ભારતના સૌથી ધનવાન ધારાસભ્ય ડી કે શિવકુમારની સંપત્તિ જાણી ચોંકી જશો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં સૌથી ધનવાન ધારાસભ્ય (MLA) ડી કે શિવકુમાર પાસે 1,413 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ ધારાસભ્ય ડી કે શિવકુમારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. અહી એ ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય બે સૌથી ધનિક ધારાસભ્યો પણ કર્ણાટકના છે. એડીઆરની સૌથી ધનવાન […]

Share:

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં સૌથી ધનવાન ધારાસભ્ય (MLA) ડી કે શિવકુમાર પાસે 1,413 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ ધારાસભ્ય ડી કે શિવકુમારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

અહી એ ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય બે સૌથી ધનિક ધારાસભ્યો પણ કર્ણાટકના છે. એડીઆરની સૌથી ધનવાન ધારાસભ્યોની યાદીમાં બીજા ક્રમે કેએચ પુટ્ટસ્વામી ગૌડા છે. તેમની પાસે રૂ. 1,267 કરોડની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રિયા કૃષ્ણા પાસે રૂ. 1,156 કરોડની સંપત્તિ છે.

તેમની સંપત્તિ વિશે પૂછવામાં આવતા, ડી કે શિવકુમારે કહ્યું કે “તેઓ સૌથી અમીર નથી, પરંતુ તેઓ ગરીબ પણ નથી. હું સૌથી ધનવાન વ્યક્તિ નથી કારણ કે આ એવી સંપત્તિઓ છે જે મેં ઘણા સમય પછી મેળવી છે. મારા પૈસા એક વ્યક્તિના નામે છે, અને મેં તેને આવી જ રીતે રાખ્યા છે. ” ટોચના દસ સૌથી ધનાઢ્ય ધારાસભ્યોમાંથી ચાર કોંગ્રેસના અને ત્રણ ભાજપના છે, જેના કારણે પક્ષો વચ્ચે અણબનાવ શરૂ થયો છે. 

કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદે કહ્યું, “ડી કે શિવકુમાર જેવા લોકો ઉદ્યોગપતિ છે. અને તેમના ધનવાન હોવામાં ખોટું શું છે? ભાજપના ધારાસભ્યો પણ ધનવાન છે ખાસ કરીને કે જેઓ માઈનિંગ ઉદ્યોગના કૌભાંડના આરોપી છે.”

ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ધનિકોને પ્રેમ કરે છે. કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ કુમારે કહ્યું, “અમારી પાર્ટીમાં જેઓ માઈનિંગ ઉદ્યોગના કૌભાંડમાં સંડોવાયેલા હતા તેમને ન્યાય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ ધનિક લોકોને પ્રેમ કરે છે.” 

સૌથી ધનવાન ધારાસભ્યોની યાદીમાં 23મા ક્રમે માઈનિંગ બેરોન ગલી જનાર્દન રેડ્ડી છે, જેઓ ભાજપમાં હતા ત્યારબાદ ગયા વર્ષે પોતાની પાર્ટી બનાવી હતી. તેમની મોટાભાગની સંપત્તિ તેમના પત્ની અરુણા લક્ષ્મીના નામે છે, જેમણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નવા પક્ષ, કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષના બેનર હેઠળ લડી હતી.

પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય નિર્મલ કુમારની કુલ જાહેર કરેલી સંપત્તિ માત્ર ₹ 1,700 છે. તેમના પછી ઓડિશાના અપક્ષ ધારાસભ્ય મકરંદ મુદુલી પાસે ₹ 15,000 છે અને પંજાબમાંથી AAPના નરિન્દર પાલ સિંહ સાવના છે, જેમની સંપત્તિ ₹ 18,370 છે. 

દેશના 20 સૌથી ધનવાન ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના છે. રાજ્યમાં 14% ધારાસભ્યો અબજોપતિ છે. તે સૌથી વધુ ટકાવારી છે અને તે ઓછામાં ઓછી ₹ 100 કરોડની સંપત્તિ ધરાવે છે. આ યાદીમાં બીજા સ્થાને રહેલું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, જેના 59 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો અબજોપતિ છે, જે 7% છે.