LICના ADO ઇન્ટરવ્યુનાં પરિણામ જાહેર 

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસર (ADO) પરીક્ષા 2023 માટે લેવાયેલા ઈન્ટરવ્યુનાં પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ licindia.in પર પરિણામ જોઈ શકે છે. ભારતીય જીવન વીમા નિગમે તેના દ્વારા લેવાયેલી એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરનાં લીધેલા ઈન્ટરવ્યુના પરિણામ 27 જૂને જાહેર કર્યા છે અને જે ઉમેદવારો એ આ અંતિમ તબક્કાની પરીક્ષામાં હાજર […]

Share:

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસર (ADO) પરીક્ષા 2023 માટે લેવાયેલા ઈન્ટરવ્યુનાં પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ licindia.in પર પરિણામ જોઈ શકે છે.

ભારતીય જીવન વીમા નિગમે તેના દ્વારા લેવાયેલી એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરનાં લીધેલા ઈન્ટરવ્યુના પરિણામ 27 જૂને જાહેર કર્યા છે અને જે ઉમેદવારો એ આ અંતિમ તબક્કાની પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ તેમની પસંદગી અંગેના પરિણામ ચકાસી શકે છે.

પરિણામ સત્તાવાર વેબસાઇટ licindia.in પર જાહેર કરાયા છે. LIC ADO નું પરિણામ ચકાસવા માટે ઉમેદવારે તેનો નોંધણી નંબર, રોલ નંબર અને પાસવર્ડ અથવા તેની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. 

પગલું 1 – જીવન વીમા નિગમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. 

પગલું 2 -આ માટે વેબસાઇટ પર જઈ કેરિયર પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 3 -એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની ભરતી 22-23 શોધો.

પગલું 4 – ત્યાર બાદ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસર ઇન્ટરવ્યૂ પરિણામ 2023 શોધો.

પગલું 5 – પરિણામ પર ક્લિક કરી તેમાં માંગવામાં આવેલી વિગતો જેમકે, નોંધણી નંબર, રોલ નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખ દાખલ કરો. 

પગલું 6 – આ પરિણામ PDF ફોર્મેટમાં છે આથી ડાઉનલોડ બટન દબાવી અથવા આપેલી લિન્ક પર ક્લિક કરી ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

 તેનો ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિંટ આઉટ લો. આ પગલાંને અનુસરીને તમે LIC ADOનું પરિણામ જોઈ શકો છો. તેમજ તમારી એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે કે કેમ તે શોધી શકશો. 

સમગ્ર દેશમાં ભરતી અભિયાનનાં ભાગરૂપે 9394 એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની ખાલી જગ્યા ભરાશે. અગાઉ તેની પ્રિલિમ લેવામાં આવી હતી અને પછી મેઈન્સની પણ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. તેમાં પાસ થયેલા ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. તમે આ મેગા ઈવેંટ ચૂકી ના જાઓ તે માટે LIC વેબસાઈટની મુલાકાત લો. 

ભારતીય જીવન વીમા નિગમ (જે LIC તરીકે વધુ જાણીતી છે) ભારત સરકારની માલિકીની જીવન વીમા અને રોકાણ વ્યવસ્થાપન કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. ભારતની તે સૌથી મોટી વીમા કંપની છે.