Lunar Eclipse: વર્ષનું અંતિમ ગ્રહણ જોવાનો સમય અને રીત જાણો

Lunar Eclipse: ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે બનતી રહે છે. 2023ના વર્ષમાં અત્યાર સુધીમાં 3 ગ્રહણ થઈ ચુક્યા છે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) હતું અને તે 20મી એપ્રિલના રોજ જોવા મળ્યું હતું. તે પૂર્ણ સૂર્ય ગ્રહણ હતું. ત્યાર બાદ 5-6 મેની રાતે પ્રથમ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) […]

Share:

Lunar Eclipse: ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે બનતી રહે છે. 2023ના વર્ષમાં અત્યાર સુધીમાં 3 ગ્રહણ થઈ ચુક્યા છે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) હતું અને તે 20મી એપ્રિલના રોજ જોવા મળ્યું હતું. તે પૂર્ણ સૂર્ય ગ્રહણ હતું. ત્યાર બાદ 5-6 મેની રાતે પ્રથમ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) જોવા મળ્યું હતું અને તે ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ હતું. ત્યારે ઓક્ટોબર મહિનામાં 15 દિવસના અંતરાલમાં વર્ષના બીજા સૂર્ય ગ્રહણ બાદ હવે ચંદ્ર ગ્રહણ પણ જોવા મળશે.

વધુ વાંચો: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો શું થશે તેની અસર

Lunar Eclipseની તારીખ

ઓક્ટોબર મહિનામાં 14મી તારીખે વલયાકાર સૂર્ય ગ્રહણ સર્જાયુ હતું. ત્યાર બાદ હવે 28-29 ઓક્ટોબરની રાત્રિએ આંશિક ચંદ્ર ગ્રહણ સર્જાશે. વલયાકાર સૂર્ય ગ્રહણ (Solar Eclipse)ને રિંગ ઓફ ફાયર પણ કહે છે કારણ કે આ સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. 

ચંદ્રમા પૃથ્વીથી સામાન્ય કરતા વધારે અંતરે હોય છે માટે તેમનું કદ નાનું લાગે છે અને સૂર્યની ચારે બાજુ એક રિંગ બની જાય છે. તેને રિંગ ઓફ ફાયર એટલે કે આગની રિંગ કહે છે. આંશિક ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચેથી પસાર થાય છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક જ લાઈનમાં આવે છે માટે ચંદ્ર ગ્રહણ જોવા મળે છે. 

ચંદ્ર ગ્રહણનો સમય, ક્યાં દેખાશે

28 ઓક્ટોબર, 2023ના રોજ રાત્રે 11:31 વાગ્યે ચંદ્ર ગ્રહણની શરૂઆત થશે અને 29 ઓક્ટોબર, 2023ના રોજ વહેલી સવારે 3:36 વાગ્યે તે સમાપ્ત થશે. જ્યારે ચંદ્ર ભારતીય સમયાનુસાર 01:06 અને 02:23 વાગ્યાની વચ્ચેના સમયમાં પૃથ્વીના પડછાયામાંથી પસાર થશે ત્યારે આંશિક ચંદ્ર ગ્રહણ સર્જાશે. આ ચંદ્ર ગ્રહણ એશિયા, રશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓશનિયા સહિત જ્યાં પણ ચંદ્ર ક્ષિતિજની ઉપર હશે ત્યાંથી જોવા મળશે. તે નવી દિલ્હીથી દક્ષિણ-પશ્ચિમ આકાશમાં દેખાશે.

વધુ વાંચો: ISRO પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ 21 ઓક્ટોબરે લોન્ચ કરશે

ચંદ્ર ગ્રહણ કેવી રીતે જોવું

તમારા વિસ્તારમાં ચંદ્ર ગ્રહણ ક્યારે અને કયા સમયે જોવા મળશે તેની ચોક્કસ માહિતી મળ્યા બાદ એવી જગ્યાએ પહોંચી જાવ જ્યાંથી આકાશ સરખી રીતે જોઈ શકાય. આ માટે જ્યાં લાઈટનો પ્રકાશ નડે નહીં તેવા પાર્ક કે શહેરથી દૂર ખુલ્લા મેદાન પસંદ કરો અને બાઈનોક્યુલર્સ કે ટેલિસ્કોપ વડે ચંદ્ર ગ્રહણ નિહાળવાની મજા માણો. સામાન્ય રીતે આંશિક ચંદ્ર ગ્રહણ નરી આંખે પણ જોઈ શકાતું હોય છે પરંતુ ક્લોઝર લુક મેળવવા માટે બાઈનોક્યુલર્સ કે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો જોઈએ.