કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બૂકિંગ શરૂ

દેવોના દેવ મહાદેવના વિશ્વ પ્રસિદ્ધ ધામ કેદારનાથના કપાટ ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ ખુલશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બૂકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. હેલિકોપ્ટર માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બૂકિંગ નહીં થઇ શકે. તાજેતરમાં IRCTCએ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) સાથે એમઓયુ કર્યા […]

Share:

દેવોના દેવ મહાદેવના વિશ્વ પ્રસિદ્ધ ધામ કેદારનાથના કપાટ ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ ખુલશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બૂકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. હેલિકોપ્ટર માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બૂકિંગ નહીં થઇ શકે.

તાજેતરમાં IRCTCએ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) સાથે એમઓયુ કર્યા છે જેમાં તેને આવતા ૫ વર્ષ માટે કેદારનાથ યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર ટિકિટ બૂકિંગને હેન્ડલ કરવાની મંજૂરી આપે મળેલ છે. હેલિકોપ્ટરનું બૂકિંગ 1 એપ્રિલ 2023થી શરૂ થશે જયારે પ્રવાસ માટે રજીસ્ટ્રશન અત્યારે ચાલુ છે. રજીસ્ટ્રેશન વગર ટિકિટ ઉપલબ્ધ થશે નહીં. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા છે, પરંતુ તેના માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બૂક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બૂક કરી શકાશે. શ્રદ્ધાળુઓ માટે હેલીપેડની વ્યવસ્થા પણ એરપોર્ટ જેવી જ હશે. જેમાં હેલિપેડ પર એન્ટ્રી કરતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડિંગ પાસ કરવામાં આવશે. હેલિકોપ્ટર ઓપરેટર્સ યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા માર્ગદર્શન અથવા માર્ગદર્શિકાના સમૂહ મુજબ કામ કરશે.

સૂત્રોની માહિતી મુજબ, આ મહિનાની શરૂઆતમાં બે લાખથી વધુ ભક્તોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામ યાત્રા 22 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના ઉદઘાટન સાથે શરૂ થશે અને ત્યારબાદ કેદારનાથ 25 એપ્રિલે અને બદ્રીનાથના 27 એપ્રિલે કપાટ ખુલશે. રજીસ્ટ્રેશનની સાથે મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડશે. સરકારે લોકોને રજીસ્ટ્રેશન કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાની અપીલ કરી છે. ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, દરેક મુલાકાતીઓની નોંધણી ફરજિયાત છે. જો યાત્રીઓ પોતાના વાહનમાં જઈ રહ્યા હોય તો તેમણે પણ તેમના વાહનનું રજીસ્ટ્રેશન greencard.uk.gov.in પર કરાવવું પડશે.