ISROએ રચ્યો ઈતિહાસ, બ્રિટનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા

ISROએ ફરી ઈતિહાસ રચ્યો છે. હાલમાં જ ઈસરોએ બ્રિટનની એક કંપનીના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જેમનું વજન 5805 કિલો છે, ઇસરોએ આ મિશનમાં અમેરિકા, જાપાન સહિત 6 દેશોની કંપનીઓ માટે બ્રિટનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ 26 માર્ચના રોજ એકસાથે 36 UK સેટેલાઈટ લોન્ચ કર્યા છે. અવકાશમાં મોકલાયેલા તમામ […]

Share:

ISROએ ફરી ઈતિહાસ રચ્યો છે. હાલમાં જ ઈસરોએ બ્રિટનની એક કંપનીના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જેમનું વજન 5805 કિલો છે, ઇસરોએ આ મિશનમાં અમેરિકા, જાપાન સહિત 6 દેશોની કંપનીઓ માટે બ્રિટનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ 26 માર્ચના રોજ એકસાથે 36 UK સેટેલાઈટ લોન્ચ કર્યા છે. અવકાશમાં મોકલાયેલા તમામ ઉપગ્રહોનું કુલ વજન 5805 કિલો છે. આ મિશનને LVM3-M3/OneWeb India-2 નામ આપવામાં આવ્યું છે. જે સવારે 9.00 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ GSLV-MK IIIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ઈસરોનું સૌથી ભારે રોકેટ છે. જે બીજા લોન્ચપેડ પરથી ઊડ્યું હતું. જેના લોન્ચ પેડ પરથી ચંદ્રયાન-2 મિશન સહિત 5 સફળ પ્રક્ષેપણ કરાયા છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત 5 સફળ મિશન લોન્ચિંગ કરાયા છે. જેમાં આ છઠ્ઠી સફળ ઉડાન રહી છે.

અમેરિકા, જાપાન સહિત 6 કંપનીઓનો હિસ્સો

OneWeb માટે ઇસરોના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ NSILનું આ બીજું મિશન હતું. જે નેટવર્ક એક્સિસ એસોસિએટેડ લિમિટેડ એટલે કે વનવેબ UK સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. જેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજ્સ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની સંરક્ષણ કંપની હનવ્યા છે. આ સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. જેનું હેડક્વાર્ટર લંડનમાં છે.

જો મિશન સફળ થયું, તો દરેક ખૂણામાં સ્પેસ-આધારિત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે

ઈસરોએ ટ્વીટ કરીને LVM3-M3/OneWeb India-2 મિશનના લોન્ચિંગ વિશે માહિતી આપી હતી. વનવેબના 36 ઉપગ્રહો 16 ફેબ્રુઆરીએ જ ફ્લોરિડાથી ભારત આવ્યા હતા. કહેવાય છે કે, જો આ મિશન સફળ થયું, તો OneWeb India-2 અવકાશમાં 600થી વધુ લોઅર અર્થ ઓર્બિટ સેટેલાઇટના કાન્સ્ટલેશનને પૂર્ણ કરશે. જેથી વિશ્વના દરેક ખૂણે સ્પેસ આધારિત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરવાની યોજનામાં મોટી મદદ મળશે.

વનવેબની પ્રથમ બેચનું 23 ઓક્ટોબર, 2022ના રોજ લોન્ચિંગ થયું હતું

મહત્વનું છે કે, ભારતની સ્પેસ સંસ્થા ઈસરોની કોમર્શિયલ ફર્મ NSILએ વનવેબના 72 ઉપગ્રહોને બે તબક્કામાં લોન્ચ કરવા માટે આશરે 1000 કરોડના કરાર કર્યા છે. જેમાં વનવેબના 36 ઉપગ્રહોની પ્રથમ બેચ LVM3-M2/OneWeb India-1 મિશન ગત વર્ષે એટલે કે 23 ઓક્ટોબર 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ ઉપગ્રહોને સૌથી ભારે રોકેટ GSLV-Mk III દ્વારા લોન્ચ કરાયા હતા. જેને સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટમાં મૂકવામાં આવ્યા હતા.

શું છે આ લો અર્થ ઓર્બિટ?

લો અર્થ ઓર્બિટ એ પૃથ્વીની સૌથી નીચી ભ્રમણકક્ષા છે. જેમાં પૃથ્વીની આસપાસ તેની ઊંચાઈ 1600 કિમીથી 2000 કિમીની વચ્ચે હોય છે. આ ભ્રમણકક્ષામાં એક પદાર્થની ઝડપ 27 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. આ જ કારણે ‘લો અર્થ ઓર્બિટ’માં ઉપગ્રહ ઝડપથી આગળ વધે છે અને જેને નિશાન સરળ બહુ જ અઘરૂ રહે છે.