ISKCON flyover accident: તથ્ય પટેલના પિતાની જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો

ISKCON flyover accident: બેફામ ઝડપે જેગુઆર કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ (Tathya Patel)ના ઈસ્કોન ફ્લાયઓવર એક્સિડન્ટ કેસ (ISKCON flyover accident) મામલે નવી અપડેટ સામે આવી છે. હાઈકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કાયમી જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.  આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એવો આક્ષેપ છે કે, […]

Share:

ISKCON flyover accident: બેફામ ઝડપે જેગુઆર કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ (Tathya Patel)ના ઈસ્કોન ફ્લાયઓવર એક્સિડન્ટ કેસ (ISKCON flyover accident) મામલે નવી અપડેટ સામે આવી છે. હાઈકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કાયમી જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે. 

આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એવો આક્ષેપ છે કે, તેણે ઘટના સ્થળે પહોંચીને ત્યાં રહેલા લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને રિવોલ્વર બહાર કાઢવાની ધમકી આપી હતી. ઉપરાંત તે પોલીસને જાણ કર્યા વગર જ આરોપીને ઘટના સ્થળેથી હોસ્પિટલ લઈ ગયો હતો. 

વધુ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે બીજી દુર્ઘટનાની કરી કબૂલાત 

ISKCON flyover accident કેસમાં પ્રજ્ઞેશ પટેલ પણ આરોપી 

અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવી દેવાઈ હતી. ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ વખતે ચાર્જશીટ થઈ ગયા બાદ જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સાથે જ રાજ્ય સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, “પ્રજ્ઞેશ પટેલ સહઆરોપી છે અને તેની વર્તણૂક શંકાસ્પદ રહી છે. આ કેસમાં સાક્ષીના નિવેદન પ્રમાણે પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે પહોંચીને પોતાની પત્નીને ફોનમાં રિવોલ્વર લઈને આવ તેમ કહ્યું હતું. આ રીતે તેણે ઘટના સ્થળે રહેલા સાક્ષીઓને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની હોસ્પિટલમાં મેડીકલ ટેસ્ટ કરાવવા માટે પણ સહકાર નહોતો આપ્યો. તેણે પોતાને કેન્સર હોવાનો દાવો કરીને ટેસ્ટ માટે સહકાર નહોતો આપ્યો.”

પ્રજ્ઞેશ પટેલ તરફથી સિનિયર એડવોકેટ આઈ. એચ. સૈયદ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા જે સાક્ષીના નિવેદનનો આધાર લેવામાં આવી રહ્યો છે તેના પ્રથમ નિવેદનમાં આ પ્રકારનો કોઈ દાવો નહોતો અને તેણે પોતાના બીજા નિવેદનમાં રિવોલ્વરનો ઉલ્લેખ કર્યો હતો. 

ગુજરાતનો સૌથી ભયાનક હિટ એન્ડ રન કેસ 

વધુ વાંચો: કોર્ટે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની3 દિવસની રિમાન્ડ મંજૂર કરી

ગત સપ્તાહે કોર્ટે ઈસ્કોન ફ્લાયઓવર એક્સિડન્ટ કેસ (ISKCON flyover accident)માં બેફામ ગાડી ચલાવી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ (Tathya Patel) અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની કલમ ઘટાડવા માટેની (ડિસ્ચાર્જ) અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાતના આ સૌથી ભયાનક હિટ એન્ડ રન કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે જેમાં પ્રથમદર્શી કેસ બને છે. 

આ સંજોગોમાં 9 લોકોના મોત થયા હોય ત્યારે ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં. ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલે આઈપીસી કલમ- 304 અને 308માંથી બિનતહોમત છોડી મુકવા માટે માગણી કરતી ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.

જ્યારે તથ્ય પટેલ (Tathya Patel)ના પિતા પ્રજ્ઞેશ પટેલ સામેની આઈપીસીની કલમ 504 (ધમકી આપવા બાબતે) સિવાયની કલમોમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી કરવામાં આવી હતી.