ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી સાવ નજીક પહોંચ્યું, સોફ્ટ લેન્ડિંગની શક્યતા પ્રબળ

ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી સાવ નજીક પહોંચી ગયું છે. વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતરાણના 2 દિવસ પહેલા લેન્ડિંગ સાઈટની કેટલીક તસવીરો શેર કરી હતી. ઈસરો દ્વારા X (ટ્વિટર)ના માધ્યમથી આ તસવીરો શેર કરવામાં આવી હતી. ઈસરોએ 20 ઓગષ્ટ, રવિવારના રોજ X પર એક વીડિયો શેર કરીને 23મી ઓગષ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર […]

Share:

ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી સાવ નજીક પહોંચી ગયું છે. વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતરાણના 2 દિવસ પહેલા લેન્ડિંગ સાઈટની કેટલીક તસવીરો શેર કરી હતી. ઈસરો દ્વારા X (ટ્વિટર)ના માધ્યમથી આ તસવીરો શેર કરવામાં આવી હતી. ઈસરોએ 20 ઓગષ્ટ, રવિવારના રોજ X પર એક વીડિયો શેર કરીને 23મી ઓગષ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે તેવી જાણકારી આપી હતી. જ્યારે 21મી ઓગષ્ટના રોજ ઈસરોએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ઈસરોએ લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ અવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં આવેલી ચંદ્રના સુદૂર ભાગોની તસવીરો શેર કરી હતી. 

ચંદ્રયાન-3 બુધવારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે

23મી ઓગષ્ટના રોજ ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3 ભારતીય સમયાનુસાર સાંજે 6:04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. રવિવારના રોજ આ મિશનનું બીજું અને અંતિમ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું.  

ભારતનું લૂનાર મિશાન ચંદ્રયાન-3 ગણતરીના સમયમાં જ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે પહેલા ગુરૂવારના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થઈ ગયા હતા.

ઈસરોએ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સુસજ્જ લેન્ડર મોડ્યુલ હવે કક્ષામાં વધુ નીચે ઉતરવા તૈયાર છે જેથી તે ચંદ્રની સપાટીથી વધારે નજીક પહોંચશે. આ તરફ વિક્રમ લેન્ડરને યાનથી અલગ કર્યા બાદ પ્રોપલ્શન મોડ્યુલ લાંબા સમય સુધી ચંદ્રની ચારે તરફ પરિક્રમા કરશે અને લેન્ડર પાસેથી મળતા સિગ્નલ્સ ઈસરોને મોકલશે. 

ચંદ્રયાન-2 દ્વારા ચંદ્રયાન-3નું સ્વાગત

ઈસરોએ 21મી ઓગષ્ટના રોજ બપોરના સમયે ટ્વિટ કરીને ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા ચંદ્રયાન-3નું ફોર્મલ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તથા બંને વચ્ચે બેતરફી સંચાર સ્થાપિત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. 

ઈસરોના પૂર્વ ડિરેક્ટર સિવને ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3 અંગે વાત કરતા કહ્યું હતું કે, ગત વખતે લેન્ડિંગ પ્રક્રિયા બાદ અમે ડેટા જોયો હતો. તેના આધાર પર સુધારા કરવામાં આવ્યા છે. ચંદ્રયાન-2 દ્વારા જે પાઠ શીખ્યા તેના આધાર પર વધુ મજબૂતાઈથી સિસ્ટમ કામ કરી રહી છે. 

ભારતનું લૂનાર મિશન ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ 23મી ઓગષ્ટના રોજ સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી આશા છે. નોંધનીય છે કે, ચંદ્રયાન-3 પહેલા મોકલવામાં આવેલું ચંદ્રયાન-2 ગત 7 ડિસેમ્બર 2019ના રોજ સોફ્ટ લેન્ડિંગ કરવામાં અસફળ રહ્યું હતું. ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ પણ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો, ચંદ્ર પર રોવર દ્વારા ફરીને વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનો છે. વર્ષ 2008માં ચંદ્રયાન-1 મિશન મોકલવામાં આવ્યું હતું. જો ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું તો અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયેત સંઘ બાદ આ ટેક્નિકમાં મહારથ મેળવનારો ભારત ચોથો દેશ બની જશે.