Google Flights પર સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધવા માટેની 3 ટિપ્સ જાણો

તમે આવનારા તહેવારોની સિઝનમાં અથવા વર્ષના કોઈપણ સમયે ફ્લાઈટ પર નાણાં બચાવવા માંગતા હોવ, તો શ્રેષ્ઠ ટિપ્સમાંની એક છે થોડું આયોજન કરવું. થોડું આયોજન કરવાથી તમે સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધી શકો છો. Google Flights તમને ‘સસ્તી ફ્લાઈટ ટિકિટ’ શોધવામાં મદદ કરવા માટે સુવિધાઓ પ્રદાન કરે છે. જ્યારે તમે ફ્લાઈટ શોધો છો, ત્યારે Google Flights “શ્રેષ્ઠ […]

Share:

તમે આવનારા તહેવારોની સિઝનમાં અથવા વર્ષના કોઈપણ સમયે ફ્લાઈટ પર નાણાં બચાવવા માંગતા હોવ, તો શ્રેષ્ઠ ટિપ્સમાંની એક છે થોડું આયોજન કરવું. થોડું આયોજન કરવાથી તમે સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધી શકો છો. Google Flights તમને ‘સસ્તી ફ્લાઈટ ટિકિટ’ શોધવામાં મદદ કરવા માટે સુવિધાઓ પ્રદાન કરે છે. જ્યારે તમે ફ્લાઈટ શોધો છો, ત્યારે Google Flights “શ્રેષ્ઠ ફ્લાઈટ” દ્વારા પરિણામોને આપમેળે શોર્ટલિસ્ટ કરે છે, જે કિંમત, સમય અને અન્ય પરિબળોના આધારે શ્રેષ્ઠ મૂલ્ય દર્શાવે છે. 

સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધવા માટેના અન્ય સાધનો

પ્રાઈસ ગ્રાફનો ઉપયોગ કરો

હવે Google Flights પર, યુઝર્સ જોઈ શકે છે કે તેમની શોધ માટેની વર્તમાન કિંમતો સમાન રૂટ માટે અગાઉની સરેરાશ કરતાં ઓછી, સામાન્ય અથવા વધારે છે. જો કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે, તો તમને સૂચનાઓ પ્રાપ્ત થશે. તમે ચોક્કસ તારીખો માટે ટ્રેકિંગ સેટ કરી શકો છો અથવા આગામી ત્રણથી છ મહિનામાં સોદા વિશે સૂચનાઓ મેળવવાનું પસંદ કરી શકો છો. આ સુવિધા તમને સતત તપાસ કર્યા વિના કિંમતમાં થતા ફેરફારો વિશે અપડેટ રહેવામાં મદદ કરે છે.

પ્રાઈસ ટ્રેકિંગ શરૂ કરો

જો તમે ફ્લાઈટ બુકિંગ કરતા પહેલા ઓછા ભાડાની રાહ જોવા માંગતા હો, તો પ્રાઈસ ટ્રેકિંગ મદદ કરી શકે છે. જ્યારે તમે પ્રાઈસ ટ્રેકિંગને શરૂ કરો છો, ત્યારે તે તમને જાણ કરશે કે ક્યારે ફ્લાઈટના ભાવ નોંધપાત્ર રીતે ઘટશે. તમે ચોક્કસ તારીખો માટે ટ્રેકિંગ સેટ કરી શકો છો, જેમ કે તમારા બાળકની શાળાની રજાઓ અથવા ઓક્ટોબરમાં આગામી લાંબા સપ્તાહના અંતમાં અથવા, જો તમે વધુ નિશ્ચિત ન હોવ તો તમે આગામી ત્રણથી છ મહિનામાં કોઈપણ સમયે ડીલ વિશે ઈ-મેઈલ પ્રાપ્ત કરવા માટે “કોઈપણ તારીખ” માટે પ્રાઈસ ટ્રેકિંગ શરૂ કરી શકો છો. આ સુવિધાને શરૂ કરવા માટે, ખાતરી કરો કે તમે તમારા Google એકાઉન્ટમાં લોગ ઈન છો. ત્યાં એક ‘તારીખ ગ્રીડ’ પણ છે જે તારીખ પ્રમાણે કિંમતો દર્શાવે છે.

જ્યારે તમે સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધી રહ્યા હોવ, ત્યારે તમને બેજ મળી શકે છે. આ બેજનો અર્થ એ છે કે Google ને વિશ્વાસ છે કે વર્તમાન ભાડું ફ્લાઈટ પહેલાં સૌથી ઓછું હશે. જો તમે આ દ્વારા કોઈ એક ફ્લાઈટ બુક કરો છો અને કિંમતમાં ઘટાડો થશે, તો Google તમને Google Pay દ્વારા રિફંડ કરશે.  

ફિલ્ટર્સનો ઉપયોગ કરો
વપરાશકર્તાઓ વિવિધ શ્રેણીઓમાં ફિલ્ટર્સનો ઉપયોગ કરીને સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધી શકે છે. આમાં શામેલ છે: સ્ટોપ્સ, એરલાઈન્સ, સામાન મર્યાદા, દિવસનો સમય, કનેક્ટિંગ એરપોર્ટ અને સમયગાળો.