મધ્યપ્રદેશમાં એક વ્યક્તિએ આદિવાસી પર પેશાબ કરતાં ધરપકડ કરાઇ 

મધ્યપ્રદેશમાં  એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર પેશાબ કરતાં તેની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં પ્રવેશ શુક્લા તરીકે ઓળખાતો આ વ્યક્તિ જમીન પર બેઠેલા આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતી વખતે સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ વીડિયોએ રાજ્યમાં રાજકીય વિવાદ ઉભો […]

Share:

મધ્યપ્રદેશમાં  એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર પેશાબ કરતાં તેની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં પ્રવેશ શુક્લા તરીકે ઓળખાતો આ વ્યક્તિ જમીન પર બેઠેલા આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતી વખતે સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ વીડિયોએ રાજ્યમાં રાજકીય વિવાદ ઉભો કર્યો હતો, જેના કારણે મુખ્યપ્રધાન  શિવરાજ સિંહ ચૌહાણે તેની સામે કડક પગલાં ભરતાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, શુક્લા ધરપકડથી બચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહ્યો હતો, અંતે તેને મોડી રાતે 2 વાગ્યે પકડવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, SC/ST એક્ટ અને IPCની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસના ભાગરૂપે શુક્લાની પત્ની અને માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કરોનદી  ગામના 36 વર્ષીય દશમત રાવતને  પોલીસ દ્વારા પૂછપરછ માટે લાવવામાં આવ્યો ત્યારે તેણે આ વિડિયોને નકલી ગણાવ્યો હતો. 

આ અંગેની તૈયાર કરાયેલી એફિડેવિટમાં  જણાવ્યું હતું કે આ વીડિયો નકલી છે અને શુક્લાને ખોટા કેસમાં ફસાવવા માટે બનાવવામાં આવ્યો હતો. જો કે, સૂત્રો કહે છે કે એફિડેવિટ કથિત રીતે દબાણ હેઠળ તૈયાર કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈ સત્તાવાળાઓને સબમિટ કરવામાં આવી નથી.

પ્રવેશ શુક્લાના શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) સાથેના કથિત સંબંધોને કારણે  વિરોધ પક્ષ કોંગ્રેસને વધુ પ્રોત્સાહન આપ્યું છે, જેમણે દાવો કર્યો હતો કે આ આઘાતજનક ઘટના મધ્યપ્રદેશમાં આદિવાસી લોકો સામેની હિંસાની વ્યાપક સમસ્યા દર્શાવે છે. 

 મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે જણાવ્યું કે, “રાજ્યના સિધી જિલ્લાના એક આદિવાસી યુવક પર પેશાબ કરતા અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. સંસ્કારી સમાજમાં આદિવાસી સમુદાયના યુવાનો સાથે આવા ઘૃણાસ્પદ કૃત્ય માટે કોઈ સ્થાન નથી. આ ઘટનાએ સમગ્ર મધ્યપ્રદેશને શરમમાં મુકી દીધું છે..દોષિત વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ અને મધ્ય પ્રદેશમાં આદિવાસીઓ પર થતા અત્યાચાર બંધ કરવા જોઈએ,”

સિધીના બીજેપી ધારાસભ્ય કેદારનાથ શુક્લા અને રીવાના બીજેપી ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા સાથેની આરોપીઓની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જો કે, પાર્ટીએ તેની સાથે કોઈ સંબંધ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેદારનાથ શુક્લાએ કહ્યું, “હું તેમને ઓળખું છું કારણ કે તે મારા મતવિસ્તારમાંથી છે, પરંતુ તે મારા પ્રતિનિધિ કે ભાજપના કાર્યકર નથી.”