PM વિશ્વકર્મા યોજના શું છે, કોને મળશે લાભ અને રજીસ્ટ્રેશન કરવાની તમામ વિગતો જાણો

PM મોદીએ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતી નિમિત્તે નવી દિલ્હીમાં PM વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી. આ યોજના પરંપરાગત હસ્તકલા અને કૌશલ્યો સાથે સંકળાયેલા કામદારોને સરકારી સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા PM મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન PM વિશ્વકર્મા યોજનાની સૌપ્રથમ જાહેરાત કરવામાં આવી હતી, આ યોજનાને 2024ની લોકસભાની […]

Share:

PM મોદીએ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતી નિમિત્તે નવી દિલ્હીમાં PM વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી. આ યોજના પરંપરાગત હસ્તકલા અને કૌશલ્યો સાથે સંકળાયેલા કામદારોને સરકારી સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા PM મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન PM વિશ્વકર્મા યોજનાની સૌપ્રથમ જાહેરાત કરવામાં આવી હતી, આ યોજનાને 2024ની લોકસભાની ચૂંટણી  પહેલાં સામાજિક રીતે પછાત સમુદાયો – ખાસ કરીને અન્ય પછાત વર્ગો સુધી પહોંચવાના સાધન તરીકે પણ જોવામાં આવે છે.

PM વિશ્વકર્મા યોજનાનો હેતુ

PM વિશ્વકર્મા યોજનામાં સરકારે 13000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ યોજનાના લાભાર્થીઓને અધતન તાલીમ પણ આપવામાં આવશે. PM વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય હાથ અને ટૂલ્સ વડે કામ કરતા કારીગરોની કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કામદારોના ઉત્પાદનોને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો પણ છે. 

PM વિશ્વકર્મા યોજનાનો લાભ

PM વિશ્વકર્મા યોજના હેઠળ, લાભાર્થીઓને વ્યાજના રાહત દરે કોલેટરલ ફ્રી એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ લોન સિવાય, ઈ-વાઉચર અથવા eRUPI દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે ₹15,000 મળશે. વધુમાં, કારીગરોને દર મહિને વધુમાં વધુ 100 ટ્રાજેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹1 નું પ્રોત્સાહન પણ મળશે.

કારીગરોએ કૌશલ્ય ચકાસણીના તબક્કામાંથી પસાર થવું પડશે અને ત્યારબાદ પાંચ દિવસના તાલીમ સત્રમાંથી પસાર થવું પડશે. 15 કે તેથી વધુ દિવસો માટે કારીગરોને તાલીમ આપવામાં આવશે અને તાલીમ સમયગાળા દરમિયાન કારીગરોને પ્રતિ દિવસ ₹ 500નું સ્ટાઈપેન્ડ મળશે.

PM વિશ્વકર્મા યોજના હેઠળ, કારીગરો અને શિલ્પકારોને PM વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે, જેમાં 5% ના રાહત વ્યાજદર સાથે ₹ 1 લાખ (પ્રથમ તબક્કામાં) અને ₹ 2 લાખ (બીજા તબક્કામાં) સુધીની ક્રેડિટ સહાય આપવામાં આવશે. 

રજીસ્ટેશન કેવી રીતે થશે?

આ યોજના માટે બાયોમેટ્રિક આયારિત PM વિશ્વકર્મા યોજનાના પોર્ટલનો ઉપયોગ કરીને કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા વિશ્વકર્મામાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે પણ આ યોજનાનો લાભાર્થી હશે. તેમને સરકાર તરફથી પ્રમાણપત્ર અને આઈડી પણ મળશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

PM વિશ્વકર્મા યોજનાના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે આધારકાર્ડ, મતદાર આઈડી કાર્ડ, બિઝનેસ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબરની વિગતો, આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવા તમામ દસ્તાવેજોની જરૂર પડશે.

આ લોકોને PM વિશ્વકર્મા યોજનાનો લાભ મળશે

PM વિશ્વકર્મા યોજના દેશભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને સહાય પૂરી પાડશે અને 18 પરંપરાગત વેપારોને પ્રારંભિક લાભાર્થી ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. જેમાં સુથાર, હોડી બનાવનારા, લુહાર, ટૂલ કીટ બનાવનારા, તાળા બનાવનારા, સોની, કુંભાર, શિલ્પકાર, પથ્થર તોડનારા, મોચી, કડિયા, પરંપરાગત રમકડા બનાવનારા, વાળંદ અને દરજીનો સમાવેશ થાય છે.