કેદારનાથ મંદિરમાં હવે ઘરે બેઠા ડીજીટલી દાન કરી શકાશે

કેદારનાથ મંદિરની મુલાકાત લેતા દર્શનાર્થીઓ અને ઘરેથી જે દાન કરવા માંગતા શ્રધ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેઓ કેદારનાથ મંદિરમાં  Paytm QR code સ્કેન કરી  Paytm UPI અથવા  Wallet દ્વારા દાન કરી શકે છે.  One97 Communications Ltd (OCL) કંપનીની મદદથી આ શક્ય બન્યું છે. આ સુવિધા શરૂ કરવામાં આવતા Paytm સુપર એપ દ્વારા, […]

Share:

કેદારનાથ મંદિરની મુલાકાત લેતા દર્શનાર્થીઓ અને ઘરેથી જે દાન કરવા માંગતા શ્રધ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેઓ કેદારનાથ મંદિરમાં  Paytm QR code સ્કેન કરી  Paytm UPI અથવા  Wallet દ્વારા દાન કરી શકે છે. 

One97 Communications Ltd (OCL) કંપનીની મદદથી આ શક્ય બન્યું છે. આ સુવિધા શરૂ કરવામાં આવતા Paytm સુપર એપ દ્વારા, સમગ્ર ભારતમાંથી ભક્તો ઈચ્છે ત્યારે રુદ્રપ્રયાગના ઉત્તરાખંડ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરમાં દાન કરી શકે છે. 

  “ભારતમાં QR અને મોબાઇલ પેમેન્ટના પ્રણેતા Paytm એ આ સુવિધા કેદારનાથ મંદિરનાં  મુખ્ય દરવાજા નજીક ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં મુલાકાત લેતા  શ્રદ્ધાળુઓ મંદિરમાં Paytm QR કોડ સ્કેન કરી અને Paytm UPI, વૉલેટ દ્વારા ચૂકવણી કરી શકે છે. 

અમે અમારા નવીન મોબાઈલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા નાણાકીય ચૂકવણીની સેવા દેશના દરેક ખૂણે પહોંચાડવા કટિબધ્ધ હોવાનું Paytmનાં પ્રવક્તાએ જણાવ્યું હતું. દર્શનાર્થીઓ  Paytm QR કોડ સ્કેન કરી Paytm UPI દ્વારા Paytm Wallet, Paytm UPI LITE, Paytm Postpaid  દ્વારા ચુકવણી કરી શકે છે. 

આ અંગે Paytmએ જણાવ્યું કે, તેઓ  ટેક્નોલોજી આધારિત નાણાકીય સેવાઓ દ્વારા 50 કરોડ ભારતીયોને અર્થવ્યવસ્થાના  મુખ્ય પ્રવાહમાં લાવવાનું ધ્યેય ધરાવે છે. 

ચારધામ યાત્રામાં મહત્વનું સ્થાન ધરાવતા કેદારનાથ મંદિરની યાત્રા  25 એપ્રિલે શરૂ થઈ હતી, ચૌરી બારી હિમનંદના કુંડમાંથી નીકળતી મંદાકિની નદીની નજીક કેદારનાથ પર્વતની તળેટીમાં આવેલ આ મંદિર કત્યુરી શૈલીનું છે. મંદિરના આગળના ભાગમાં આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આદર્શ નમુનારૂપ મનાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેદારનાથ ધામમાં લેસર -શોનું 5 મે સુધી આયોજન કરાયું છે.  લેસર-શોમાં કેદારનાથની સ્થાપનાથી લઇને અહીંના સુપ્રસિદ્ધ તીર્થધામો દર્શાવવામાં આવશે. તો વિનાશક પૂર પહેલા અને આફત બાદના કાર્યો પણ શ્રદ્ધાળુઓને દર્શાવવામાં આવશે. આ લેસર -શો કેદારનાથ મંદિરની બહારની દિવાલો પર દર્શાવવામાં આવશે. આ ઉપરાંત કેદારનાથ ધામનું મહત્વ, ભગવાન શિવના અનેક સ્વરૂપ, શિવ મહોત્સવ, તેમજ કેદારનાથમાં પીએમ મોદીના પ્રયત્નોથી કરાયેલા કાર્યોને દર્શાવવામાં આવશે. લગભગ 30 મિનીટના લેસર શો વડે ભારતના અન્ય પ્રદેશોની સાથે દુનિયાને પણ એક સંદેશ આપવામાં આવશે કે કેદારનાથ એક અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.  મંદિરનું બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે “ઇન્ટરલોક”થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પુજાતું આવ્યું છે. રાહુલ સાંકૃત્યાયન અનુસાર તે બારમી-તેરમી સદીનું છે.