Israel-Hamas War: જુમ્માની નમાજ પહેલા પોલીસ સતર્ક, દિલ્હીમાં હાઈ એલર્ટ

Israel-Hamas War: ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને ચેતવણીના સંદેશા મોકલ્યા હોવાથી શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં હાઈ એલર્ટ (High Alert in Delhi)ની સ્થિતિ છે. દિલ્હી પોલીસને એવી ચેતવણી મળી છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને અનુલક્ષીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની આડમાં માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી શક્યતા છે.  ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ના અનુસંધાને ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી […]

Share:

Israel-Hamas War: ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને ચેતવણીના સંદેશા મોકલ્યા હોવાથી શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં હાઈ એલર્ટ (High Alert in Delhi)ની સ્થિતિ છે. દિલ્હી પોલીસને એવી ચેતવણી મળી છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને અનુલક્ષીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની આડમાં માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી શક્યતા છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ના અનુસંધાને ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી અને એનસીઆર ઉપરાંત તેલંગાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટક જેવા રાજ્યો માટે પણ ઈનપુટ આપ્યા હતા. 

Israel-Hamas Warના પગલે દિલ્હી હાઈ એલર્ટ

દિલ્હીમાં હાઈ એલર્ટ (High Alert in Delhi) જાહેર કરવામાં આવ્યું હોવાથી દિલ્હીના તમામ જિલ્લાના અધિકારીઓ ભારે ફોર્સ સાથે રસ્તાઓ પર તૈનાત થઈ ગયેલા જોવા મળ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને અનુલક્ષીને અનેક શહેરોમાં માહોલ ખરાબ કરવા પ્રયત્ન કરવામાં આવશે તેવા ઈનપુટ્સ મળ્યા હતા.

વધુ વાંચો: Israel-Hamas War: ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ

Israel-Hamas Warની ભારતમાં અસર

દિલ્હી પોલીસે પહેલેથી જ ઈઝરાયલ એમ્બેસી સહિત યહૂદીઓ સાથે સંકળાયેલા તમામ ઈન્સ્ટોલેશન અને યહૂદીઓના ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધેલી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધના અનુસંધાને ભારતમાં સંભવિત અસામાજિક ગતિવિધિઓના ઈનપુટ્સને પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. 

મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યોમાં પ્રશાસનને ઈઝરાયલના નાગરિકો, સ્ટાફ અને પર્યટકોની સુરક્ષા જાળવવા કહેવામાં આવ્યું છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મનીમાં પણ પેલેસ્ટાઈન સમર્થક રેલીઓના આયોજન બાદ ઈઝરાયલના નાગરિકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના તણાવની સ્થિતિ વધી રહી હોવાથી ભારતમાં શુક્રવારની નમાજ દરમિયાન મોનિટરિંગ માટે પોલીસ સતર્ક બની ગઈ છે. દિલ્હીમાં હાઈ એલર્ટ (High Alert in Delhi) બાદ પોલીસે યહૂદીઓ સાથે સંકળાયેલા તમામ સ્થળોની સુરક્ષા વધારી દીધી છે અને તમામ જિલ્લાના અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે જાહેર સ્થળોએ તૈનાત છે. 

વધુ વાંચો: Israel–Hamas war: ભારતે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે કન્ટ્રોલ રૂમ બનાવી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

18,000 ભારતીયો ઈઝરાયલમાં ફસાયા

હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલમાં ફસાયેલા પોતાના નાગરિકોને વત પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય (Operation Ajay)નો આરંભ કર્યો છે. ઓપરેશન અજય અંતર્ગત પ્રથમ ફ્લાઈટમાં ઈઝરાયલના તેલ અવીવ એરપોર્ટથી 212 ભારતીયોને દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યા છે. ઈઝરાયલમાં આશરે 18,000 જેટલા ભારતીયો ફસાયા છે જેમને શક્ય તેટલી ઝડપથી સ્વદેશ લાવવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે. 

હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ખુલીને ઈઝરાયલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) સાથે ફોનમાં વાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ઈઝરાયલના સમકક્ષે યુદ્ધની સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે છે તેવો વિશ્વાસ અપાવીને ભારત દરેક પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે તેમ જણાવ્યું હતું.