Karwa Chauth 2023: કરવા ચોથની તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ જાણો

Karwa Chauth 2023: હિન્દુ ધર્મમાં મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનામાં અસ્ત થતા ચંદ્રના ચોથા દિવસે આવે છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર (date), બુધવારના રોજ ઉજવવામાં આવશે. તે સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.  કરવા ચોથ (Karwa Chauth 2023)ને “નિર્જલા વ્રત” […]

Share:

Karwa Chauth 2023: હિન્દુ ધર્મમાં મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનામાં અસ્ત થતા ચંદ્રના ચોથા દિવસે આવે છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર (date), બુધવારના રોજ ઉજવવામાં આવશે. તે સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. 

કરવા ચોથ (Karwa Chauth 2023)ને “નિર્જલા વ્રત” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ સૂર્યોદયથી રાત્રે ચંદ્રનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન અને પાણી બંનેનો ત્યાગ કરે છે. દિવસ દરમિયાન, મહિલાઓ કરવા ચોથની પૂજા કરે છે, વાર્તા સાંભળે છે અને ચંદ્રમાને જોઈને તેમના પતિના હાથે ભોજન અને પાણી પીને ઉપવાસ તોડે છે.   

કરવા ચોથનું શુભ મુહૂર્ત:

હિન્દુ પંચાંગ અનુસાર,આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર (date) બુધવારે છે. કરવા ચોથનો પૂજાનો સમય સાંજે 5:36 થી 6:54 સુધીનો રહેશે અને ઉપવાસનો સમય સવારે 6:33 થી 8:15 સુધીનો રહેશે. આ દરમિયાન, ચંદ્રોદયનો સમય રાત્રે 8:15 છે. ચતુર્થી તિથિ 31 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 1 નવેમ્બરે રાત્રે 9:19 વાગ્યે સમાપ્ત થશે.

વધુ વાંચો: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

Karwa Chauth 2023ની ઉજવણી

આ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. વ્રત શરૂ થયા પહેલા સાસુના હાથે સજેલી સરગી લેવામાં આવે છે. જે બાદથી કરવા ચોથ (Karwa Chauth 2023)ના વ્રતની શરૂઆત માનવામાં આવે છે. ત્યારબાદ રાત્રીના સમયે ચંદ્રદેવને જળ અર્પણ કર્યા બાદ જળ ગ્રહણ કરવામાં આવે છે અને વ્રત કરતી મહિલાઓ પાણી પીને પોતાનો ઉપવાસ તોડે છે.

કરવા ચોથના દિવસની પૂજા વિધિ

કરવા ચોથ (Karwa Chauth 2023)ના દિવસે સવારે વહેલા ઉઠો. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, વ્રતનું સંકલ્પ લો અને પૂજાની સામગ્રી તૈયાર કરો. આખો દિવસ નિર્જળા વ્રત રાખવું. માટીથી માતા ગૌરી અને ગણેશ બનાવો. માતા ગૌરીને સોહાગણની વસ્તુઓ બંગડી, ચાંદલો, ચુંદડી, સિંદૂર અર્પણ કરો. કરવામાં ઘઉં અને તેના ઢાંકણામાં ખાંડનું બુરુ મૂકો. કંકુથી કરવા પર સ્વસ્તિક બનાવો. સાંજે માતા ગૌરી અને ગણેશની પૂજા કરીને કથા સાંભળો. રાત્રે ચંદ્રને જોઈને પતિના આશીર્વાદ લો અને ઉપવાસ તોડો. 

વધુ વાંચો: દુલ્હન બનવા જઈ રહ્યા હોવ તો આમળા, બીટથી નિખારો તમારી સુંદરતા

કરવા ચોથના દિવસનું મહત્વ અને ઈતિહાસ

જ્યોતિષ અનુસાર એવી માન્યતા છે કે કરવા ચોથ (Karwa Chauth 2023)નું વ્રત રાખવાના કારણે માતા પાર્વતીને ભગવાન શિવ પતિના રૂપમાં મળ્યા હતા. આ વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યવતી માટે રાખે છે.