દિલ્હી સહિતના 12 રાજ્યોમાં 27મી સપ્ટેમ્બર સુધી વરસશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અને જિલ્લા અને રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઝારખંડમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બિહારમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  પુણેમાં અતિ ભારે વરસાદની આગાહી આગામી 2 દિવસ […]

Share:

હવામાન વિભાગે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અને જિલ્લા અને રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઝારખંડમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બિહારમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

પુણેમાં અતિ ભારે વરસાદની આગાહી

આગામી 2 દિવસ સુધી બિહાર, ઝારખંડ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નોર્થ ઈસ્ટના ક્ષેત્ર તથા ગુજરાત, રાજસ્થાનમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિદર્ભ અને ગોવામાં પણ વરસાદ ચાલુ રહેશે. પુણેમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 25મી સપ્ટેમ્બર બાદ સાઉથ વેસ્ટ મોનસૂન પશ્ચિમી રાજસ્થાનથી પરત ફરશે. પૂર્વીય ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 27મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ જોવા મળશે. જ્યારે ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં 23થી 28મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. 

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, તેલંગાણા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવા વરસાદ અને તોફાનની આશંકા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. 

ભારે વરસાદને લઈ ચેતવણી જાહેર

આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં 27મી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં 25મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં 25મી સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવામાં 25મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. કર્ણાટકમાં 25મી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે જ્યારે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં પણ 25મી સપ્ટેમ્બર સુધી વરસાદ અને આંધીનું તાંડવ જોવા મળશે. 

હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે પશ્ચિમી મધ્ય પ્રદેશ સહિત પૂર્વીય મધ્ય પ્રદેશમાં 25મી સપ્ટેમ્બર સુધી અને વિદર્ભ, છત્તીસગઢમાં 27મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડના ચારેય જિલ્લામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 12 રાજ્યોમાં મૂશળધાર વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ફરી એક વખત ચોમાસુ સક્રિય બન્યું હોવાના કારણે દિલ્હી એનસીઆર સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 10 રાજ્યોમાં છૂટાછવાયા અને મધ્યમ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને બિહરામાં પણ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.