ઈન્દોરે નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ જીત્યો, મધ્યપ્રદેશ સ્ટેટ એવોર્ડ વિજેતા જાહેર: ISAC

MoHUA (આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય) એ શુક્રવારે સ્માર્ટ સિટીઝ મિશન (SCM) હેઠળ ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) ની જાહેરાત કરી હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 66 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્દોરે  નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ જીત્યો જ્યારે મધ્યપ્રદેશને સ્ટેટ એવોર્ડ અને ચંડીગઢને યુટી એવોર્ડ મળ્યો. આ પહેલનો ઉદ્દેશ મિશનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓની પ્રશંસા […]

Share:

MoHUA (આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય) એ શુક્રવારે સ્માર્ટ સિટીઝ મિશન (SCM) હેઠળ ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) ની જાહેરાત કરી હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 66 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્દોરે  નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ જીત્યો જ્યારે મધ્યપ્રદેશને સ્ટેટ એવોર્ડ અને ચંડીગઢને યુટી એવોર્ડ મળ્યો. આ પહેલનો ઉદ્દેશ મિશનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓની પ્રશંસા કરવાનો હતો 

80 લાયકાત ધરાવતા સ્માર્ટ સિટીમાંથી ISAC 2022 માટે કુલ 845 નોમિનેશન પ્રાપ્ત થયા હતા. તેમાંથી, પાંચ એવોર્ડ કેટેગરી હેઠળ, 66 ફાઈનલ વિજેતાઓની ઓળખ કરવામાં આવી છે જેમાં 35 પ્રોજેક્ટ એવોર્ડમાં, છ ઈનોવેશન એવોર્ડમાં, 13 નેશનલ/ઝોનલ સિટી એવોર્ડમાં, પાંચ સ્ટેટ/યુટી એવોર્ડમાં અને સાત પાર્ટનર એવોર્ડ કેટેગરીમાં તેમનો સમાવેશ થાય છે.

બિલ્ટ એન્વાયર્નમેન્ટ કેટેગરી માટે કોઈમ્બતુરે ટોચનું સ્થાન મેળવ્યું, કલ્ચર એન્ડ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) કેટેગરીમાં અમદાવાદ, અર્થતંત્ર માટે જબલપુર, ગવર્નન્સ અને મોબિલિટી માટે ચંડીગઢ, સ્વચ્છતા, પાણી અને શહેરી પર્યાવરણ માટે ઈન્દોર, સામાજિક પાસાઓ માટે વડોદરા, હુબલી ધારવાડને ઈનોવેટીવ આઈડિયા કેટેગરી માટે અને કોવિડ ઈનોવેશન કેટેગરી માટે સુરતની પસંદગી કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 સપ્ટેમ્બરે ઈન્દોરમાં ISAC 2022 પુરસ્કારોના વિજેતાઓને સન્માનિત કરશે.

MoHUA એ નિવેદનમાં જણાવ્યું હતું કે, “ISAC શહેરો, પ્રોજેક્ટ્સ અને નવીન વિચારોને ઓળખે છે અને પુરસ્કાર આપે છે જે 100 સ્માર્ટ સિટીઝમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે, તેમજ સમાવિષ્ટ, સમાન, સલામત, સ્વસ્થ અને સહયોગી શહેરોને પ્રોત્સાહિત કરે છે, આમ બધા માટે જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. ભૂતકાળમાં, ISAC એ 2018, 2019 અને 2020 માં ત્રણ આવૃત્તિઓ જોઈ છે.”  

ISAC ની ચોથી આવૃત્તિ એપ્રિલ 2022 માં સુરતમાં ‘સ્માર્ટ સિટીઝ-સ્માર્ટ અર્બનાઈઝેશન’ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી.

ISAC 2022 એવોર્ડમાં બે-તબક્કાની સબમિશન પ્રક્રિયા હતી જેમાં ‘ક્વોલિફાઈંગ સ્ટેજ’નો સમાવેશ થતો હતો, જેમાં શહેરની કામગીરીનું એકંદર મૂલ્યાંકન સામેલ હતું અને ‘પ્રપોઝલ સ્ટેજ’ જેમાં સ્માર્ટ સિટીને છ એવોર્ડ કેટેગરી માટે તેમના નામાંકન સબમિટ કરવા જરૂરી હતા.

MoHUA ના કેન્દ્રીય મંત્રી, હરદીપ સિંહે તેમના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એવોર્ડ મેળવનારાઓની યાદી શેર કરી હતી. તેમણે જણાવ્યું, “એ જાણીને આનંદ થયો કે @SmartCities_HUA એ ISAC 2022 એવોર્ડ્સની જાહેરાત કરી છે! આજે જાહેર કરાયેલા 64 પુરસ્કારો પ્રોજેક્ટ, ઈનોવેશન, કોવિડ ઈનોવેશન, બેસ્ટ સિટી અને સ્ટેટ એવોર્ડ સહિતની શ્રેણીઓમાં પ્રશંસનીય કામગીરીની ઉજવણી કરે છે.”

અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં, 845 પ્રસ્તાવોની પ્રી-સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 50% પ્રસ્તાવો પસંદ કરવામાં આવ્યા. બીજા તબક્કામાં, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ અર્બન અફેર્સ (NIUA) ની જ્યુરી દ્વારા દરેક એવોર્ડ કેટેગરી માટે ટોચના 12 પ્રસ્તાવો ત્યારબાદ ત્રીજા તબક્કામાં, ટોચના 6 પ્રસ્તાવોની પસંદગી થઈ.