27મી ઓગષ્ટ સુધી લંબાઈ શકે છે ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3નું લેન્ડિંગ, જાણો કારણ

ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 બુધવારે 23 ઓગષ્ટના રોજ સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. પરંતુ જો સંજોગોવશાત પરિસ્થિતિ અનુકૂળ નહીં આવે તો ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના લેન્ડિંગને આગામી 27 સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. રશિયાનું લૂના-25 સ્પેસક્રાફ્ટ (Luna-25) ચંદ્ર પર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. આ સંજોગોમાં ભારતીય […]

Share:

ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 બુધવારે 23 ઓગષ્ટના રોજ સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. પરંતુ જો સંજોગોવશાત પરિસ્થિતિ અનુકૂળ નહીં આવે તો ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના લેન્ડિંગને આગામી 27 સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

રશિયાનું લૂના-25 સ્પેસક્રાફ્ટ (Luna-25) ચંદ્ર પર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. આ સંજોગોમાં ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 દ્વારા ભારત સૌથી પહેલા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચી શકે છે. ચંદ્રયાન-3ને 23 ઓગષ્ટના રોજ સાંજે 6:04 કલાકે 25 કિમીની ઉંચાઈએથી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જોકે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે જો 23 ઓગષ્ટના રોજ લેન્ડર મોડ્યુઅલમાં કોઈ મુશ્કેલી જણાશે તો 23 ઓગષ્ટના બદલે 27 ઓગષ્ટના રોજ ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3નું લેન્ડિંગ કરાવવામાં આવશે. 

ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 અંગે ઈસરો અધિકારીનું નિવેદન

અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઈસરો (Space Applications Centre-ISRO)ના ડાયરેક્ટર નીલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગેનો નિર્ણય લેન્ડર મોડ્યુઅલની સ્થિતિ અને ચંદ્રની સ્થિતિને આધીન લેવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, “23 ઓગષ્ટે ચંદ્રયાન3ના ચંદ્ર પરના ઉતરાણના 2 કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુઅલની સ્થિતિ અને ચંદ્રની સ્થિતિના આધાર પર તે સમયે લેન્ડિંગ યોગ્ય રહેશે કે નહીં તેનો નિર્ણય લઈશું. જો કોઈ પરિબળ અનુકૂળ નહીં જણાય તો અમે લેન્ડિંગ સ્થગિત કરી દઈશું અને 27મી ઓગષ્ટના રોજ લેન્ડિંગ કરાવવામાં આવશે. જોકે હાલ મને લાગે છે ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં આવે. આપણે 23મી ઓગષ્ટે જ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડિંગ કરાવવામાં સફળતા મેળવીશું.”

ફાઈનલ ડીબૂસ્ટિંગ ઓપરેશન પૂર્ણ

આના પહેલા ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડીબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાતે 1:50 કલાકે પૂર્ણ થયું હતું. તે ઓપરેશન બાદ લેન્ડર અને ચંદ્ર વચ્ચેનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી રહ્યું છે. ડીબૂસ્ટિંગમાં સ્પેસક્રાફ્ટની સ્પીડ ઘટાડવામાં આવે છે. 

ઈસરો દ્વારા ચંદ્રની ફાર સાઈડ એટલે કે એવા વિસ્તારની તસવીર શેર કરવામાં આવી છે જે પૃથ્વી પરથી કદી નથી જોઈ શકાયો. આ તસવીરોને ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3માં લાગેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા ગત 19 ઓગષ્ટના રોજ લેવામાં આવી હતી. 

ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડરનું સ્વાગત

ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન મિશન-2ના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન સ્થપાયું છે. ટુ-વે કોમ્યુનિકેશન સ્થાપિત થયા બાદ ઓર્બિટરે લેન્ડરને ‘સ્વાગત છે મિત્ર!’ કહ્યું હતું. હાલ ચંદ્ર પર રાત્રિ ચાલે છે અને 23મી તારીખે સૂર્યોદય થશે. ચંદ્રયાન-3ના લેન્ડર-રોવર બંને પાવર જનરેટ કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરશે માટે લેન્ડિંગ માટે એ દિવસ નક્કી કરાયો છે