ ખર્ચના 27.8 ટકા ખર્ચ કરી રહી છે જ્યારે રાજ્યો દ્વારા બજેટ ખર્ચના 12.7 ટકાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં મૂડી ખર્ચમાં 41 ટકા સુધીનો વધારો નોંધાયો છે. 

GDPમાં ભારે વધારો રિઝર્વ બેંક માટે સંતુલિત નાણાકીય નીતિનું અનુસરણ સરળ બનાવશે. જે ફુગાવાને નિયંત્રણમાં રાખીને વૃદ્ધિને ટેકો આપવાનું કામ કરશે.