આવકવેરા વિભાગે હજારો લોકોને મોકલી નોટિસ: જાણો સમગ્ર મામલો

આવકવેરા વિભાગ દેશના વિભિન્ન ક્ષેત્રના હજારો લોકોને નોટિસ મોકલી રહ્યું છે. આવકવેરા વિભાગે ટેક્સ નોટિસ સેક્શન 143 (1) અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતના કરદાતાઓને નોટિસ પાઠવી છે અને તેમણે કલમ 80P અંતર્ગત કર લાભનો દાવો શા માટે કર્યો છે તેવો સવાલ કર્યો છે. આવકવેરા વિભાગે કરદાતાઓને 15 દિવસની અંદર આનો જવાબ આપવા જણાવ્યું છે અને જો […]

Share:

આવકવેરા વિભાગ દેશના વિભિન્ન ક્ષેત્રના હજારો લોકોને નોટિસ મોકલી રહ્યું છે. આવકવેરા વિભાગે ટેક્સ નોટિસ સેક્શન 143 (1) અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતના કરદાતાઓને નોટિસ પાઠવી છે અને તેમણે કલમ 80P અંતર્ગત કર લાભનો દાવો શા માટે કર્યો છે તેવો સવાલ કર્યો છે. આવકવેરા વિભાગે કરદાતાઓને 15 દિવસની અંદર આનો જવાબ આપવા જણાવ્યું છે અને જો કરદાતા 15 દિવસમાં જવાબ નહીં આપે તો તેમને ફરી નોટિસ મળી શકે છે. 

80P અંતર્ગત માત્ર કોર્પોરેટિવ સોસાયટીને કરલાભ મળે


આવકવેરા વિભાગ દ્વારા જણાવ્યા મુજબ માત્ર કોર્પોરેટિવ સોસાયટી જ કલમ 80P અંતર્ગત 15 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીના કર લાભનો દાવો કરી શકે છે. તેમાં પણ શરત છે કે, કોર્પોરેટિવ સોસાયટીએ બેન્કિંગ કે ક્રેડિટ ફેસિલિટી, એગ્રીકલ્ચર એક્ટિવિટી અથવા કાર્ટેજ ઈન્ડસ્ટ્રી દ્વારા કમાણી કરી હોય તો જ આ લાભ મેળવી શકે.

અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજુ શાહના કહેવા પ્રમાણે કલમ 80P ના કર લાભનો દાવો કરવા માટે કલમ 143 (1) (એ) અંતર્ગત ખોટી નોટિસ મોકલવામાં આવી રહી છે. આ નોટિસ સહકારી બેંકોને નહીં પણ વ્યક્તિગત મોકલવામાં આવી છે કારણ કે, માત્ર સહકારી બેંક આ લાભ માટે દાવો કરવાની હકદાર છે. 

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઈમેઈલથી મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મૂલ્યાંકન વર્ષ 2023-23 માટે કલમ 80P અંતર્ગત ટેક્સ લાભનો દાવો ન કરી શકાય અને સંબંધીત કરદાતાઓને 15 દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. 

આ લોકોને પણ મળી નોટિસ 


અન્ય એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2022-23ના મૂલ્યાંકન માટે ઘણી ઉંચી નેટવર્થ ધરાવતા લોકોને પણ સ્ક્રુટિની નોટિસ મળી છે. આ લોકો દ્વારા ભારે મોટા કર લાભનો દાવો કરવામાં આવ્યો છે અને AI સોફ્ટવેર જે કપાત શક્ય ન હોય તે શોધીને આવા લોકોને અલગ તારવી શકે છે. 

આવકવેરા વિભાગ તરફથી સતત કહેવામાં આવે છે કે, આપે તમામ પ્રકારની આવક અને રોકાણની પૂરી જાણકારી આપવી જોઈએ. આવકવેરા વિભાગ (Income Tax Department) તમને અલગ-અલગ અધિનિયમ અંતર્ગત નોટિસ મોકલી શકે છે. વિભાગ બે પ્રકારની સ્ક્રુટિની કરે છે જેમાં કમ્પલસરી અને બીજી મેન્યુઅલ હોઈ શકે છે. આપ કેટલીક સાવધાનીને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવતી નોટિસથી બચી શકો છો. તમને માત્ર મોટી ભૂલો માટે જ નોટિસ મળે તેવું નથી હોતું કયારેક કોઈ નાની ભૂલ પણ નોટિસનું કારણ બની શકે છે.