ફ્લિપકાર્ટ પર રૂ. 27,401ના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે iPhone 13, જાણો શા માટે જોવી જોઈએ રાહ!

iPhone 13એ એપલના સૌથી લોકપ્રિય મોડેલ પૈકીનો એક છે. એક રીતે iPhone 13 માટે એમ કહી શકાય કે, તે iPhone 14ના વધુ બજેટ ફ્રેન્ડલી વિકલ્પ સમાન છે. આ કારણે જ iPhone 13ના વેચાણમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો.  માર્કેટમાં હવે iPhone 15 પણ આવી ગયો છે તેવા સમયે જે લોકોને નવા મોડલની 79,900 રૂપિયા […]

Share:

iPhone 13એ એપલના સૌથી લોકપ્રિય મોડેલ પૈકીનો એક છે. એક રીતે iPhone 13 માટે એમ કહી શકાય કે, તે iPhone 14ના વધુ બજેટ ફ્રેન્ડલી વિકલ્પ સમાન છે. આ કારણે જ iPhone 13ના વેચાણમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. 

માર્કેટમાં હવે iPhone 15 પણ આવી ગયો છે તેવા સમયે જે લોકોને નવા મોડલની 79,900 રૂપિયા કિંમત વધારે લાગતી હોય તેમના માટે iPhone 13 એક આકર્ષક વિકલ્પ બની શકે તેમ છે. હાલ iPhone 13 પર ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જોકે iPhone 13 માટે તમારે હજુ થોડી વધારે ધીરજ રાખવાની જરૂર છે અને થોડા દિવસ માટે તેની ખરીદી ટાળી દેવાની જરૂર છે. 

હાલ ફ્લિપકાર્ટ પર 128GB સ્ટોરેજવાળો iPhone 13 ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે 52,499 રૂપિયામાં મળી રહ્યો છે જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત કહી શકાય. iPhone 13ની મૂળ કિંમત 79,900 રૂપિયા હતી માટે ફ્લિપકાર્ટ પર હાલ તે 27,401 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે તેમ કહી શકાય.

જોકે એપલ દ્વારા તાજેતરમાં જ ભારતમાં iPhone 13ની કિંમતમાં ઘટાડો કરીને તેને 59,900 રૂપિયા સુધી લાવી દેવામાં આવી હતી. આમ આ નવી કિંમત તેની મૂળ કિંમત 79,900 રૂપિયા કરતા નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે જેને ગત વર્ષે 69,900 પર સેટ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડા બાદ ફ્લિપકાર્ટ પર વધુ સારી ડીલ મળી રહી છે.

જોકે ટૂંક સમયમાં જ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા દિવાળી સેલ શરૂ કરવામાં આવશે. ઓક્ટોબરના પ્રથમ કે બીજા સપ્તાહથી ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ અને એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે 10મી ઓક્ટોબરથી જ એમેઝોનનો સેલ શરૂ થઈ રહ્યો છે. 


હજુ ચોક્કસ તારીખ જાહેર નથી કરાઈ પરંતુ ફ્લિપકાર્ટના સેલ ટીઝરમાં આઈફોન પર ભારે મોટી ડીલ દર્શાવી છે. તેમાં iPhone 14નો ઉલ્લેખ નથી પરંતુ એપલ ડીલ સેક્શનમાં iPhone 13 જોવા મળી રહ્યો છે. હાલ બાકીની કોઈ જ વિગત સામે નથી આવી. જોકે કંપની દર વર્ષે આઈફોન પર ખૂબ સારી ડિસ્કાઉન્ટ ઓફર આપે છે માટે આ વખતે પણ iPhone 13 અને iPhone 14 પર ડિસ્કાઉન્ટ મળવાની આશા છે. 

એમેઝોન પણ પોતાના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં iPhone 13 પર ડિસ્કાઉન્ટ આપશે. જો હાલ iPhone 13 ફ્લિપકાર્ટની એક્સચેન્જ ઓફરમાં 45,000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં મળતો હોય તો તમે આ ડીલ કરી શકો છો. બાકી તમારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા જૂના આઈફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે તેના અનુસંધાને હજુ થોડા દિવસ રાહ જોઈ લેવી જોઈએ. ફ્લિપકાર્ટ પર પહેલી ઓક્ટોબરે આઈફોનની ડીલ જાહેર કરી દેવામાં આવનારી છે.