1 સપ્ટેમ્બરે મુંબઈના મઝગાંવ ડૉક ખાતે લોન્ચ થશે ભારતનું નવું યુદ્ધ જહાજ ‘મહેન્દ્રગિરિ’, જાણો તેની ખૂબીઓ

ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે નવા યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિને લોન્ચ કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પત્ની સુદેશ ધનખડ 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે ભારતના નવા યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિનું લોન્ચિંગ કરશે. મહેન્દ્રગિરિ ‘પ્રોજેક્ટ 17A’નું સાતમુ અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ છે.  રાષ્ટ્રપતિના હસ્તે છઠ્ઠા યુદ્ધ જહાજનું લોન્ચિંગ પ્રોજેક્ટ […]

Share:

ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે નવા યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિને લોન્ચ કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પત્ની સુદેશ ધનખડ 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે ભારતના નવા યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિનું લોન્ચિંગ કરશે. મહેન્દ્રગિરિ ‘પ્રોજેક્ટ 17A’નું સાતમુ અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ છે. 

રાષ્ટ્રપતિના હસ્તે છઠ્ઠા યુદ્ધ જહાજનું લોન્ચિંગ

પ્રોજેક્ટ 17A અંતર્ગત 4 યુદ્ધ જહાજ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડમાં અને બાકીના ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા ખાતે બની રહ્યા છે. અગાઉ તારીખ 17 ઓગષ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ GRSEમાં પ્રોજેક્ટ 17Aના છઠ્ઠા યુદ્ધ જહાજ વિંધ્યગિરિનું લોન્ચિંગ કર્યું હતું. 

નૌસેના અધિકારીઓનું નિવેદન

નૌસેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે યુદ્ધ જહાજ  મહેન્દ્રગિરિ આપણા દેશ દ્વારા આત્મનિર્ભર નૌસૈનિક બળના નિર્માણમાં કરવામાં આવેલી અવિશ્વસનીય પ્રગતિનું એક ઉપયુક્ત પ્રમાણ છે. પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સ પ્રોજેક્ટ 17 (શિવાલિક ક્લાસ) ફ્રિગેટ્સનું ફોલોઅપ છે જેમાં વધુ સારા સ્ટીલ્થ ફીચર્સ, ઉન્નત હથિયારો, સેન્સર અને પ્લેટફોર્મ પ્રબંધન સિસ્ટમ છે. 

પ્રોજેક્ટ 17A અંતર્ગત છેલ્લા 5 યુદ્ધ જહાજ વર્ષ 2019થી 2022 દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ યુદ્ધ જહાજો એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની સૈનિકોનું મોનિટરિંગ વધી રહ્યું છે ત્યારે ભારતીય સેના અને નૌસેના સાથે મળીને પોતાને મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. 

જાણો યુદ્ધ જહાજની ખૂબીઓ વિશે

આ પ્રોજેક્ટના જહાજને દુશ્મનના વિમાનો અને એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ્સના જોખમનો સામનો કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ પ્રકારના ઉન્નત જહાજોમાં લાંબા અંતરેથી હવામાં વાર કરી શકે તેવી મિસાઈલ પ્રણાલી પણ ગોઠવવામાં આવી છે. 30 મિમીની 2 રેપિડ ફાયર બંદૂકો જહાજને નજીકથી સુરક્ષા આપશે. ઉપરાંત સ્વદેશી ટ્રિપલ ટ્યુબ લાઈટ વેટ ટોર્પિડો લોન્ચર અને રોકેટ લોન્ચર જહાજની સબમરીન વિરોધી ક્ષમતામાં વધારો કરશે. 

પહાડની ચોટીઓ પરથી નામકરણ

ઓડિશામાં પૂર્વીય ઘાટની પહાડી ચોટીઓના નામ પરથી આ યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિના નામથી ઓળખાશે. ભારતીય સેનામાં આ યુદ્ધ જહાજ સામેલ થયા બાદ ચીન અને પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે. પાછલા વર્ઝનની માફક મહેન્દ્રગિરિને એકીકૃત નિર્માણ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. પી-17એ સિરીઝ માટે કુલ 27,500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને MDL મુંબઈ આ શ્રેણીના 7 જહાજો પૈકીના 4નું નિર્માણ કરી રહ્યું છે. જહાજનું હળ બનાવવા માટે જે સ્ટીલનો ઉપયોગ થયો છે તે સ્વદેશી રૂપે વિકસિત DMR 249A છે જે સેલ દ્વારા નિર્મિત એક નિમ્ન કાર્બન માઈક્રો મિશ્ર ધાતુ ગ્રેડ સ્ટીલ છે.