લોકેટ ચેટર્જી એ મણિપુર જેવી ઘટના પશ્ચિમ બંગાળમાં બનતા ચિંતા વ્યક્ત કરી  

પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય લોકેટ ચેટર્જી શુક્રવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમના આંખમાં આંસુ સરી પડ્યા હતા. મણિપુરમાં જ્યાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી આ ઘટનાની નિંદા કરતા લોકેટ ચેટર્જીએ કહ્યું, “મણિપુર જેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં પણ છે.” પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહેલા ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી, પશ્ચિમ બંગાળ […]

Share:

પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય લોકેટ ચેટર્જી શુક્રવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમના આંખમાં આંસુ સરી પડ્યા હતા. મણિપુરમાં જ્યાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી આ ઘટનાની નિંદા કરતા લોકેટ ચેટર્જીએ કહ્યું, “મણિપુર જેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં પણ છે.”

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહેલા ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી, પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન અને પછી કથિત કપડા ઉતારવા સહિત મહિલાઓ સામેના ઘૃણાસ્પદ અપરાધોના સંખ્યાબંધ કેસોને યાદ કરીને રડતા જોવા મળ્યા હતા.

લોકેટ ચેટર્જી આ ઘટનાઓ વિશે જણાવ્યું કે “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક મહિલા હોવા છતાં ચૂપ છે. તમે અમને કહો કે અમે ક્યાં જઈશું. અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી દીકરીઓ બચી જાય.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે પણ દેશની દીકરીઓ છીએ. પશ્ચિમ બંગાળ પણ દેશનો જ ભાગ છે.” 

લોકેટ ચેટર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, અને તેમના પર તાજેતરમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાનો આરોપ લગાવ્યો.

કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની વાર્ષિક ‘શહીદ દિવસ’ રેલીને સંબોધતા, પાર્ટીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મણિપુરની સ્થિતિને લઈને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સામે ટીકા કરી હતી. બીજેપી નેતાએ કહ્યું કે રાજ્યમાં મહિલાઓને “નગ્ન” કરાવવામાં આવી રહી છે ત્યારે  મમતા બેનર્જી ‘શહીદ દિવસ’ મનાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના બીજેપીના વડા સુકાંત મજુમદારે પણ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે મણિપુરમાં જે ગુનાઓ થયા હતા તેવા જ ગુનાઓ બંગાળમાં પણ થઈ રહ્યા છે.

સુકાંત મજુમદારે શુક્રવારે કહ્યું, “અમે મણિપુરની ઘટનાની નિંદા કરીએ છીએ, તે એક દુઃખદ ઘટના છે, એક મહિલા ભાજપ કાર્યકરને નગ્ન અવસ્થામાં પરેડ કરવામાં આવી હતી, શું તે મણિપુરની ઘટના કરતા ઓછું દુ:ખદ છે? અહી તફાવત એ છે કે આ ઘટનાનો કોઈ વીડિયો નથી કારણ કે મમતા બેનર્જીની પોલીસ હવે તેને રેકોર્ડ કરવાની મંજૂરી આપશે.” ભાજપના બે નેતાઓએ આક્ષેપ કર્યો કે પશ્ચિમ બંગાળમાં તાજેતરની પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં એક મહિલાના કપડા ઉતારવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

બંને નેતાઓએ મણિપુરની ઘટનાની નિંદા કરી હતી અને પૂછ્યું હતું કે શું પશ્ચિમ બંગાળમાં આ ગુનાઓના વીડિયો વાયરલ થવાની જરૂર છે જેથી લોકો ત્યાંની પરિસ્થિતિ પર ધ્યાન આપે. તેમણે એવો દાવો હતો કે એક TMC નેતા આ હુમલામાં સામેલ હતા.