કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીના યૌન ઉત્પીડનનો કેસ સામે આવ્યો

ચેન્નઈ પોલીસે કલાક્ષેત્ર ફાઉન્ડેશનેના સહાયક પ્રોફેસર હરિ પદ્મનને યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરી છે. સંસ્થાની એક પૂર્વ વિદ્યાર્થીનીએ 31 માર્ચના રોજ અડયાન પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર હરિ પદ્મનની વિરૂદ્ધ યૌન ઉત્પીડનની ફરીયાદ કરી છે. મહત્વનું છેકે, ચેન્નઈ સ્થિત કલાક્ષેત્ર ફાઉન્ડેશન શાસ્ત્રીય કલા માટેની એક જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેના એક પ્રોફેસર વિરૂદ્ધ ઉત્પીડનની ફરીયાદ બાદ […]

Share:

ચેન્નઈ પોલીસે કલાક્ષેત્ર ફાઉન્ડેશનેના સહાયક પ્રોફેસર હરિ પદ્મનને યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરી છે. સંસ્થાની એક પૂર્વ વિદ્યાર્થીનીએ 31 માર્ચના રોજ અડયાન પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર હરિ પદ્મનની વિરૂદ્ધ યૌન ઉત્પીડનની ફરીયાદ કરી છે. મહત્વનું છેકે, ચેન્નઈ સ્થિત કલાક્ષેત્ર ફાઉન્ડેશન શાસ્ત્રીય કલા માટેની એક જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેના એક પ્રોફેસર વિરૂદ્ધ ઉત્પીડનની ફરીયાદ બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.  

ચેન્નઈ પોલીસે આરોપી પ્રોફેસરની મહિલા ઉત્પીડન અધિનિયમની ધારા 354(એ), 509,4 અંતર્ગત મામલો નોંધ્યો છે. મહત્વનું છેકે, હાલમાં જ લગભગ 200 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનોએ મળીને આરોપી પ્રોફેસર અને તેના ત્રણ રિપર્ટરી કલાકરોની વિરૂદ્ધ યૌન ઉત્પીડન, બોડીં શેમિંગ અને મૌખિક દુરવ્યવહારને લઈને વિરોધ અને પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ સંસ્થાની 90થી વધુ વિદ્યાર્થીઓએ રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ પણ મોકલી હતી. જે બાદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને દોષી જાહેર થનાર સામે કાનુની કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં આજ દિવસ સુધી કોઈની સામે કડક પગલા લેવામાં આવ્યા નહોતા.

આ પહેલા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આરોપોને નિરાધાર ગણાવીને મામલાને રદ્દ કરી દીધો હતો. આમ, એક રીતે જોવા જઈએ તો કલાક્ષેત્રના પ્રોફેસને ક્યાંકને ક્યાંક રાજ્યના નેતાઓ અને અધિકારીઓ બચાવી રહ્યા હતા. 100થી વધુ વિદ્યાર્થીઓના વિરોધની વચ્ચે પણ પ્રોફેસને રક્ષણ મળી રહ્યું હતું. જે એક પ્રતિષ્ઠિત સંસ્થા માટે શરમજનક ઘટના સમાન છે.

કલાક્ષેત્ર ફાઉન્ડેશન સંસ્થાના વિદ્યાર્થીનીના યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યાના ઘણા દિવસો બાદ પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ પ્રોફેસર અને અન્યની વિરુદ્ધ કાર્યવાહીમાં મોડું કરવાને લઈને વિરોધ કરી રહેલા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ પ્રદર્શન બંધ કર્યું છે. કલાના વિદ્યાર્થી સંઘે એમ પણ કહ્યું છે કે, દોષીની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહી થાય તો તેઓ ફરી મોટા પાયે પ્રદર્શન અને વિરોધ કરશે.

નોંધનીય છેકે, કલાક્ષેત્ર ફાઉન્ડેશન તેના નામની અનુરૂપ જ કાર્ય કરે છે. આ સંસ્થા એક કલાત્મક ઉપક્રમોનું કેન્દ્ર છે. જે ભારતીય કલા અને શિલ્પના પારંપરિક મૂલ્યોને જોડી રાખે છે. તેમાં પણ વિશેષ રૂપથી ભરતનાટ્યમ નૃત્ય અને ગંધર્વવેદ સંગીતના ક્ષેત્રમાં આ સંસ્થા મોખરે છે. આપણી જુની કલાઓ ને સંગીતને સંરક્ષણ આપવાના વિશેષ હેતુથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી. આથી જ કલાક્ષેત્ર કલા અને સાંસ્કૃતિક ધરોહરની સંસ્થા તરીકે ઓળખ ધરાવે છે.