Gaganyaan Mission: ISROએ V-D1 ટેસ્ટ વ્હીકલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું

Gaganyaan Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે 10 વાગ્યે ગગનયાન મિશનના TV-D1 ટેસ્ટ વ્હીકલ (TV-D1 test vehicle)નું સફળતાપૂર્વક લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. TV-D1 ટેસ્ટ વ્હીકલે 17 કિમીની ઊંચાઈએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું.  અગાઉ તે (TV-D1 test vehicle) સવારે 8:45 વાગ્યે લોન્ચ થવાનું […]

Share:

Gaganyaan Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે 10 વાગ્યે ગગનયાન મિશનના TV-D1 ટેસ્ટ વ્હીકલ (TV-D1 test vehicle)નું સફળતાપૂર્વક લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. TV-D1 ટેસ્ટ વ્હીકલે 17 કિમીની ઊંચાઈએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. 

અગાઉ તે (TV-D1 test vehicle) સવારે 8:45 વાગ્યે લોન્ચ થવાનું હતું અને તેના માટે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ જ્યારે કાઉન્ટડાઉન બંધ થયું અને મિશન અટકી ગયું ત્યારે માત્ર 5 સેકન્ડ બાકી હતી. આ પછી તેને રાત્રે 10 વાગ્યા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું અને પછી તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISROના વડા એસ. સોમનાથે ગગનયાન (Gaganyaan Mission)ની સફળતા અંગે કહ્યું હતું કે ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે.તેમણે કહ્યું કે અમે ફરી ઈતિહાસ રચ્યો છે. તેમણે આ મિશનના પ્રથમ તબક્કાની સફળતા માટે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ મિશન 8.8 મિનિટનું હતું. આ મિશનમાં 17 Km ઉપર ગયા પછી ક્રૂ મોડ્યૂલને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર બંગાળની ખાડીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: આદિત્ય L1 પર ISROએ આપ્યું મોટું અપડેટ

Gaganyaan Mission

ગગનયાન મિશન (Gaganyaan Mission)નો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે.

ISROએ ટ્વીટ કર્યું હતું કે ગગનયાન (Gaganyaan Mission)ના TV-D1 પ્રક્ષેપણને રોકવાનું કારણ ઓળખવામાં આવ્યું છે અને તેને સુધારી લેવામાં આવ્યું છે. ત્યાર પછી લોન્ચિંગ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ પહેલા પ્રક્ષેપણ (TV-D1 test vehicle) પર રોક લગાવતા જ ISROના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, “લિફ્ટ-ઓફનો પ્રયાસ આજે થઈ શક્યો નથી. મિશનનું પ્રથમ પરીક્ષણ આજે સવારે 8 વાગ્યે થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે શક્ય બન્યું નથી. તેનો સમય બદલીને 8:45 કરવામાં આવ્યો હતો.”

વધુ વાંચો: ISRO પર રોજ 100 થી વધારે સાઈબર એટેક થાય છે

ISROનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. તેમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઈટનો સમાવેશ થાય છે. જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.