Kia  એ લોન્ચ કરી પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર

Kiaએ EV9ના રૂપમાં પોતાની પહેલી થ્રી- રૉ ઈલેક્ટ્રિક SUV કારને લોન્ચ કરી છે. જો ડિઝાઈનની વાત કરવામાં આવે તો આ EV9 કાર SUV અને MPV પ્રમાણનું મિશ્રણ આપે છે. મહત્વનું છેકે, Kiaની SUV ઈલેક્ટ્રિક કાર Kia EV9 લેન્ડ રોવર ડિફેન્ડર, BMW X5 લેન્ડ રોવર ડિસ્કવરી BMW X7 જેવી કારને ટક્કર આપશે. જેમાં 21-ઇંચ, 20-ઇંચ અથવા […]

Share:

Kiaએ EV9ના રૂપમાં પોતાની પહેલી થ્રી- રૉ ઈલેક્ટ્રિક SUV કારને લોન્ચ કરી છે. જો ડિઝાઈનની વાત કરવામાં આવે તો આ EV9 કાર SUV અને MPV પ્રમાણનું મિશ્રણ આપે છે. મહત્વનું છેકે, Kiaની SUV ઈલેક્ટ્રિક કાર Kia EV9 લેન્ડ રોવર ડિફેન્ડર, BMW X5 લેન્ડ રોવર ડિસ્કવરી BMW X7 જેવી કારને ટક્કર આપશે. જેમાં 21-ઇંચ, 20-ઇંચ અથવા 19-ઇંચ વ્હીલ્સની પસંદગી સાથે 3,100mm વ્હીલબેઝ મેળવે છે. 5,010mmની એકંદર લંબાઈની સાથે જ 1,980mm પહોળી અને 1755mm ઊંચી છે.

અલગ પ્રકારની સીટ્સ
પ્રેક્ટિકલ ફોમની વાત કરીએ તો  EV9 સાત અને છ સીટરમાં મળી જાય છે. જેમાં બીજી લાઈનમાં અલગ અલગ સીટોના વિકલ્પ મળી રહે છે. વૈશ્વિક EV મોડલ્સમાં પ્રથમ વખત બીજી લાઈનમાં ચાર સીટનો વિકલ્પો મળી રહ્યો છે. ત્રણ સીટ બેન્ચ સીટ, બેઝિક-ટાઈપ, રિલેક્સેશન-ટાઈપ અને સ્વિવલ- ટાઈપની ટુ-સીટર ઈન્ડિપેન્ડન્ટ સીટો મળી રહે છે. EV9ની ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન મોડ્યુલર E-GMP પ્લેટફોર્મ પર આધારિત છે 

બેટરી સપોર્ટ

Kia ફોર્થ જનરેશનની બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જેમાં 76.1kWh બેટરી ફક્ત રીઅર-વ્હીલ-ડ્રાઈવ સ્ટાન્ડર્ડ મોડલ સાથે ઓફર કરવામાં આવે છે, જ્યારે 99.8 kWh બેટરી રીઅર-વ્હીલ-ડ્રાઈવ લોંગ-રેન્જ અને ઓલ-વ્હીલ-ડ્રાઈવ વેરિઅન્ટ બંનેમાં ફીટ કરવામાં આવે છે.

માત્ર 6 મિનિટમાં 100kmph

તેના સૌથી શક્તિશાળી ઓલ-વ્હીલ-ડ્રાઈવ અવતારમાં, મોટર 380bhp અને 600Nm ટોર્ક બનાવે છે, જે તેને માત્ર છ સેકન્ડમાં 0 થી 100 kmph નો સમય આપે છે. Kia એક જ ચાર્જ પર 541kmની અંદાજિત WLTP રેન્જ આપે છે. એકવાર ડ્રેઇન થઈ ગયા પછી ઝડપી ચાર્જિંગને કારણે માત્ર 15 મિનિટમાં વાહનને 239 km સુધી પાવર કરવા માટે પૂરતા ચાર્જ સાથે બેટરી પેક ફરી ભરી શકાય છે.

ડિજિટલ સર્વિસિસ

Kia ટૂંક સમયમાં કનેક્ટ સ્ટોર્સ નામના સ્ટોર્સ લોન્ચ કરશે. જ્યાં ગ્રાહકો તેમની પસંદગીના ડિજિટલ ફીચર્સ ખરીદી શકશે. આ સાથે એપનો ઉપયોગ કરીને તમે વાહનમાં આપવામાં આવેલી સુવિધાઓને અપગ્રેડ કરી શકશો. 

લાઇટિંગ

આ Kia SUVમાં ફ્રન્ટ ગ્રિલ પર ડિજિટલ ટાઇગર ફેસ આપવામાં આવ્યો છે. Kia EV9 ગ્રાહકોને તેની લાઇટિંગ પેટર્ન બદલવાની પણ મંજૂરી આપે છે.

EV9ને કન્ડિશનલ લેવલ થ્રી ઓટોનોમસ ટેક્નોલોજી મળે છે. જેમાં હાઇવે ડ્રાઇવિંગ પાઇલટ ફીચરનો સમાવેશ થાય છે. તે ઓટોમેશન ડ્રાઈવિંગને સક્ષમ કરે છે. જેના કારણે ડ્રાઇવરને વાહનને કંટ્રોલ કરવાથી થોડો આરામ મળે છે. EV9 આ મહિનાના અંતમાં સિઓલ મોબિલિટી શો 2023માં ફલેશમાં ડેબ્યૂ કરશે અને એપ્રિલની શરૂઆતમાં આ વર્ષના ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ ઓટો શોમાં પ્રદર્શિત થશે.