Kaali-Peeli Taxi: મુંબઈની શાન, પ્રીમિયર પદ્મિની ટેક્સીના 6 દાયકાના રાજનો અંત

Kaali-Peeli Taxi: આર્થિક રાજધાની મુંબઈની શાન ગણાતી કાલી પીલી ટેક્સી (Kaali-Peeli Taxi) હવે રસ્તાઓ પરથી ગાયબ થઈ જશે. છેલ્લા અનેક દશકાઓથી કોઈ વ્યક્તિ જ્યારે માયાનગરી વિશે વિચારે ત્યારે તેના મનમાં શહેરની પ્રીમિયર પદ્મિની ટેક્સી (Premier Padmini Taxi) જરૂરથી ઝળકતી હશે. સામાન્ય લોકો માટે છેલ્લા અનેક દશકાથી આ ટેક્સિ મુસાફરી માટેનું સુગમ સાધન બની ગઈ હતી […]

Share:

Kaali-Peeli Taxi: આર્થિક રાજધાની મુંબઈની શાન ગણાતી કાલી પીલી ટેક્સી (Kaali-Peeli Taxi) હવે રસ્તાઓ પરથી ગાયબ થઈ જશે. છેલ્લા અનેક દશકાઓથી કોઈ વ્યક્તિ જ્યારે માયાનગરી વિશે વિચારે ત્યારે તેના મનમાં શહેરની પ્રીમિયર પદ્મિની ટેક્સી (Premier Padmini Taxi) જરૂરથી ઝળકતી હશે. સામાન્ય લોકો માટે છેલ્લા અનેક દશકાથી આ ટેક્સિ મુસાફરી માટેનું સુગમ સાધન બની ગઈ હતી અને તેના કાળા અને પીળા રંગના લીધે તે કાલી પીલી ટેક્સી તરીકે પ્રખ્યાત છે. 

Kaali-Peeli Taxiના રાજનો 6 દાયદા બાદ અંત

આશરે 60 વર્ષ સુધી મુંબઈના રસ્તાઓ પર રાજ કરનારી મુંબઈની ધબકતી નાડી સમાન પ્રીમિયર પદ્મિની ટેક્સી (Premier Padmini Taxi)નો રવિવારે સત્તાવાર રીતે છેલ્લો દિવસ છે. આ ટેક્સીએ 6 દાયકા સુધી મુંબઈ પર એકચક્રી શાસન કર્યું છે પરંતુ સોમવારથી તેનો અંત આવશે.

વધુ વાંચો… Rahul Gandhi: 2024ની ચૂંટણી જીતીશું તો 2 કલાકમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવીશું

ટેક્સી માટેની વય મર્યાદા 20 વર્ષની

બેસ્ટની લેજન્ડરી લાલ ડબલ ડેકર ડીઝલ બસની વિદાય બાદ હવે કાલી પીલી ટેક્સી (Kaali-Peeli Taxi) પણ એ રસ્તે છે. પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબર, 2003ના રોજ છેલ્લી પ્રીમિયર પદ્મિનીની ટેક્સી તરીકે નોંધણી કરવામાં આવી હતી. ટેક્સી માટેની વય મર્યાદા 20 વર્ષની છે ત્યારે સોમવારથી મુંબઈના રસ્તાઓ પર સત્તાવાર રીતે એક પણ પદ્મિની ટેક્સી નહીં ફરી શકે. 

મુંબઈમાં છેલ્લી પ્રીમિયર પદ્મિની ટેક્સીની નોંધણી કરાવનારા પ્રભાદેવીમાં વસતા અબ્દુલ કરીમ કારસેકરે તેને મુંબઈની શાન અને જાન સમાન ગણાવી હતી. છેલ્લી નોંધાયેલી પ્રીમિયર પદ્મિની ટેક્સીનો નંબર MH-01-JA-2556 છે. હાલમાં મુંબઈના રસ્તાઓ પર 40,000થી વધારે પ્રીમિયર પદ્મિની ટેક્સી (Premier Padmini Taxi) દોડે છે. જોકે 90ના અંત સમયે મુંબઈના રસ્તાઓ પર 63,000થી પણ વધારે કાલી પીલી ટેક્સી દોડતી હતી. 

કાલી પીલી ટેક્સીના સંરક્ષણ માટે માગણી

નવા મોડલ અને એપ આધારીત કેબ સેવાઓ બાદ આ કાલી પીલી ટેક્સીઓ મુંબઈના રસ્તા પરથી દૂર થઈ જશે. કેટલાક લોકોએ ઓછામાં ઓછી એક પ્રીમિયર પદ્મિનીને રસ્તા પર કે મ્યુઝિયમમાં સંરક્ષિત કરવા માગણી કરી હતી. અમુક વર્ષ પહેલા શહેરના સૌથી મોટા ટેક્સી ચાલક સંઘ પૈકીના એક મુંબઈ ટેક્સીમેન યુનિયને સરકાર સમક્ષ ઓછામાં ઓછી એક કાલી પીલી ટેક્સી સંરક્ષિત કરવા અરજી કરી હતી પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી. 

કાલી-પીલી ટેક્સીનો રસપ્રદ ઈતિહાસ

મુંબઈ ટેક્સીમેન્સ યુનિયનના મહાસચિવ એએલ ક્વાડ્રોસે ભૂતકાળની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે ટેક્સી તરીકે પ્રીમિયર પદ્મિનીની સફર 1964માં ફિયાટ 1100 ડિલાઈટ મૉડલ સાથે શરૂ થઈ હતી અને તેનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ ટેક્સીનો રંગ કાળો-પીળો રાખવાનો શ્રેય સ્વતંત્રતા સેનાની અને પૂર્વ સાંસદ વીબી ગાંધીને જાય છે.