Israel-Hamas War: ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ

Israel-Hamas War: શનિવારથી શરૂ થયેલા હમાસના હુમલા સામે ઈઝરાયલના જવાબી કાર્યવાહી બાદ સંઘર્ષ વધતા ભારતે બુધવારે ઈઝરાયલમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું હતું. ઈઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી છે અને યુદ્ધ કેબિનેટની રચના કરી છે જ્યારે હમાસે કહ્યું છે કે તે લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર છે.  ઈઝરાયેલના વ્યૂહાત્મક ભાગીદાર હોવાના […]

Share:

Israel-Hamas War: શનિવારથી શરૂ થયેલા હમાસના હુમલા સામે ઈઝરાયલના જવાબી કાર્યવાહી બાદ સંઘર્ષ વધતા ભારતે બુધવારે ઈઝરાયલમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું હતું. ઈઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી છે અને યુદ્ધ કેબિનેટની રચના કરી છે જ્યારે હમાસે કહ્યું છે કે તે લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર છે. 

ઈઝરાયેલના વ્યૂહાત્મક ભાગીદાર હોવાના કારણે ભારતે હમાસના હુમલાની નિંદા કરી હતી અને પીએમ મોદીએ ઈઝરાયલ સાથે એકતા વ્યક્ત કરી હતી. સંઘર્ષ શરૂ થતાંની સાથે જ વિદેશ મંત્રીએ ઈઝરાયલમાં ભારતીયોને સાવચેતી રાખવાની ચેતવણી આપી હતી. 

ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે તેમના X હેન્ડલ પર આ સંદર્ભમાં માહિતી પોસ્ટ કરી છે. ઓપરેશન અજય હેઠળ, ભારત સરકાર ભારતીય નાગરિકોને વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા પરત લાવશે. એટલું જ નહીં, જો જરૂર પડશે તો ભારતીય નૌકાદળના જહાજોને પણ સેવામાં લગાવવામાં આવશે.

X પરની એક પોસ્ટમાં, વિદેશમંત્રી એસ જયશંકરે લખ્યું, “અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં ભારતના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.”

ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તેમણે આજે વિશેષ ફ્લાઈટમાં ભારત પરત ફરતા નોંધાયેલા ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઈમેઈલ કરી છે. જ્યારે અન્ય નોંધાયેલા લોકો માટે, તેમને આગળની ફ્લાઈટ્સમાંથી પાછા લાવવા માટે સંદેશ મોકલવામાં આવશે.

વધુ વાંચો: ઈઝરાયલના યુદ્ધમાં ફસાયેલી નુસરત ભરૂચા સુરક્ષિત ભારત પરત આવી

તે જ સમયે, વિદેશમંત્રી એસ જયશંકરે બુધવારે સાંજે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે પણ વાત કરી હતી. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું, “અમે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની ચર્ચા કરી અને સંપર્કમાં રહેવા માટે સંમત થયા” ઈઝરાયલમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને વેપારીઓ સહિત લગભગ 18,000 ભારતીયો રહે છે. 

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર  હુમલો કરીને નાગરિકોની હત્યા કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી અને આરબ દેશના વિદેશમંત્રી વચ્ચે આ પ્રથમ વાતચીત હતી. હકીકતમાં, UAE અને બહેરીને ઈઝરાયલ પર હુમલા Israel-Hamas War  માટે હમાસની ટીકા કરી છે.

એક અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે ગાઝા સહિત ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ શરૂ કરી છે. તે જ સમયે, ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે 24 કલાક મદદ માટે એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા અને મદદ પૂરી પાડવાનો છે. 

વધુ વાંચો: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં 1,000થી વધારે લોકોના મોત, ઈઝરાયલની મદદે આવ્યું અમેરિકા