Kochi blast case: કેસના એક માત્ર આરોપી ડોમિનિકની 10 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર

Kochi blast case: કેરળના કોચીમાં આવેલી પ્રિન્સિપલ સેશન્સ કોર્ટે સોમવારે એનાર્કુલમ બોમ્બ વિસ્ફોટ કેસના એકમાત્ર આરોપી ડોમિનિક માર્ટિનની 10 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. કોર્ટના જજ હની એમ. વર્ગીસે આરોપીની તપાસ કરવા માટે પોલીસ દ્વારા માંગવામાં આવેલી 10 દિવસની કસ્ટડીની અરજીને મંજૂરી આપી હતી.  કોચી બ્લાસ્ટ કેસ (Kochi blast case)ના આરોપીને 6 નવેમ્બરના રોજ […]

Share:

Kochi blast case: કેરળના કોચીમાં આવેલી પ્રિન્સિપલ સેશન્સ કોર્ટે સોમવારે એનાર્કુલમ બોમ્બ વિસ્ફોટ કેસના એકમાત્ર આરોપી ડોમિનિક માર્ટિનની 10 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. કોર્ટના જજ હની એમ. વર્ગીસે આરોપીની તપાસ કરવા માટે પોલીસ દ્વારા માંગવામાં આવેલી 10 દિવસની કસ્ટડીની અરજીને મંજૂરી આપી હતી. 

કોચી બ્લાસ્ટ કેસ (Kochi blast case)ના આરોપીને 6 નવેમ્બરના રોજ કોચીની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગત તા. 29 ઓક્ટોબરના રોજ કોચી નજીક કલામસેરીમાં ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપની ત્રિદિવસીય ઝોનલ કોન્ફરન્સના અંતિમ દિવસે પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ વિસ્ફોટમાં 4 લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. 

વધુ વાંચો: ઈસાઈ કન્વેન્શન સેન્ટરમાં ધમાકામાં 3નાં મોત, 45થી વધુ ઘાયલ

Kochi blast caseના આરોપીનો કાયદાકીય સહાય લેવા ઈનકાર

પોલીસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે તેમને આરોપીની આવકના સ્ત્રોત, આંતરરાષ્ટ્રીય જોડાણો અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરવાની જરૂર છે. સાથે જ આરોપી પાસેથી વધુ પુરાવા એકત્રિત કરવા માટે તેને ચોક્કસ સ્થળોએ લઈ જવો પડે તેમ છે.

આ દરમિયાન કોચી બ્લાસ્ટ કેસ (Kochi blast case)ના આરોપી માર્ટિને ફરી એકવાર કાનૂની સહાય તરીકે વકીલની મદદ લેવાનો ઈનકાર કર્યો હતો. અગાઉ 31 ઓક્ટોબરના રોજ માર્ટિનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બ્લાસ્ટ કેસના આરોપી માર્ટિન સામે કલમ 302 (હત્યા માટેની સજા) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 3 ઉપરાંત, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની સંબંધિત કલમો પણ લાગુ કરવામાં આવી છે.

બોમ્બ બ્લાસ્ટ બાદ આત્મસમર્પણ

પોલીસે ઔપચારિક રીતે માર્ટિનની ધરપકડની નોંધ કરી હતી કારણ કે તેણે 29 ઓક્ટોબરના રોજ થયેલા વિસ્ફોટોના થોડા કલાકો બાદ આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિના થોડા કલાકો પહેલાં માર્ટિને પોતે શા માટે આ પગલું ભર્યું તેનું કારણ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. 

માર્ટિનના કહેવા પ્રમાણે તે પોતે પણ ઈસાઈઓના જિહોવા વિટનેસ ગ્રુપનો સદસ્ય હતો. જોકે તેને આ ગ્રુપની વિચારધારા પસંદ નહોતી અને તે આ ગ્રુપને દેશ માટે ખતરા સમાન માનતો હતો. તેના મતે આ ગ્રુપ દેશના યુવાનોના મનમાં ઝેર ઘોળી રહ્યું હતું માટે જ તેણે બ્લાસ્ટ કર્યો હતો.

ઘટના સમયે કન્વેન્શન સેન્ટરમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, તેમણે 3 વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. તેઓ જ્યારે બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સમગ્ર ક્ન્વેન્શન સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.