નીરજ ચોપરા પોતાને ફિટ રાખવા માટે ડાયટમાં શું ખાય છે જાણો 

નીરજ ચોપરા શરીરની ચરબીની ટકાવારી લગભગ 10% જાળવી રાખે છે, જે જેવલિન થ્રો એથ્લિટ્સ માટે યોગ્ય માનવામાં આવે છે. પરંતુ, શરીરની ચરબીની આટલી ઓછી ટકાવારી જાળવવી એ સહેલું નથી. હરિયાણાના એથ્લીટ નીરજ ચોપરા તેના ડાયટનું સખતપણે પાલન કરે છે, જેમાં ફળો અને પ્રોટીન વધુ હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે સ્નાયુઓની વૃદ્ધિને મદદ આપતા […]

Share:

નીરજ ચોપરા શરીરની ચરબીની ટકાવારી લગભગ 10% જાળવી રાખે છે, જે જેવલિન થ્રો એથ્લિટ્સ માટે યોગ્ય માનવામાં આવે છે. પરંતુ, શરીરની ચરબીની આટલી ઓછી ટકાવારી જાળવવી એ સહેલું નથી. હરિયાણાના એથ્લીટ નીરજ ચોપરા તેના ડાયટનું સખતપણે પાલન કરે છે, જેમાં ફળો અને પ્રોટીન વધુ હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે સ્નાયુઓની વૃદ્ધિને મદદ આપતા અને શરીરને ફિટ રાખવા માટે પર્યાપ્ત માત્રામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સનું સેવન કરે છે.

નીરજ ચોપરાની ફિટનેસનું સિક્રેટ

નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાની જાતને ફિટ રાખે છે. નીરજ ચોપરા તેના દિવસની શરૂઆત જ્યુસ અથવા નારિયેળ પાણીથી કરે છે. તેનો નાસ્તો હળવો રહે છે પરંતુ એકદમ હેલ્ધી હોય છે. 25 વર્ષીય યુવક ડાયટમાં ત્રણથી ચાર એગ વાઈટ, બ્રેડની બે સ્લાઈસ, એક વાટકી ફાળા અને ફળો ખાય છે.

જ્યારે બપોરના ભોજનની વાત આવે છે, ત્યારે નીરજ ચોપરાને ડાયટમાં દહીં અને ભાત, કઠોળ, ગ્રીલ્ડ ચિકન અને સલાડ સાથે ખાવાનું કહેવામાં આવે છે. ભોજનની વચ્ચે અથવા તાલીમ દરમિયાન, નીરજ ચોપરાને ડ્રાય ફ્રૂટ્સ, ખાસ કરીને બદામ અને તાજા જ્યુસ પીવાનું પસંદ છે.

રાત્રિભોજનમાં નીરજ ચોપરા ડાયટમાં હલકું ખાવાનું પસંદ કરે છે. તેમાં મોટાભાગે સૂપ, બાફેલા શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે.

પ્રોટીન એ એથ્લિટ્સ માટે ખોરાકનું મહત્વનું પોષકતત્વ છે. નીરજ ચોપરા પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ લે છે. એવા પણ અહેવાલ છે કે નીરજ ચોપરા 2016 સુધી શુદ્ધ શાકાહારી હતો, પરંતુ બાદમાં તેને તેની તાલીમ માટે તેના ડાયટમાં માંસાહારી ખોરાકનો સમાવેશ કર્યો હતો. તાજેતરમાં, તેણે સેલ્મોન માછલીનું સેવન પણ શરૂ કર્યું છે. 

નીરજ ચોપરાએ ખુલાસો કર્યો, “તે તમારા માટે સારું માનવામાં આવે છે. મેં તેને તાજેતરમાં જ ખાવાનું શરૂ કર્યું છે. જો મારે માંસાહારી ખોરાક લેવો હોય, તો મને શેકેલા સેલ્મોન ખાવાનું ગમશે.”

નીરજ ચોપરાને તેના ડાયટમાં કડક નિયમો રાખવાનું પસંદ છે, પરંતુ ક્યારે તે ડાયટમાં ચીટ મીલ પણ કરે છે. ચુરમા (રોટલી, ખાંડ અને ઘીમાંથી બનેલી હરિયાણાની વાનગી), મીઠાઈઓ અને ગોલગપ્પા એ કેટલીક વસ્તુઓ છે જેનો તે સામાન્ય રીતે ચીટ મીલ તરીકે લે છે.  

ઓલિમ્પિક ચેમ્પિયન બનવાની તેની સફરમાં નીરજ ચોપરાનો ડાયટ પ્લાન, ખાવાની ટેવ અને ફિટનેસ પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ મહત્વનો રહ્યો છે. આ ઉપરાંત, નીરજ ચોપરા જિમ વર્કઆઉટ્સમાં સ્ક્વોટ્સ, સ્નેચ અને વેઈટેડ લંગ્સ જેવા વર્કઆઉટને સામેલ કર્યા હતા.