ISRO દ્વારા સિંગાપોરના બે સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ સિંગાપોરના બે સેટેલાઈટ તેની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં મૂક્યા છે. TeLEOS-2 અને Lumelite-4 નામના આ બે ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યા હતા.    ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા TeLEOS-2ને પ્રાથમિક ઉપગ્રહ જ્યારે Lumelite-4ને કો-પેસેન્જર ઉપગ્રહ તરીકે લોન્ચ કરાયું છે. આ બંને ઉપગ્રહોને LOw Earth […]

Share:

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ સિંગાપોરના બે સેટેલાઈટ તેની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં મૂક્યા છે. TeLEOS-2 અને Lumelite-4 નામના આ બે ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યા હતા.   

ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા TeLEOS-2ને પ્રાથમિક ઉપગ્રહ જ્યારે Lumelite-4ને કો-પેસેન્જર ઉપગ્રહ તરીકે લોન્ચ કરાયું છે. આ બંને ઉપગ્રહોને LOw Earth Orbit (LEO) માં મૂકવામાં આવ્યા હતા. 

 PSLV-C55, કે જેણે આ ઉપગ્રહોનું વહન કર્યું તેણે તેના PS4 ઉપલા તબક્કા સાથે જોડાયેલા સાત પેલોડ સાથે વૈજ્ઞાનિક પ્રયોગો પણ કર્યા હતા. આ પીએસએલવી (PSLV) ની 57મી ફ્લાઇટ હતી.  શ્રીહરિકોટાના પહેલા લોન્ચ પેડ ઉપરથી 2:19 કલાકે આ રોકેટ લોન્ચ થયું હતું.  તે CA (કોર-અલોન) વેરિઅન્ટ સાથે PSLVની 16મી ફ્લાઇટ પણ હતી, જે લોન્ચ વ્હીકલનું સૌથી હલકું વર્ઝન છે કારણ કે તેમાં માત્ર ચાર કોર સ્ટેજ છે અને વધારાનો ભાર આપવા માટે કોઈ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર નથી.

લિફ્ટ-ઓફ થયાના લગભગ 19 મિનિટ પછી, PSLV-C55 એ 586 KMની ભ્રમણકક્ષામાં 741 KG TeLEOS-2 સ્થાપિત કર્યું. પચાસ સેકન્ડ પછી, રોકેટે 16 KGનું લ્યુમેલાઇટ-4 પણ નિશ્ચિત ભ્રમણકક્ષામાં મૂક્યું હતું. 

પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા સિંગાપોરના બે ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે શુક્રવારે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે 22.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. મિશનના ભાગરૂપે, 44.4 મીટર ઊંચા રોકેટે ચેન્નાઈથી લગભગ 135 કિમી દૂર સ્થિત અવકાશ કેન્દ્રમાંથી બે ઉપગ્રહોને વહન કરતા પ્રથમ પ્રક્ષેપણ પેડ પરથી ઉપાડ્યું અને બાદમાં બંને ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં મૂક્યા હતા.

આ વખતે ISROએ  લોન્ચિંગમાં PSLV-C55 રોકેટનો ઉપયોગ કર્યો અને તે ઈસરોનું ભરોસાપાત્ર રોકેટ રહ્યું છે. સપ્ટેમ્બર, 1993માં પહેલીવાર આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે 56 વખત સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યું છે. આ વખતે રોકેટના એકીકરણમાં નવીનતા કરવામાં આવી છે. આ વખતે એવું ઇન્ટિગ્રેશન એવી રીતે કરવામાં આવ્યું છે કે તેને એસેમ્બલિંગ અને ફ્લાઈંગમાં ઓછો સમય લાગે. 

નવી રીતમાં, ISRO દ્વારા રોકેટના પ્રથમ અને બીજા તબક્કાને PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી (PIF)માં ઉમેરવામાં આવ્યા છે. પછી તેને મોબાઈલ લોન્ચ પેડેસ્ટલ પર લાવવામાં આવે છે. ત્રીજા અને ચોથા ભાગને પ્રથમ લોન્ચપેડમાં ઉમેરવામાં આવ્યો છે. આનો ફાયદો એ થાય છે કે જો પહેલા લોન્ચ પેડ પર રોકેટ હોય તો બીજા રોકેટને એસેમ્બલ કરવામાં સમય લાગતો નથી. પહેલો અને બીજો તબક્કો ઓછામાં ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.