જાણો એકાદશીના શ્રાદ્ધ માટે પૂજાનો સમય, કઈ રીતે શ્રાદ્ધની વિધિ કરવી અને તેનું મહત્વ

9 ઓક્ટોબર, 2023ને સોમવારના રોજ એકાદશીનું (અગિયારસ) શ્રાદ્ધ છે. એકાદશીની તિથિ વખતે મૃત્યુ પામેલા પરિવારના સદસ્યો માટે એકાદશીનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ પક્ષ અથવા તો શુક્લ પક્ષની એકાદશીની તિથિનું શ્રાદ્ધ કરી શકાય છે.  હિન્દુઓમાં એકાદશી એટલે કે અગિયારસની તિથિનું ખૂબ જ મહત્વ રહેલું છે. દિવસનું આઠમું મુહૂર્ત કુતુપ કાળ કહેવાય છે અને […]

Share:

9 ઓક્ટોબર, 2023ને સોમવારના રોજ એકાદશીનું (અગિયારસ) શ્રાદ્ધ છે. એકાદશીની તિથિ વખતે મૃત્યુ પામેલા પરિવારના સદસ્યો માટે એકાદશીનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ પક્ષ અથવા તો શુક્લ પક્ષની એકાદશીની તિથિનું શ્રાદ્ધ કરી શકાય છે. 

હિન્દુઓમાં એકાદશી એટલે કે અગિયારસની તિથિનું ખૂબ જ મહત્વ રહેલું છે. દિવસનું આઠમું મુહૂર્ત કુતુપ કાળ કહેવાય છે અને શ્રાદ્ધ કર્મમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે. કુતુપ અને રૌહિન જેવા મુહૂર્ત શ્રાદ્ધની વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. હિન્દુ રિવાજ અનુસાર શ્રાદ્ધ વિધિ બપોરના સમયે કરવી જોઈએ. શ્રાદ્ધ વિધિ બાદ તર્પણ કરવાનું હોય છે. 

દ્રિક પંચાંગ અનુસાર એકાદશીનું શ્રાદ્ધ 9 ઓક્ટોબર, 2023ને સોમવારના રોજ છે. 9 ઓક્ટોબરના રોજ બપોરે 12:36 કલાકે એકાદશીની તિથિનો આરંભ થાય છે અને 10 ઓક્ટોબરના રોજ બપોરે 3:08 કલાકે તે સમાપ્ત થાય છે. 

એકાદશીના શ્રાદ્ધ માટેનો સમય

એકાદશીના શ્રાદ્ધ માટે સવારે 11:45 કલાકે કુતુપ મુહૂર્તનો આરંભ થાય છે અને 12:32 કલાકે તે સમાપ્ત થાય છે. ત્યાર બાદ બપોરે 12:32 કલાકે રૌહિન મુહૂર્તનો આરંભ થાય છે અને બપોરે 1:18 કલાકે તે સમાપ્ત થાય છે. જોકે બપોરના 1:18 વાગ્યાથી 3:38 વાગ્યા સુધી એકાદશીનું શ્રાદ્ધ કરી શકાશે.

એકાદશીના શ્રાદ્ધનું મહત્વ

હિન્દુઓમાં એવી માન્યતા છે કે, એકાદશી એ આ સમગ્ર વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે, એકાદશીએ આપણાં પૂર્વજો માટે પ્રાર્થના કરવી જોઈએ, પિતૃ તર્પણ અને પિંડદાન કરવું જોઈએ જેથી તેમને મોક્ષ મળે. જે લોકો એકાદશીની ધાર્મિક વિધિઓ કરે છે તેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસે છે તેમ કહેવામાં આવે છે. તમારા વડીલોના આશીર્વાદ લેવા અને તેમને સદગતિ મળે તે માટે આ દિવસે યોગ્ય શ્રાદ્ધ વિધિ થાય તે જરૂરી છે.

ઉપરાંત એવી પણ માન્યતા છે કે, ભગવાન વિષ્ણુ તેમને પોતાના નિવાસ સ્થાન વૈકુંઠ ધામમાં સ્થાન આપે છે. જે લોકો તેમના પાછલા જન્મના ખરાબ કર્મથી પીડાતા હોય અથવા ભગવાન યમરાજની સજા ભોગવી રહ્યા હોય તેમણે એકાદશીનું શ્રાદ્ધ કરવું જોઈએ તેવી પણ માન્યતા છે. 

એકાદશીનું શ્રાદ્ધ કરવા માટે નીચે દર્શાવેલી વિધિ અનુસરો

– વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ થવું જોઈએ. 

– ભગવાન સૂર્ય નારાયણને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ.

– બાદમાં ઘરમાં સાફ સફાઈ કરીને તેને ગંગાજળ છાંટી શુદ્ધ કરવું જોઈએ. 

– એકાદશીના શ્રાદ્ધ વખતે કાગડા, ગાય, કૂતરા અને કીડીઓને ખવડાવવું જોઈએ. 

– ઉપરાંત એકાદશીના શ્રાદ્ધ વખતે પિંડદાન કરીને જરૂરિયાત ધરાવતા લોકોને અન્ન, દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ.