Jammu Kashmirના શોપિયાંમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ, TRFનો આતંકવાદી ઠાર

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. શોપિયાં જિલ્લાના કાટોહલાન વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને સેનાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(TRF)ના એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી હતી. Jammu Kashmirમાં એન્કાઉન્ટર જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા […]

Share:

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. શોપિયાં જિલ્લાના કાટોહલાન વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને સેનાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(TRF)ના એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

Jammu Kashmirમાં એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મયસર અહેમદ ડાર તરીકે સામે આવી છે જે તાજેતરમાં જ TRF નામના પ્રતિબંધિત આતંકવાદી જૂથ સાથે જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના શોપિયાંના વેશરોનો રહેવાસી હતો. મયસર એક અઠવાડિયા પહેલા જ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને બુધવારે મોડી રાત્રે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. 

એન્કાઉન્ટર બાદ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર શોપિયાંના કટોહલાન વિસ્તારમાં થયું હતું. સેનાને તે વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ અંગેના ઈનપુટ મળ્યા હતા. તેના આધારે સેના અને પોલીસના જવાનોએ ઘેરાબંધી કરી હતી અને આતંકવાદીઓએ જવાનોની હિલચાલ જાણવા મળતા જ જ ફાયરિંગ શરૂ કરી દીધું. 

સુરક્ષા દળોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.

વધુ વાંચો:  રશ્મિકા મંદાના સાથેના બનાવ બાદ સોનાલી સેગલે પણ વર્ણવી આપવીતી

હથિયાર અને દારૂગોળો કબજે લેવાયો 

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીના કબજામાંથી હથિયારો અને દારૂગોળા સહિતની અનેક ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. 

હુમલામાં હથિયારો અને દારૂગોળા સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી. 

વધુ વાંચો: પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ

ગુરૂવારે એક જવાન શહીદ 

જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ગુરુવારે સવારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. બીએસએફના અધિકારીએ જણાવ્યું હતું કે રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેની નયનપુર ચોકી ખાતે ગોળીબાર થયો હતો જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જવાનનું નામ લાલ ફર્ન કીમા હોવાનું જણાવાયું છે.

છેલ્લા 3 અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા 17 ઓક્ટોબરે પ્રથમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફના 2 જવાન ઘાયલ થયા હતા. તેમજ બીજી વખત 26 ઓક્ટોબરે જમ્મુના અરનિયા અને સુચેતગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન અને એક મહિલા ઘાયલ થયા હતા.