LSE કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીએ ભારત વિરોધી એજન્ડાનો કર્યો પર્દાફાશ

LSE કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીએ હિન્દુફોબિયા અને ભારત વિરોધી એજન્ડાનો પર્દાફાશ કર્યો, વિદ્યાર્થીએ કહ્યું કે, મને ભારતીય હિન્દુ હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા એક નિવેદનમાં કરણ કટારિયાએ કહ્યુ કે, મને હોમોફોબિક, ઇસ્લામોફોબિક, ક્વિઅરફોબિક અને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે જાહેર મારી વિરુદ્ધ એક અભિયાન ચલાવાયું હતું અને ત્યાર પછી LSE વિદ્યાર્થી યુનિયન LSESUના જનરલ સેક્રેટરી […]

Share:

LSE કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીએ હિન્દુફોબિયા અને ભારત વિરોધી એજન્ડાનો પર્દાફાશ કર્યો, વિદ્યાર્થીએ કહ્યું કે, મને ભારતીય હિન્દુ હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા એક નિવેદનમાં કરણ કટારિયાએ કહ્યુ કે, મને હોમોફોબિક, ઇસ્લામોફોબિક, ક્વિઅરફોબિક અને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે જાહેર મારી વિરુદ્ધ એક અભિયાન ચલાવાયું હતું અને ત્યાર પછી LSE વિદ્યાર્થી યુનિયન LSESUના જનરલ સેક્રેટરી પદ માટેની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

હિન્દુ વિદ્યાર્થીને ટાર્ગેટ કરાયો

2 એપ્રિલે, લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ખાતે LSE લો સ્કૂલના વિદ્યાર્થી શૈક્ષણિક પ્રતિનિધિ કરણ કટારિયાએ કેમ્પસમાં હિન્દુફોબિયા અને ભારત વિરોધી એજન્ડોનો પર્દાફાશ કર્યો હતો. કરણે કહ્યું કે, હું ભારતમાં હરિયાણાના એક મધ્યમ-વર્ગના ખેડૂત પરિવારમાં આવું છું અને મારા પરિવારની પ્રથમ પેઢીના યુનિવર્સિટી-સ્તરના સ્નાતક હતા. જેથી હું લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ LSE સુધીની પહોંચી શક્યો, હું કેમ્પસમાં વિદ્યાર્થીઓના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો, પરંતુ મને ભારતીય અને હિન્દુ તરીકેની ઓળખ આપી રાષ્ટ્રીયતાના કરાણે મારી સામે ઈરાદાપૂર્વક ઝુંબેશ શરૂ કરાઇ હતી.

વિદ્યાર્થી કરણ કોહોર્ટ્સના શૈક્ષણિક પ્રતિનિધિ તરીકે ચૂંટાયો હતો. તે ટૂંક સમયમાં જ નેશનલ યુનિયન ફોર સ્ટુડન્ટ્સના પ્રતિનિધિ તરીકે પણ ચૂંટાયો હતો. LSE ખાતે વિવિધ હોદ્દાઓ પર વિદ્યાર્થીઓના કલ્યાણકારી અનુભવને ધ્યાનમાં લઈ તેના મિત્રોએ કરણને LSE વિદ્યાર્થી સંઘ LSESUના જનરલ સેક્રેટરીના પદ ચૂંટણી લડવા માટે માટે પ્રેરિત કર્યો.

કરણે કહ્યું કે, મને મારી વાત વિદ્યાર્થી સામે રાખવાની તક આપ્યા પહેલા જ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો. જેથી આવા અસ્વીકાર્ય વર્તન અંગે વિદ્યાર્થીઓની ફરિયાદોને ધ્યાનમાં લેવાઇ નહીં. જેથી આવો વ્યવહાર LSESU સામે હિન્દુફોબિયાના આરોપને યોગ્ય ઠેરવે છે. મને પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો કારણ કે, કેમ્પસમાં LSELUનું નેતૃત્વ કરતા કેટલાક લોકો ભારતીય-હિન્દુને નેતા તરીકે જોવાનું સહન કરી શકતા નથી.

રશ્મિ સામંતનો મામલો

વેસ્ટર્ન યુનિવર્સિટીમાં હિન્દુ અને ભારતીય હોવાના કારણે હિન્દુ વિદ્યાર્થી પર હુમલો કરાયો હોય એવી આ પહેલી ઘટના નથી. ફેબ્રુઆરી 2021માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તત્કાલીન વિદ્યાર્થીની રશ્મિ સામંતને પણ આવા જ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. સામંતે એક ટ્વિટર થ્રેડમાં કહ્યું હતું કે, મારા હિન્દુ ધર્મ, મૂળ ભારતીય પૃષ્ઠભૂમિની હોવા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મારા પર હુમલો થયો, મને હેરાન અને ધમકાવવામાં આવી, અપમાનિત કરાઇ. હું પ્રાર્થના કરું કે કેમ્પસમાં અન્ય હિન્દુ સાથે આવું ક્યારેય ન થાય. જોકે, LSEમાં કરણ કટારિયા સાથે થયેલું ગેરવર્તન ખુબ જ આઘાતજનક છે.