Ira Khan: કેલવન સેરેમનીમાં મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી આમિર ખાનની લાડલી

Ira Khan: બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન ટૂંક સમયમાં જ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્નના બંધનથી જોડાશે. ત્યારે આમિર ખાનની દીકરીની પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે. ઈરા ખાને પોતે જસોશિયલ મીડિયામાં આ અંગેની તસવીરો શેર કરી છે. જો કે આ સેરેમની દરમિયાન આમિર ખાનની ગેરહાજરી આંખે વળગી હતી અને ચર્ચાનો […]

Share:

Ira Khan: બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન ટૂંક સમયમાં જ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્નના બંધનથી જોડાશે. ત્યારે આમિર ખાનની દીકરીની પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે. ઈરા ખાને પોતે જસોશિયલ મીડિયામાં આ અંગેની તસવીરો શેર કરી છે. જો કે આ સેરેમની દરમિયાન આમિર ખાનની ગેરહાજરી આંખે વળગી હતી અને ચર્ચાનો મુદ્દો બની છે. 

Ira Khanની કેલવન સેરેમનીની તસવીરો વાયરલ

લગ્ન પહેલાં ઈરા ખાન અને નૂપુરના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. કેલવન સેરેમની સાથે તેની શરૂઆત થઈ છે. ઈરાનો દુલ્હો નૂપુર એક મહારાષ્ટ્રીયન છે. કેલવન ફંક્શનમાં વર-વધૂના પરિવારો લગ્ન પહેલાં ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ભોજન માટે એકબીજાને મળે છે અને તેમાં એકબીજાને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવે છે. આ સેરેમનીમાં દુલ્હા-દુલ્હનના ઘરના લોકો તેઓ લગ્નના બંધનમાં બંધાય એ પહેલાં ગિફ્ટ આપતા હોય છે.

વધુ વાંચો… Farah Khanએ દિવાળી પર પહેરવા આઉટફિટ માંગ્યો, કરણ જોહરે કરી આ રીતે મદદ

આમિરની ગેરહાજરી

ઈરા ખાને (Ira Khan) જે તસવીરો શેર કરી છે તેમાં તે પિંક-વ્હાઈટ લેરિયા સાડીની સાથે નોઝ રિંગ પહેરેલી જોવા મળી રહી છે, જે પરંપરાગત રીતે મહારાષ્ટ્રીયન ગણાય છે. જ્યારે નૂપુરની વાત કરવામાં આવે તો નૂપુરે પ્રિન્ટેડ કુર્તા અને પાયજામા પહેરેલો છે. આ દરમિયાન ઈરા અને નૂપુર બન્નેના પરિવારજનો સાથે જોવા મળ્યા હતા.

એક તસવીરમાં રીના દત્તા નૂપુરની માતા પ્રીતમ શિખારે સાથે જોવા મળી હતી. ઉપરાંત ઈરા પોતાના મિત્રો, અભિનેત્રી મિથિલા પાલકર સાથે જોવા મળી હતી. જો કે આ દરમિયાન મુદ્દાની વાત તો એ છે કે પિતા આમિર ખાન એક પણ તસવીરમાં સાથે નથી જોવા મળ્યા.

વધુ વાંચો… Healthy Life: તહેવારો દરમિયાન વધારાની કેલેરી બાળવા આ રીતે ફોલો કરો ચાલવાની કસરત

ડેસ્ટિનેશન વેડિંગ કરશે ઈરા અને નૂપુર

ઈરા અને નૂપુરે નવેમ્બર 2022માં સગાઈ કરી હતી. આ સગાઈમાં આમિર ખાન, રીના દત્તા અને આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ સહિતના પરિવારના અનેક લોકોએ હાજરી આપી હતી. તે પ્રસંગે ઈમરાન ખાન પણ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે થોડા મહિના પહેલા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુરે ઈટલીમાં ઈરા ખાનને પ્રપોઝ કર્યુ હતુ. એક અહેવાલ પ્રમાણે ઈરા અને નૂપુર 3 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદેયપુર જશે. ઈરા ખાન (Ira Khan)ના પિતા આમિર ખાન 13 જાન્યુઆરીના રોજ મુંબઈમાં દીકરી માટે એક ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન હોસ્ટ કરશે.

સગાઈ વખતે ઈરાએ લાલ રંગનું સુંદર ગાઉન પહેર્યું હતું અને નૂપુર શિખરેએ બ્લેક રંગનો સૂટ પહેર્યો હતો. તેમની સગાઈના ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા અને તે પ્રસંગે આમિરનો લુક પણ ચર્ચાનો વિષય બન્યો હતે. દીકરીની સગાઈમાં આમિરે વ્હાઈટ રંગનો કુર્તો અને પાયજામો પહેરીને કેમેરા માટે પોઝ આપ્યો હતો અને કાળા ચશ્મા પણ પહેર્યા હતા.