ભરઉનાળે વાતાવરણમાં પલટો : વીજળી પડવાથી અનેકના મોત

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઉનાળામાં જ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. વિવિધ જગ્યાએ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં વીજળી પડવાથી મોત થવાની ઘટના નોંધાઈ છે, જેમાંથી એક પાટણમાં રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે નોંધાઈ છે. જેમાં, ભોગ બનનાર સંદીપ પ્રજાપતિ અને તેના ત્રણ મિત્રો તેમના […]

Share:

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઉનાળામાં જ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. વિવિધ જગ્યાએ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં વીજળી પડવાથી મોત થવાની ઘટના નોંધાઈ છે, જેમાંથી એક પાટણમાં રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે નોંધાઈ છે. જેમાં, ભોગ બનનાર સંદીપ પ્રજાપતિ અને તેના ત્રણ મિત્રો તેમના ઘર ગઢ મડાણાથી પાટણ સ્કીન સ્પેશ્યાલિસ્ટને મળવા ગયા હતા જે થોડા કલાકો માટે હાજર નહીં હોવાથી સંદીપ અને તેના મિત્રોએ પાટણની રાણીની વાવની મુલાકાત લેવાનું વિચાર્યું હતું. આ દરમિયાન જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદ ચાલુ થયો હતો. સંદીપ અને તેના મિત્રોએ લીમડાના ઝાડ નીચે આશરો લીધો હતો. જ્યાં વીજળી પડતાંની સાથે જ સંદીપનું મોત થયું હતું જયારે તેનો મિત્ર ગંભીર રીતે દાઝી ગયો હતો.  તેને પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં જ સંદીપની સગાઈ થઈ હતી જ્યારે તેનો મિત્ર રોહિત મેવાડા પરિણીત છે. 

બીજી એક ઘટનામાં પાલનપુરથી 20 કિમી દુર શાંતિધરણી નગર પાસે રમી રહેલા 15 વર્ષના જયસિંહ દેવુંસિંહ પર વીજળી પડતા તેનું મોત થયું હતું.

અમરેલી જિલ્લામાં પણ 70 વર્ષીય કચરા પડસાલિયા કે જે સવારકુંડલાનાં સકરપારા ગામના રહેવાસી  હતા તેઓ તેમના પશુ ચરાવવા નીકળ્યા હતા અને વીજળીનો ભોગ બન્યા હતા. 

અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને ખાસ કરીને ખાંભા ગીર વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વધુ વરસાદ નોંધાયો હતો. 

રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. કચ્છમાં ભુજ, અંજાર, કાવડા અને માધાપૂરમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. પાટણના હારીજમાં અનાજ બજારમાં પણ નુક્શાનના અહેવાલ સામે આવ્યા છે. જેમાં, હજારો અનાજની બોરીઓ ખુલ્લામાં પડી હોવાને કારણે વરસાદના પાણીથી ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા મહિનામાં અનેક સ્થળોએ વરસાદને કારણે અનેક ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે અને તૈયાર પાક વરસાદમાં પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોને કરોડોનું નુકશાન થઈ રહ્યું છે. સાથે જ વીજળી પડવાની ઘટનાઓ સામે આવતા અનેક લોકોના મોત થઈ રહ્યા છે. આ કુદરતી કહેર ક્યારે રોકાશે તેનો કોઈ અંદાજ નથી. હવામાન વિભાગે અગાઉ જ આ આવનાર વરસાદની આગાહી કરી હતી જે સાચી સાબિત થઈ છે.