ભવિષ્યના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે SIP મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો 

આજના ઝડપી વિશ્વમાં, તમારી લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવી એ મોટાભાગના રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ ચિંતા તમે SIP મ્યુચ્યુઅલ ફંડથી દૂર કરી શકો છો. ચેનાથી તમે બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ, જીવનની ગુણવત્તા અને જીવનશૈલી માટે નાણાકીય યોજના બનાવી શકો છો.  હાલ જેમ નાણાકીય યોજના માટે SIPનો ટ્રેન્ડ છે તો ભૂતકાળમાં, લોકો […]

Share:

આજના ઝડપી વિશ્વમાં, તમારી લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવી એ મોટાભાગના રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ ચિંતા તમે SIP મ્યુચ્યુઅલ ફંડથી દૂર કરી શકો છો. ચેનાથી તમે બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ, જીવનની ગુણવત્તા અને જીવનશૈલી માટે નાણાકીય યોજના બનાવી શકો છો. 

હાલ જેમ નાણાકીય યોજના માટે SIPનો ટ્રેન્ડ છે તો ભૂતકાળમાં, લોકો સંપત્તિનું નિર્માણ કરી શકતા હતા અને પરંપરાગત રોકાણ માર્ગો સાથે યોગ્ય જીવનશૈલી જાળવી શકતા હતા જે ઉચ્ચ ગેરંટીવાળા વ્યાજદરો ઓફર કરતા હતા. 25 વર્ષની સરેરાશ એક વર્ષનો રોલિંગ ફુગાવો 5.55 ટકા છે અને તે જ સમયગાળામાં ફિક્સ ડિપોઝિટમાંથી સમાન વળતર 7.19 ટકા છે, જેનું પરિણામ માત્ર 1.64 ટકાનું પ્રી-ટેક્સ વાસ્તવિક વળતર છે. 

એપ્રિલ 1982થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન, BSE સેન્સેક્સ દ્વારા 10-વર્ષનું સરેરાશ રોલિંગ વળતર 14.93 ટકા હતું, જેમાં 32 અવલોકનોમાંથી 1 નકારાત્મક વળતરની સંભાવના હતી. એસેટ ક્લાસ તરીકે ઈક્વિટી અન્ય એસેટ ક્લાસને પાછળ રાખી દે છે અને હોલ્ડિંગ પિરિયડ વધે તેમ ઓછા જોખમી અને અસ્થિર બની જાય છે. સંપત્તિના નિર્માણ અને લાંબા ગાળાના નાણાકીય ધ્યેયો હાંસલ કરવા માટે ઈક્વિટીમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરી શકાય છે અને માર્ચ 2023ના રોજ પૂરા થતા 25 વર્ષમાં સરેરાશ 15.57% વળતર આપ્યું છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ખર્ચના સ્વરૂપમાં ન્યૂનતમ ખર્ચે વ્યાવસાયિક સંચાલન, વૈવિધ્યકરણ, સગવડ જેવા લાભો પ્રદાન કરે છે. તેઓ રિટેલ રોકાણકારો માટે અને જેઓ પાસે સંશોધન અને ડાયરેક્ટ ઈક્વિટી રોકાણ કરવા માટે સમય અથવા જ્ઞાન નથી તેમના માટે અનુકૂળ છે. 

લાંબાગાળાના રોકાણ માટે SIP યોગ્ય વિકલ્પ

નિર્ધારિત નાણાકીય જરૂરિયાત માટે રોકાણ કરવા માટે બે પદ્ધતિઓ છે: એકસાથે અથવા નિયમિત રોકાણ. એકસાથે રોકાણ ખૂબ જ સરળ છે પરંતુ ભવિષ્યની કેટલીક જરૂરિયાતો માટે માસિક રોકાણ કરવા SIPમાં રોકાણ કરવું જોઈએ.

SIP એટલે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં રોકાણની રકમ નિયમિત સમયે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં સબસ્ક્રાઈબ કરવામાં આવે છે. SIP એ તમારા બેંક ખાતામાંથી દર મહિને મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઈપણ મુશ્કેલી વિના રોકાણ કરવાની ખૂબ જ અનુકૂળ રીત છે. એપ્રિલ 2023 (AMFI) મહિનામાં માસિક યોગદાન રૂ. 13,728 કરોડ સુધી પહોંચવા સાથે, તાજેતરના વર્ષોમાં SIP રોકાણોએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.  

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉત્તમ માર્ગ પૂરો પાડે છે. તે રોકાણ પર બજારની અસ્થિરતાની અસરને ઘટાડવામાં મદદ કરે છે. રૂપિયાની સરેરાશ કિંમતના વધારાના લાભ સાથે, SIP રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્સમાં સરળતાથી રોકાણ કરવા અને સમય જતાં સંપત્તિનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે. વધુમાં, ટોપ-અપ SIP સુવિધા રોકાણ વધારવાની સાથે મહત્તમ વળતર આપે છે.

નોંધ: આ માહિતી માત્ર તમારી જાણ માટે છે. કોઈ પણ પ્રકારની નાણાકીય યોજના બનાવતા પહેલાં તમારા એક્સપર્ટની સલાહ લો.