કાઝીરંગા નેશનલ પાર્ક ગજ ઉત્સવ 2023 નું આયોજન કરશે

હાથીના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કાઝીરંગા નેશનલ પાર્ક ગજ ઉત્સવ 2023 નું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને 30 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આસામના અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેની  ઉજવણી કરશે. આ બે દિવસીય ઉત્સવ 7 અને 8 એપ્રિલ, 2023 ના રોજ યોજાશે. આ કાર્યક્રમનું […]

Share:

હાથીના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કાઝીરંગા નેશનલ પાર્ક ગજ ઉત્સવ 2023 નું આયોજન કરશે.

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને 30 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આસામના અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેની  ઉજવણી કરશે. આ બે દિવસીય ઉત્સવ 7 અને 8 એપ્રિલ, 2023 ના રોજ યોજાશે. આ કાર્યક્રમનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે  7 એપ્રિલના રોજ ઉદ્ઘાટન કરાશે.

હાથીના સંરક્ષણને પ્રોત્સાહન આપવા, માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષને રોકવા, તેમના વિસ્તાર  અને રહેઠાણનું રક્ષણ કરવાનો આ પ્રોજેક્ટનો ધ્યેય છે. કાઝીરંગા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, અને અહી વાઘની સૌથી વધુ વસ્તી છે.  આસામ દેશમાં બીજા નંબરની સૌથી મોટી જંગલી હાથીઓની વસ્તી ધરાવે છે, અને મોટી સંખ્યામાં હાથીઓ પણ છે જે માનવ સંભાળ હેઠળ છે. આમ, રાજ્યને ગજ ઉત્સવ 2023ની ઉજવણી માટે સૌથી વધુ યોગ્ય માનવામાં આવે છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાથણીઓ સુરક્ષા તેમન સ્થળાંતર માર્ગોનું  અને તેમના રહેણાંકનાં વિસ્તારની સુરક્ષા માટે ભારત સરકારે 1991-1992માં પ્રોજેક્ટ હાથી શરૂ કર્યો હતો. 

આ ઉજવણી દરમ્યાન આસામના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાઝીરંગા નેશનલ પાર્કમાં જીપ અને હાથીની સફારી પ્રવાસીઓ માટે આ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. 

પ્રોજેક્ટ હાથીનું અમલીકરણ આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓરિસ્સા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી રહ્યું છે. હાલમાં ‘એલિફન્ટ રીઝર્વ’ ભારતના 16 રાજયોમાં છે, જેનો કુલ વિસ્તાર 58,000 Sq. Km. થવા જાય છે.

હાથી એ કેરળ, ઓરિસ્સા અને ઝારખંડનું અધિકૃત માન્યતા પામેલું પ્રાણી છે. હાલમાં હાથીના અસત્ત્વ સામે ભય તોળાઇ રહ્યો છે અને તેને લુપ્ત થનારી કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 

એશિયન હાથીઓની સૌથી વધારે સંખ્યા ભારતના પશ્ચિમ ઘાટમાં છે. પશ્ચિમ ઘાટ એ ભારતના જૈવવૈવિધ્યથી ભરપૂર વિસ્તારોમાંનો એક વિસ્તાર ગણાય છે. તેનો યુનેસ્કોએ વર્લ્ડ  હેરીટેજમાં સમાવેશ કર્યો છે  પ્રકૃતિની જાળવણી માટેના આંતરારાષ્ટ્રીય યુનિયને (IUCN) હમણાં જે રેડ લિસ્ટ બહાર પાડયું છે, તેમાં તેણે જણાવ્યું છે કે વન્ય વિસ્તારોમાં અને સવાન્નાઓમાં જે હાથીઓ રહેલા છે, તેમની સામે ભય ઊભો થયો છે. આ ‘સવાન્ના’ એ પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોમાં રહેલા ઘાસના મેદાનો છે. જયાં ભાગ્યે જ થોડા વૃક્ષો જોવા મળે છે.