લિરિડ ઉલ્કાપિંડની વર્ષા 15 એપ્રિલથી જોઈ શકાશે

લિરિડ ઉલ્કાપિંડ વર્ષા આગામી સપ્તાહથી આકાશમાં જોઈ શકાશે.  તારાઓના લીરા નક્ષત્રના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે આમ તો 15 મીથી ચાલુ થશે પણ સૌથી વધુ તે 21 એપ્રિલની રાતના અને 22 મિનિ વહેલી સવારે જોઈ શકાશે. સૌરમંડળમાં વેરાયેલા નાનાથી મોટા કદના ભંગારનાં કણો જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈને આવે તે વાતાવરણમાં ઘર્ષણને કારણે […]

Share:

લિરિડ ઉલ્કાપિંડ વર્ષા આગામી સપ્તાહથી આકાશમાં જોઈ શકાશે.  તારાઓના લીરા નક્ષત્રના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે આમ તો 15 મીથી ચાલુ થશે પણ સૌથી વધુ તે 21 એપ્રિલની રાતના અને 22 મિનિ વહેલી સવારે જોઈ શકાશે. સૌરમંડળમાં વેરાયેલા નાનાથી મોટા કદના ભંગારનાં કણો જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈને આવે તે વાતાવરણમાં ઘર્ષણને કારણે પ્રકાશિત દેખાય છે તેને  જ ઉલ્કાપિંડ કહેવાય છે. આપણે તેને સામાન્ય ભાષામાં ખરતા તારા કે ઉલ્કાપાત પણ કહી છીએ. 

આ લિરિડ ઉલ્કાપિંડની વર્ષા ન માત્ર સામન્ય જનતા પણ જેઓ તારા અને અવકાશને લગતી બાબતોમાં રસ ધરાવે છે તેમને  માટે બહુમૂલ્ય લ્હાવો બની રહેશે. 

લિરિડ મીટિઅર શાવર 15 એપ્રિલ, શનિવારની શરૂઆતમાં રાત્રિના આકાશમાં દેખાશે. 15 એપ્રિલથી 29 એપ્રિલ સુધી આકાશી નજારો જોઈ શકાશે. 

સ્મિથસોનિયન મેગેઝિન જણાવે છે કે  પ્રતિ કલાક લગભગ 18 ઉલ્કાઓ જોવા મળી  શકે છે.

નાસાના કહેવા અનુસાર, લિરિડસ તેની ઝડપ અને તેજસ્વી ઉલ્કા માટે જાણીતા છે. તે તેઓ પસાર થાય ત્યારે ધૂળની લાંબી સેર છોડતા નથી પણ અગનગોળાની માફક તેજસ્વી પ્રકાશ છોડે છે. છેલ્લાં 2700 વર્ષથી આ લિરિડ ઉલ્કા જોવામાં આવે છે અને રાત્રિ દરમ્યાન આકાશમાંથી પસાર થાય ત્યારે પ્રકાશિત  પગદંડી છોડવા માટે જાણીતા છે. આ ધૂમકેતુને લાંબાગાળાના ધૂમકેતુ તરીકે વર્ગીકૃત કારાયું છે અને તેને એકવાર સૂર્યની પરિક્રમા કરવામાં 415 વર્ષ લાગે છે. 

દરરોજ અંદાજે 2.5 કરોડ ઉલ્કા, નાની ઉલ્કા અને અન્ય અવકાશ કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેના પરિણામે દર વર્ષે અંદાજે ૧૫,૦૦૦ ટન પદાર્થ વાતાવરણમાં પ્રવેશ કરે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રાત્રે આકાશમાં રહસ્યમય ચમકતી રોશની જોવા મળી હતી. અત્યંત ઝડપથી અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલની લાગણી જોવા મળી હતી.

આટલું જ નહીં કેટલાંક સંશોધનો કહે છે કે પૃથ્વી અને મંગળ વચ્ચે સૂર્યનું ચક્કર લગાવનાર ઉલ્કાપિંડ રીયૂગૂ પર જીવન શક્ય કરનાર તત્વ મળ્યા છે. આ ઉલ્કાપિંડ સૌર મંડળથી પણ જૂનું છે એટલે કે સૌર મંડળ બન્યા પહેલાથી આ હાજર છે. આમ ઉલ્કાપિંડને લઈને લોકોનાં કુતૂહલ વધતાં જ જાય છે અને આગામી સપ્તાહે આ ઉલ્કાવર્ષા જોવી રસપ્રદ બની રહેશે.