ISRO દ્વારા અવકાશમાંથી ભારતને દર્શાવતી અદભૂત તસવીરો સામે આવી

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ અવકાશમાંથી ભારતની અદભુત તસવીરો શેર કરી છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-06) જેને ઓશનસેટ-3 તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઓશન કલર મોનિટર (OCM) નો ઉપયોગ કરીને ગ્રહની અદભૂત નવી તસવીરો શેર કરી છે. છે. ISRO મુજબ, તસવીરો નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા સ્પેસક્રાફ્ટ દ્વારા પાછા મેળવેલા ડેટામાંથી બનાવેલ મોઝેક […]

Share:

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ અવકાશમાંથી ભારતની અદભુત તસવીરો શેર કરી છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-06) જેને ઓશનસેટ-3 તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઓશન કલર મોનિટર (OCM) નો ઉપયોગ કરીને ગ્રહની અદભૂત નવી તસવીરો શેર કરી છે. છે. ISRO મુજબ, તસવીરો નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા સ્પેસક્રાફ્ટ દ્વારા પાછા મેળવેલા ડેટામાંથી બનાવેલ મોઝેક છે.

દરેક મોઝેકમાં 2,939 તસવીર એકત્ર કરાઇ છે અને તે 300 જીબી ડેટ પ્રોસેસ બાદ મેળવાઈ છે. દરેક ભૂખંડને દર્શાવતી આ તસવીરો પૃથ્વીનું હાઇ રિસોલ્યુશન પિક્ચર રજૂ કરે છે જે આ વર્ષના 1 થી 15 ફેબ્રુઆરી દરમ્યાન લેવામાં આવે હતી.  કેટલીક તસવીરોમાં, ભારત અવકાશમાંથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તે ચમકી રહ્યું છે. 

તરંગલંબાઈમાં ભિન્નતાને કારણે વિવિધ ખંડો અલગ-અલગ રંગોમાં દેખાય છે. ઓશન કલર મોનિટર દ્વારા કેપ્ચર કરાયેલી તસવીરો જમીન અને સમુદ્રના જીવસમૂહ  પરના વૈશ્વિક વનસ્પતિ આવરણ વિશે માહિતી પૂરી પાડે છે.

ઓશન સેટ -3 (OceanSat-3) એ નેનોસેટેલાઇટ છે જે ઇસરો  દ્વારા પીએસએલવી – સી54 ( PSLV-C54) મિશનના ભાગ રૂપે 26 નવેમ્બર, 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમુદ્રશાસ્ત્ર અને વાતાવરણીય અભ્યાસ માટે સમર્પિત ઉપગ્રહોની શ્રેણીનો એક ભાગ છે. ઓશન સેટ -3 ત્રણ મુખ્ય સાધનો ઓશન કલર મોનિટર, સી સરફેસ ટેમ્પરેચર મોનિટર (SSTM), કુ – બેન્ડ સ્કેટરોમિટર  Ku-Band Scatterometer (SCAT-3), અને એગ્રોસ  ARGOS સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું જે તેને વિવિધ તરંગલંબાઇમાં ગ્રહનું અવલોકન કરવા સક્ષમ બનાવે છે.

આ ઉપગ્રહ ક્લોરોફિલ,  પવનની ગતિ અને જમીન આધારિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને સંભવિત ફિશિંગ ઝોનને ઓળખવા જેવા અત્યંત મહત્વના કાર્યોને પણ માહિતી આપે છે. તેમ ઇસરોએ જણાવ્યું હતું. 

આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અને લોકોને  પૃથ્વીનો અદભૂત નજારો જોવાનો આ અનોખો મોકો આપ્યો છે. અનેક લોકોએ આ તસવીરો જોઈને પોત પોતાના શબ્દોમાં આનંદ વ્યક્ત કર્યો છે. 

થોડા દિવસો પહેલા, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ  રાત્રે પૃથ્વીની અદભૂત જૂની તસવીર શેર કરી હતી, જે આપણા ગ્રહ પર માનવ વસાહતોની સ્પષ્ટ પેટર્ન દર્શાવતી હતી.