ISRO 14 જુલાઈએ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે

ISRO ત્રીજા ચંદ્ર મિશન હેઠશ ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ કરશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું લોન્ચિંગ થશે. ઈસરોનું નવું હેવીલિફ્ટ લૉન્ચ વ્હીકલ (LVM) 3 એક સંકલિત મોડ્યુલ ધરાવે છે અને તે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બપોરે 2:35 વાગ્યે ઉપડશે. ISROએ ટ્વીટ કરીને લોન્ચિંગની તારીખ સહિતની વિગતો જાહેર કરી છે. જી-20 સ્પેસ ઇકોનોમિના […]

Share:

ISRO ત્રીજા ચંદ્ર મિશન હેઠશ ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ કરશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું લોન્ચિંગ થશે. ઈસરોનું નવું હેવીલિફ્ટ લૉન્ચ વ્હીકલ (LVM) 3 એક સંકલિત મોડ્યુલ ધરાવે છે અને તે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બપોરે 2:35 વાગ્યે ઉપડશે. ISROએ ટ્વીટ કરીને લોન્ચિંગની તારીખ સહિતની વિગતો જાહેર કરી છે.

જી-20 સ્પેસ ઇકોનોમિના અગ્રણીઓની બેઠકમાં ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3 શ્રી હરિકોટાથી 14 જુલાઈએ ઉપડ્શે અને તે જો બધુ બરાબર રહેશે તો 23 ઓગસ્ટે લેન્ડ થશે.  આ તારીખ ચંદ્ર પર ક્યારે સૂરજ ઊગશે તેની ઉપર આધારિત છે પણ જો તેમાં મોડું થશે તો અમારે તેનું લેન્ડિંગ આગામી મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં ચાલુ રાખવું પડશે. 

આ ઉડાણની તૈયારીના ભાગરૂપે ઇસરોએ બુધવારે ચંદ્રયાન 3 અંગેની એનકેપ્સ્યુલેટેડ એસેમ્બલીને SDSC ખાતે લોન્ચ વ્હીકલ  LVM3 સંકલિત કરી હતી. 

તેઓએ ગયા મહીને જ ચંદ્રયાન 3 નું લોન્ચ 13થી 19 જુલાઇ વચ્ચે કરાશે તેવી જાહેરાત કરી હતી. ચંદ્રયાન 3 નું અંતિમ પરીક્ષણ અને સંકલન લગભગ થઈ ગયું છે પરંતુ અમે તેનું લોન્ચ કેટલાક સમય પછી કરવા માંગી છીએ. લોન્ચ માટે બે સ્લોટ મળી રહ્યા છે એક ફેબ્રુઆરીમાં અને બીજો જૂન (2023)માં અને અમે જૂન સ્લૉટમાં લોન્ચ કરીશું તેમ તેમણે જણાવ્યું હતું.  ચંદ્રયાન 3 એ ચંદ્રની સપારી પર સુરક્ષિત ઉતરાણ અને ફરવા માટે શરૂથી અંત સુધીની ક્ષમતા દર્શાવતું  ચંદ્રયાન 2 નું ફોલોઅપ મિશન છે. ફોલોઅપ મિશનની જરૂરિયાત એટલે ઊભી થઈ કારણ કે ચંદ્રયાન-2નું રોવર લેન્ડ થતાં જ ક્રેશ થઈ ગયું હોવાને કારણે જૂનું મિશન નિષ્ફળ રહ્યું હતું.

આ અંગે ઇસરોના અધિકારીઓએ જણાવ્યું કે, ચંદ્ર મિશનમાં રેગોલિથનાં થરમોફિઝિકલ ગુણધર્મો, ચંદ્રની સપાટી પરના પ્લાઝમા પર્યાવરણ, ચંદ્ર ભૂકંપનિયતા અને જ્યાં ઉતરાણ થાય તે જગ્યાની આસપાસના અભ્યાસ માટે તેમાં આધુનિક સાધનો છે. ચંદ્રયાન-3 અવકાશયાન દ્વારા આ વર્ષના માર્ચ મહિનામાં જરૂરી પરીક્ષણો કે જેમાં, તેના લોન્ચ દરમ્યાન સર્જનારા કંપન અને અવાજને લગતા વતાવરણનો સામનો કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. 

22 જુલાઈ, 2019ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્ર પરનું ભારતનું બીજું મિશન, ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ 6 સપ્ટેમ્બરની વહેલી સવારે ચંદ્ર પર વિક્રમ લેન્ડર ક્રેશ થતાં આ મિશન નિષ્ફળ ગયું હતું. ભારતીય ચંદ્ર સંશોધન કાર્યક્રમ હેઠળ પ્રથમ ચંદ્રયાન-1 વર્ષ 2008 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક દાખલ કરવામાં આવ્યું હતું.