Kerala blasts: 12 વર્ષીની બાળકીના શરીરનો 95% હિસ્સો સળગી ગયો હતો, પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યો ભયાવહ અનુભવ

Kerala blasts: કેરળના એર્નાકુલમમાં રવિવારના રોજ 3 તબક્કાવાર બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં મૃતઆંક 3 થઈ ગયો છે. જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની કોન્ફરન્સ દરમિયાન થયેલા આ બ્લાસ્ટમાં 2 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક 12 વર્ષીય બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. આ વિસ્ફોટમાં 50થી વધુ લોકોને ઈજાઓ […]

Share:

Kerala blasts: કેરળના એર્નાકુલમમાં રવિવારના રોજ 3 તબક્કાવાર બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં મૃતઆંક 3 થઈ ગયો છે. જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની કોન્ફરન્સ દરમિયાન થયેલા આ બ્લાસ્ટમાં 2 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક 12 વર્ષીય બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. આ વિસ્ફોટમાં 50થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે અને તે પૈકીના 6 લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક છે. 

Kerala blastsમાં 3ના મોત 

રવિવારે સવારે કેરળના કોચી ખાતે ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની ત્રિદિવસીય ઝોનલ કોન્ફરન્સના અંતિમ દિવસે પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. સવારે 9:30 કલાકે 2,500 જેટલા લોકો કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના માટે એકઠા થયા હતા અને તેમણે સૌએ પ્રાર્થના માટે આંખો બંધ કરી તેની એક મિનિટમાં જ હોલની અંદર ભયંકર વિસ્ફોટ થયો હતો. 

કેરળમાં વિસ્ફોટ (Kerala blasts)ના કારણે 2 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એર્નાકુલમના મલલયટ્ટુરમાં રહેતી લિબના નામની 12 વર્ષીય બાળકીએ રવિવારે રાતે કલામસેરી મેડીકલ કોલેજમાં દમ તોડ્યો હતો. 

હોસ્પિટલના મેડીકલ બોર્ડે જણાવ્યું કે, બાળકીને રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બ્લાસ્ટના કારણે તેના શરીરનો 95% હિસ્સો સળગી ગયો હતો. વેન્ટિલેટર સપોર્ટ આપવા છતાં તેની સ્થિતિ સતત બગડવા લાગી હતી અને આખરે મોડી રાતે 12:45 કલાકે તેણે દમ તોડ્યો હતો. 

વધુ વાંચો: ઈસાઈ કન્વેન્શન સેન્ટરમાં ધમાકામાં 3નાં મોત, 45થી વધુ ઘાયલ

વિસ્ફોટ થયો ત્યાં જ બેઠી હતી મહિલા

ઘટના સમયે કન્વેન્શન સેન્ટરમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, તેમણે 3 વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. તેઓ જ્યારે બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સમગ્ર ક્ન્વેન્શન સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. 

એક વ્યક્તિએ જણાવ્યું કે, હોલમાં એન્ટ્રી અને એક્ઝિટ માટેના 6 પોઈન્ટ છે અને તે સામે બેઠો હતો અને અચાનક જ વિસ્ફોટ થયો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. તે વિસ્ફોટ થયો તે જગ્યાની બાજુમાં જ બેઠી હતી. 

વધુ વાંચો: કેરળ બ્લાસ્ટની જવાબદારી લેનાર વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરી કહ્યું- સંગઠનની શિખામણો દેશ માટે સારી નથી

વિચારધારા પસંદ નહોતી એટલે બ્લાસ્ટ કર્યો 

ડોમિનિક માર્ટિન નામના એક શખ્સે પોલીસ સામે સરેન્ડર કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. તેના કહેવા પ્રમાણે તે પોતે પણ ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)નો સદસ્ય હતો. જોકે તેને આ ગ્રુપની વિચારધારા પસંદ નહોતી અને તે આ ગ્રુપને દેશ માટે ખતરા સમાન માનતો હતો. તેના મતે આ ગ્રુપ દેશના યુવાનોના મનમાં ઝેર ઘોળી રહ્યું હતું માટે જ તેણે બ્લાસ્ટ કર્યો હતો.