રક્ષાબંધન પર તમારા ભાઈને રાખડી બાંધતા પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણો 

દર વર્ષે રક્ષાબંધન સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી ભાઈની સલામતી માટે રક્ષણ, સંભાળ અને પ્રાર્થનાના સંકેતનું પ્રતીક છે. તેના બદલામાં, ભાઈ બહેનનું રક્ષણ કરવાનું અને તેની સંભાળ રાખવાનું વચન આપે છે. […]

Share:

દર વર્ષે રક્ષાબંધન સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી ભાઈની સલામતી માટે રક્ષણ, સંભાળ અને પ્રાર્થનાના સંકેતનું પ્રતીક છે. તેના બદલામાં, ભાઈ બહેનનું રક્ષણ કરવાનું અને તેની સંભાળ રાખવાનું વચન આપે છે. ભાઈ અને બહેન પણ આ ધાર્મિક વિધિ પછી ભેટોની આપ-લે કરે છે અને સાથે દિવસ વિતાવે છે.

આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન એક તહેવાર છે જેની બહેનો અને ભાઈઓ સૌથી વધુ રાહ જોતા હોય છે. રક્ષાબંધનની ધાર્મિક વિધિઓ કરતી વખતે અને ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. 

રક્ષાબંધન પર શું કરવું જોઈએ 

સ્વચ્છતા: આ દિવસે સ્વચ્છતા અને સાફ-સફાઈનું ખુબ મહત્વ હોય છે કારણ કે રક્ષાબંધન એક પવિત્ર ધાર્મિક વિધિ છે અને તે એકબીજાને જોખમોથી બચાવવાના પવિત્ર વચનો પર આધારિત છે.

દિશા: રક્ષાબંધનની વિધિ કરતી વખતે ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું મુખ ક્યારેય દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ.

માથું ઢાંકવું: ધાર્મિક વિધિ કરતી વખતે, ભાઈને રૂમાલથી માથું ઢાંકવાની સલાહ આપવામાં આવે છે. તેમજ બહેને પણ સ્કાર્ફથી માથું ઢાંકવું જોઈએ.

ધાર્મિક વિધિ : ભાઈના હાથ પર રાખડી બાંધતા પહેલા, બહેનોએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ત્યારબાદ ભાઈના કપાળ પર તિલક કરવું જોઈએ અને ભગવાન ગણેશ અથવા અન્ય કોઈ પણ દેવતાને રાખડી બાંધવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.

વિવાદ: આ શુભ તહેવાર પર કોઈની સાથે ઝઘડો કે વાદ-વિવાદ ન કરવા જોઈએ. રક્ષાબંધનના તહેવાર પર કોઈને પણ અપશબ્દો બોલવાથી દૂર રહેવું જોઈએ.

રક્ષાબંધન પર શું ન કરવું જોઈએ 

રાહુ કાળ : રાહુ કાળ અથવા ભદ્રા કાળ દરમિયાન બહેનોએ રક્ષાબંધનની કોઈ પણ વિધિ ન કરવાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે અત્યંત અશુભ છે.

રાખડીની ડિઝાઈનઃ સામાન્ય રીતે ઓમ, સ્વસ્તિક અથવા કલશના ચિહ્નોની ડિઝાઈનવાળી રાખડી પસંદ કરવી જોઈએ. જો કે, બહેનોએ ડિઝાઈનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ અને રાખડી પર કોઈપણ અશુભ ચિહ્નો ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત, ધ્યાન રાખો કે રાખડી તૂટેલી ન હોવી જોઈએ. 

તીક્ષ્ણ વસ્તુઃ રક્ષાબંધન પર ભાઈએ બહેનને કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ ભેટમાં ન આપવી. બહેને રાખડી હંમેશા ભાઈના જમણા હાથે બાંધવી જોઈએ.