ITCએ 1 બિસ્કિટ માટે ચુકવવો પડ્યો 1 લાખ રૂપિયાનો દંડ

ઘણી વખત એક નાનકડી ભૂલ માટે પણ બહુ મોટી કિંમત ચુકવવી પડતી હોય છે. 113 વર્ષ જૂની FMCG કંપની ITCને પણ આવી જ એક ભૂલના કારણે દંડ પેટે એક લાખ રૂપિયા ચુકવવા પડ્યા છે. ભારતની દિગ્ગજ કંપની ITC લિમિટેડને એક બિસ્કિટ એક લાખ રૂપિયામાં પડ્યું છે. ચેન્નાઈના એક ગ્રાહકે બિસ્કિટના પેકેટમાં એક બિસ્કિટ ઓછું હોવાથી […]

Share:

ઘણી વખત એક નાનકડી ભૂલ માટે પણ બહુ મોટી કિંમત ચુકવવી પડતી હોય છે. 113 વર્ષ જૂની FMCG કંપની ITCને પણ આવી જ એક ભૂલના કારણે દંડ પેટે એક લાખ રૂપિયા ચુકવવા પડ્યા છે. ભારતની દિગ્ગજ કંપની ITC લિમિટેડને એક બિસ્કિટ એક લાખ રૂપિયામાં પડ્યું છે. ચેન્નાઈના એક ગ્રાહકે બિસ્કિટના પેકેટમાં એક બિસ્કિટ ઓછું હોવાથી કંપની સામે ફરિયાદ દાખલ કરી હતી અને હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને ITCને સજા કરી છે. 

શા માટે ITCને એક બિસ્કિટ 1 લાખ રૂપિયામાં પડ્યું?

હકીકતે તમિલનાડુના ચેન્નાઈમાં MMDA માથુર ખાતે રહેતા પી દિલ્લીબાબુ 2 વર્ષ પહેલા મનાલી ફરવા માટે ગયા હતા. ત્યાં તેમણે રસ્તાઓ પર રખડી રહેલા કૂતરાઓને ખવડાવવા માટે સનફીસ્ટ મેરી લાઈટ નામના બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું. તે બિસ્કિટના પેકેટમાં 16 બિસ્કિટ હોય છે પરંતુ દિલ્લીબાબુને એક બિસ્કિટ ઓછું, માત્ર 15 બિસ્કિટ જ મળ્યા હતા. 

દિલ્લીબાબુએ આ મામલે કંપનીનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમને યોગ્ય જવાબ નહોતો મળ્યો. આ કારણે તેમણે કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક સાધીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. 

કંપની દ્વારા દરરોજ 29 લાખ રૂપિયાની છેતરપિંડીઃ ગ્રાહક

દિલ્લીબાબુએ આ મામલે કન્ઝ્યુમર ફોરમમાં પોતાની દલીલ રાખતા કહ્યું હતું કે, ITC કંપની દરરોજ પેકેટમાં 75 પૈસાના બિસ્કિટ ઓછા મુકે છે.  ITC કંપની દરરોજ બિસ્કિટના 50 લાખ પેકેટનું ઉત્પાદન કરે છે. તેવામાં  ITC કંપની દરરોજ 29 લાખ રૂપિયાના માલની છેતરપિંડી કરે છે. 

ITC કંપનીએ આ મામલે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તે પોતાના માલને વજનના આધાર પર ભરે છે. ITC કંપનીએ પોતાના પેકેટ પર બિસ્કિટનું વજન 76 ગ્રામ લખ્યું હતું પરંતુ તપાસ કરવા પર 15 બિસ્કિટવાળા પેકેટનું વજન માત્ર 74 ગ્રામ જ થયું હતું. 

કન્ઝ્યુમર ફોરમ દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ

આ કેસની સુનાવણી દરમિયાન  ITCના વકીલે કોર્ટમાં એવી દલીલ રજૂ કરી હતી કે, વર્ષ 2011ના કાયદાકીય માપ વિજ્ઞાન નિયમો પ્રમાણે પેક કરવામાં આવેલા સામાનમાં મહત્તમ 4.5 ગ્રામ પ્રતિ પેકેટના હિસાબથી ભૂલની શક્યતાને માન્યતા મળેલી છે. જોકે કોર્ટે આ દલીલને અમાન્ય રાખી હતી. 

ફોરમે જવાબમાં કહ્યું હતું કે, તે નિયમ ફક્ત અસ્થિર પ્રકૃતિની વસ્તુઓ માટે જ છે અને બિસ્કિટ તે કેટેગરીમાં નથી આવતા. આ કારણે બિસ્કિટ હંમેશા વજનના હિસાબથી જ વેચાય છે. આ સાથે જ કંપનીએ વજન અને બિસ્કિટ બંને સંદર્ભે ભૂલ કરી છે માટે કન્ઝ્યુમર ફોરમે  ITC કંપનીને એક લાખ રૂપિયાના દંડ સાથે જ તે બેચના બિસ્કિટનું વેચાણ પણ બંધ કરાવ્યું છે.