Karwa Chauth 2023: ઉપવાસમાં પત્નીને સાથ આપવા પતિઓએ ધ્યાનમાં રાખવી જોઈએ આ ટિપ્સ

Karwa Chauth 2023: કરાકા ચતુર્થી તરીકે પણ ઓળખાતો કરવા ચોથનો તહેવાર મોટા ભાગે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. લગ્નજીવનમાં દંપતી વચ્ચે સુમેળ વધારતા આ તહેવાર દરમિયાન સ્ત્રીઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા ઉપવાસ કરતી હોય છે. પરિણીતિ મહિલાઓ (Married women) પતિની સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે આ તહેવાર ઉજવતી હોય છે.  Karwa […]

Share:

Karwa Chauth 2023: કરાકા ચતુર્થી તરીકે પણ ઓળખાતો કરવા ચોથનો તહેવાર મોટા ભાગે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. લગ્નજીવનમાં દંપતી વચ્ચે સુમેળ વધારતા આ તહેવાર દરમિયાન સ્ત્રીઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા ઉપવાસ કરતી હોય છે. પરિણીતિ મહિલાઓ (Married women) પતિની સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે આ તહેવાર ઉજવતી હોય છે. 

Karwa Chauth 2023ની ઉજવણી

આ વર્ષે 1 નવેમ્બરના રોજ કરવા ચોથનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરે છે, મહેંદી લગાવે છે અને ધાર્મિક વિધિઓમાં સામેલ થાય છે. બાદમાં ચંદ્રોદય વખતે ચાળણીમાંથી ચંદ્રના દર્શન કરીને ઉપવાસ પૂરા કરવામાં આવે છે. પરિણીતિ મહિલાઓ (Married women) આ તહેવાર દ્વારા પોતાના પતિ માટેની અનન્ય ભક્તિ દર્શાવે છે. ત્યારે પતિઓએ પણ આ તહેવારનું મહત્વ વધારવા માટે અને પત્નીઓને સાથ આપવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. 

વધુ વાંચો… Karwa Chauth 2023: તમારા વ્હાલમ તમારાથી દૂર હોય તો મૂંઝાશો નહીં, આ રીતે કરો ઉજવણી

કરવા ચોથ વખતે પતિઓએ કરવા જોઈએ આ કામ

– સૌથી પહેલા તો તમારા જીવનસાથી ઉપવાસ શરૂ કરતા પહેલા સરગીમાં આરોગ્યપ્રદ અને આખો દિવસ ઉર્જાવાન રાખે તેવી વસ્તુઓ ખાય તે નિશ્ચિત કરો. 

– ઉપવાસ દરમિયાન થાક, માથાના દુઃખાવાથી બચવા તે હાઈડ્રેટ રહે તે જરૂરી છે માટે ઉપવાસ પહેલા તમારા પત્નીએ લસ્સી, નાળિયેર પાણી જેવા પીણાં પૂરતા પ્રમાણમાં લીધા છે કે નહીં તેની ખાતરી કરો. 

– શક્ય હોય તો આ દિવસે કામમાં રજા રાખીને તેના સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરો અને તમને પણ તેના માટે ખૂબ લાગણી છે તે દર્શાવો. 

– તેના તમામ પ્રયત્નો અને તમારા માટેના પ્રેમ બદલ આભાર વ્યક્ત કરો. 

– તમારે પણ સાથે ઉપવાસ રાખવાની જરૂર નથી પરંતુ પત્નીએ ઉપવાસ રાખ્યો છે તે વાતનું માન રાખીને તેના સામે ભોજન કરવાનું ટાળો. 

સૌથી મહત્વની બાબતો

– તમારી પત્નીએ ઉપવાસ રાખ્યો હોય તો ભોજનના સમયે તેનું મન ખાવાની વાતથી બીજી વાતમાં પરોવાય તે માટે ઈન્ટરેક્ટિવ પ્રવૃત્તિની યોજના બનાવો. તમારી ગમતી ફિલ્મો જુઓ, વાંચો, સંગીત સાંભળો અને તેને થાક ન લાગે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. 

– તમારી પત્નીને ઉપવાસ કરવા માટે દબાણ ન કરશો. જો કોઈ કારણસર તે ઉપવાસ કરવા માટે અસમર્થ હોય અથવા તો તેની ઈચ્છા ન હોય તો તેનો સાથ આપો. જો તમારા પત્ની ઉપવાસ કર્યા બાદ તેને સંપૂર્ણ રીતે પૂરા કરવા માટે તૈયાર ન જણાય તો તેને કશુંક ખવડાવો અને સમર્થન આપો. 

– આ શુભ દિવસે દલીલો, નકારાત્મકતા ટાળો અને ઘરમાં સુમેળભર્યો માહોલ જાળવવા પ્રયત્ન કરો. 

– જો તમારી પત્ની પ્રેગ્નેન્ટ હોય અથવા તો બીમાર હોય તો ડોક્ટરની પરવાનગી બાદ જ ઉપવાસ કરવા દો.