જૂન મહિનામાં રશિયામાંથી તેલની આયાત વિક્રમ સપાટીએ

રશિયાથી આયાત કરાતા તેલની આયાત જૂન મહિનામાં 2.2 મિલિયન પ્રતિદિનની  વિક્રમી સપાટીએ પહોંચી છે. જૂન મહિનાની તેલની આયાત મર્યાદા નજીક આવતાની સાથે આયાત વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી અને સાઉદી અરેબિયા અને ઇરાકના  સંયુક્ત આયાતને પણ વટાવી ગઈ છે.  ભારતની રશિયન તેલની આયાત જૂનમાં 2.2 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, રશિયાના […]

Share:

રશિયાથી આયાત કરાતા તેલની આયાત જૂન મહિનામાં 2.2 મિલિયન પ્રતિદિનની  વિક્રમી સપાટીએ પહોંચી છે. જૂન મહિનાની તેલની આયાત મર્યાદા નજીક આવતાની સાથે આયાત વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી અને સાઉદી અરેબિયા અને ઇરાકના  સંયુક્ત આયાતને પણ વટાવી ગઈ છે. 

ભારતની રશિયન તેલની આયાત જૂનમાં 2.2 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, રશિયાના નીચા પુરવઠા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે આવતા મહિને આયાત ઘટી શકે છે.

દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રએ ઓપેકના મુખ્ય ઉત્પાદક પાસેથી તેની ખરીદીની મર્યાદા નજીક આવતા ગયા મહિને રશિયન તેલની આયાત વધી છે. ક્રૂડ એનાલિસિસના વડા વિક્ટર કાટોનાએ જણાવ્યું હતું કે જૂનમાં દૈનિક કદ વધીને 2.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ થયું હતું, જે સતત 10મા મહિનાથી વધી રહ્યું છે. અને રશિયન ખરીદી ફરી સાઉદી અરેબિયા અને ઇરાકના સંયુક્ત શિપમેન્ટ કરતાં વધી ગઈ છે.

યુક્રેનના આક્રમણ બાદ ભારત રશિયન તેલના મુખ્ય ગ્રાહક તરીકે ઉભરી આવ્યું હતું, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓ અને અન્ય સપ્લાયર્સ સાથે સારા સંબંધો જાળવવાની જરૂરિયાતને કારણે રાષ્ટ્રની ખરીદી તેની મહત્તમ ખરીદી મર્યાદાની નજીક છે.

કેપ્લરે જણાવ્યું હતું કે રશિયાના ઓછા પુરવઠાને કારણે આવતા મહિને આયાત ઘટી શકે છે. બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, સરકારી માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પ છેલ્લા બે મહિનામાં રશિયન ક્રૂડની સૌથી મોટી ખરીદનાર છે, ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ખરીદી સૌથી વધુ છે. 

જૂન મહિનામાં ભારતની યૂરલ્સની આયાત 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ નોંધાઈ હતી જે વિક્રમી છે. મે મહિનામાં, ભારતની રશિયન તેલની વધતી આયાતને કારણે ઇરાક અને સાઉદી અરેબિયા પાસેથી 1.95 મિલિયન બેરલ પ્રતિ દિવસ ખરીદી ઘટી હતી. ભારત, વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર છે અને તેની જરૂરિયાતના  80 ટકાથી વધુ તેલ વિદેશી બજારોમાંથી ખરીદે છે.

પશ્ચિમ દ્વારા મોસ્કો પર યુક્રેન પર તેના આક્રમણ માટે પ્રતિબંધો લગાવ્યા ત્યારબાદ   ઓઇલ રિફાઇનર્સ રશિયન તેલ આયાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મે મહિનામાં ભારતની ક્રૂડની આયાતમાં રશિયાથી આયાત કરાતા તેલનો હિસ્સો લગભગ 40 ટકા હતો. રાશિયાથી આયાત વધતાં તેની ઈરાકથી કરાતી તેલની આયાત ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ અને સાઉદી અરેબિયામાંથી સપ્ટેમ્બર 2021 પછીની સૌથી ઓછી રહી છે. 

સરકારી આંકડા પ્રમાણે એપ્રિલમાં રશિયામાંથી એક ટન તેલની લેન્ડેડ કિંમત લગભગ $500 હતી, જ્યારે ઈરાકથી તેની કિંમત $570 અને સાઉદી અરેબિયામાંથી $637.40 હતી.