Israel-Hamas War: ભારતે UNSCમાં પેલેસ્ટાઈનને માનવીય સહાય આપવા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો 

Israel-Hamas War: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વાઈસ કાયમી પ્રતિનિધિ રાજદૂત આર રવીન્દ્રે બુધવારના રોજ ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા પટ્ટીમાં નાગરિકોને માનવીય સહાય (Humanitarian Aid ) મોકલવાના નવી દિલ્હીના પ્રયત્નોને રેખાંકિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ગાઝામાં 38 ટન ભોજન અને મહત્વના ચિકિત્સા ઉપકરણો મોકલવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં […]

Share:

Israel-Hamas War: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વાઈસ કાયમી પ્રતિનિધિ રાજદૂત આર રવીન્દ્રે બુધવારના રોજ ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા પટ્ટીમાં નાગરિકોને માનવીય સહાય (Humanitarian Aid ) મોકલવાના નવી દિલ્હીના પ્રયત્નોને રેખાંકિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ગાઝામાં 38 ટન ભોજન અને મહત્વના ચિકિત્સા ઉપકરણો મોકલવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં પેલેસ્ટાઈનના મુદ્દા સહિત મધ્ય પૂર્વની સ્થિતિ અંગેની ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રવીન્દ્ર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો: ભારતે યુદ્ધગ્રસ્ત ગાઝામાં પેલેસ્ટાઈનીઓને માનવતાવાદી સહાય મોકલી

Israel-Hamas War વચ્ચે માનવીય સંકટ

આર. રવીન્દ્રે પશ્ચિમ એશિયામાં શત્રુતાના નવીનતમ અધ્યાય અંગેની ઓપન ડિબેટ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભારત બગડી રહેલી સુરક્ષા સ્થિતિ અને ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તેને લઈ ચિંતિત છે. તેમણે માનવીય સંકટમાં થઈ રહેલા વધારાને પણ ખૂબ ચિંતાજનક ગણાવ્યો હતો. 

આર રવીન્દ્રે કહ્યું હતું કે, ભારતે પેલેસ્ટાઈનના લોકોને દવાઓ અને ઉપકરણો સહિતની 38 ટન માનવીય સહાય (Humanitarian Aid) મોકલી છે. વધુમાં જણાવ્યું હતું કે, ભારત દ્વારા પાર્ટીઓને તેઓ શાંતિ માટે જરૂરી સ્થિતિના નિર્માણ માટે અને સીધી વાતચીત ફરી શરૂ કરવાની દિશામાં કામ કરે તેવો આગ્રહ કરવામાં આવે છે જેથી તણાવ ઘટે અને હિંસા મામલે ચર્ચા કરી શકાય. 

વધુમાં જણાવ્યું હતું કે, “આ ક્ષેત્રમાં આપણી ઉપયોગિતાઓની વૃદ્ધિએ ગંભીર માનવીય સ્થિતિને પ્રોત્સાહન આપવાની સાથે જ ફરી એક વખત યુદ્ધવિરામની નાજુક પ્રકૃતિને રેખાંકિત કરી છે.” આ સાથે જ તેમણે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલમાં થયેલા આતંકવાદી હુમલાને ચોંકાવી દેનારો ગણાવીને ભારત દ્વારા તેની સ્પષ્ટરૂપે ટીકા કરવામાં આવે છે તેમ પણ જણાવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાનમાલના નુકસાન મામલે સંવેદના વ્યક્ત કરીને નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરનારા અમુક પ્રથમ વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. રવીન્દ્રે જણાવ્યું હતું કે, સંકટના એ સમયે ભારત એકજૂથ બનીને ઈઝરાયલની સાથે ઉભું હતું જ્યારે તે આ આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યું હતું. 

વધુ વાંચો: જો બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં માનવીય સહાય અંગે કરી વાતચીત

ભારતે દુઃખ વ્યક્ત કર્યું

આર રવીન્દ્રે જણાવ્યું હતું કે, ભારતે ગાઝાની અલ હાલી હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે અંગે પણ પ્રગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે. ભારત પીડિતોના પરિવારજનોને હાર્દિક સંવેદના પાઠવીને ઘાયલો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરે છે. 

પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, હુમલામાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોની ખુવારી ગંભીર અને ચિંતાનો વિષય છે. તમામ પક્ષોએ નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની રક્ષા કરવી જોઈએ.”