Kochi Blast: ઈસાઈ કન્વેન્શન સેન્ટરમાં ધમાકામાં 3નાં મોત, 45થી વધુ ઘાયલ

Kochi Blast: રવિવારે સવારે કેરળના કોચી ખાતે ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની ત્રિદિવસીય ઝોનલ કોન્ફરન્સના અંતિમ દિવસે પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. સવારે 9:30 કલાકે 2,500 જેટલા લોકો કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના માટે એકઠા થયા હતા અને તેમણે સૌએ પ્રાર્થના માટે આંખો બંધ કરી તેની એક મિનિટમાં જ હોલની અંદર […]

Share:

Kochi Blast: રવિવારે સવારે કેરળના કોચી ખાતે ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની ત્રિદિવસીય ઝોનલ કોન્ફરન્સના અંતિમ દિવસે પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. સવારે 9:30 કલાકે 2,500 જેટલા લોકો કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના માટે એકઠા થયા હતા અને તેમણે સૌએ પ્રાર્થના માટે આંખો બંધ કરી તેની એક મિનિટમાં જ હોલની અંદર ભયંકર વિસ્ફોટ થયો હતો. 

Kochi Blastના સાક્ષીનું નિવેદન

કન્વેન્શન સેન્ટરમાં ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપની પ્રાર્થના સભા દરમિયાન થયેલા બ્લાસ્ટના સાક્ષી એવા 50 વર્ષીય માઈકલે જણાવ્યું કે, તેમણે ધમાકા બાદ જ્યારે આંખો ખોલી ત્યારે હોલમાં સર્વત્ર આગ અને ધુમાડો પ્રસરેલા હતા. 

હોલની વચ્ચે જ્યાં કન્સોલ રાખવામાં આવ્યું હતું ત્યાં જ વિસ્ફોટ થયો હતો. તેઓ તેનાથી 5 હરોળ દૂર હતા. માઈકલે કલામસેરીના ઝમરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરની બહાર કોચી બ્લાસ્ટ (Kochi Blast)ના લોકેશન પાસે ઉભા રહીને આ માહિતી આપી હતી. 

વધુ વાંચો: 5G Network 1 વર્ષમાં ભારતના લગભગ દરેક શહેરમાં પહોંચ્યું હોવા છતાં સમસ્યાઓનો અંત નહીં

ઘટના સ્થળે થયા હતા 2 બ્લાસ્ટ

વીકે માઈકલે જણાવ્યું કે, ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)ની કોન્ફરન્સ દરમિયાન માત્ર 2 જ સેકન્ડમાં બીજો પણ વિસ્ફોટ થયો હતો અને હોલમાં આગ, ધુમાડો વધી ગયા હતા. 

જોકે ત્યાં ઉપસ્થિત સૌ ડર્યા વગર અને અરાજકતા સર્જ્યા વગર ધીમે ધીમે બહાર નીકળવાના દરવાજા તરફ આગળ વધવા લાગ્યા હતા. માઈકલના કહેવા પ્રમાણે આવી બેઠકો દરમિયાન આયોજકો હંમેશા આગ કે બ્લાસ્ટની ઘટના વખતે શું કરવું તે અંગે પહેલેથી સૂચના આપી રાખતા હોય છે. 

વધુ વાંચો: Kerala Blastની જવાબદારી લેનાર વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરી કહ્યું- સંગઠનની શિખામણો દેશ માટે સારી નથી

3ના મોત, 45થી વધુ ઘાયલ

કોચી બ્લાસ્ટ (Kochi Blast)ની આ દુર્ઘટનામાં મૃતકઆંક 3 થઈ ગયો છે અને 45 લોકોને ઈજાઓ પહોંચી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ મામલે એક સર્વદલીય બેઠક બોલાવી છે અને એનઆઈએ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓને આ હુમલા પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. 

એક વ્યક્તિએ લીધી વિસ્ફોટની જવાબદારી

પ્રાથમિક તપાસમાં વિસ્ફોટો માટે IED ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કલામસેરી ખાતે થયેલા વિસ્ફોટ બાદ એક વ્યક્તિએ કોડાકરા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે અને પોતે આ વિસ્ફોટ કર્યો હોવાનો દાવો કર્યો છે. તેણે પોતાનું નામ ડોમિનિક માર્ટિન હોવાનું જણાવ્યું છે. 

ડોમિનિક માર્ટિને પોલીસ સામે સરેન્ડર કરતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આ વિસ્ફોટોની જવાબદારી લેતો વીડિયો પોસ્ટ કર્યો હતો. માર્ટિનના કહેવા પ્રમાણે તે 16 વર્ષથી ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપ (Christian group Jehovah’s Witnesses)નો સદસ્ય હતો. તેને એ સમુદાયના લોકો દેશવિરોધી લાગતા હતા અને તેણે સૌને બદલાવા માટે કહ્યું હતું પણ સૌએ તેની ચેતવણી નજરઅંદાજ કરી હતી. 

Tags :