મહિન્દ્રા થારનું 1.5 લિટરનું ડિઝલ વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ થશે

જો તમે મહિન્દ્રા થારના ફેન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપની તેનું ડિઝલ વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.  મહિન્દ્રાએ 2જી ઓક્ટોબર 2020 નાં રોજ, મહિન્દ્રાના સ્થાપક દિવસની સાથે તેની કારનું લોન્ચની શરૂઆત INR 9.80 લાખ એક્સ-શોરૂમની કિંમત સાથે કરી હતી. આ કિંમતે, તે અન્ય એસવીયુને જોરદાર સ્પર્ધા આપી રહી હતી […]

Share:

જો તમે મહિન્દ્રા થારના ફેન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપની તેનું ડિઝલ વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.  મહિન્દ્રાએ 2જી ઓક્ટોબર 2020 નાં રોજ, મહિન્દ્રાના સ્થાપક દિવસની સાથે તેની કારનું લોન્ચની શરૂઆત INR 9.80 લાખ એક્સ-શોરૂમની કિંમત સાથે કરી હતી. આ કિંમતે, તે અન્ય એસવીયુને જોરદાર સ્પર્ધા આપી રહી હતી લોન્ચ થયાના લગભગ બે મહિનામાં, મહિન્દ્રાએ એએકસ અને એએક્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા અને તેની મૂળ કિંમત INR 11.90 લાખ એક્સ-શોરૂમ સુધી વધી હતી. 

ત્યારથી બ્રાંડે 50,000 થી વધુ બુકિંગ મેળવ્યા  અને તેની જાણ એપ્રિલ 2021ના મધ્યમાં કરવામાં આવી હતી. પરંતુ એ નોંધવું પણ અગત્યનું છે કે થારની મૂળ કિંમત એક્સ શોરમ પૂના શહેરમાં  રૂ. 12.12 લાખ સુધી વધારી દેવામાં આવી છે. આ બેઝ પ્રાઈસ મહિન્દ્રા થાર એએક્સ  ઓપ્શનલ  માટે છે, જે હાલનું એન્ટ્રી-લેવલ મોડલ છે. બેઝ ટ્રીમમાં AX ઓપ્શનલ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવે છે. થારમાં 4×4 ડ્રાઇવલાઇન પણ છે, જે એસવીયુમાં સ્ટાન્ડર્ડ કિટ છે.

પરંતુ એક રિપોર્ટ અનુસાર, મહિન્દ્રા થારના નવા બેઝ વેરિઅન્ટ પર કામ કરી રહી છે. સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે નવું બેઝ વેરિઅન્ટ 1.5-લિટર થ્રી-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે આવશે. એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આવે તેવી શક્યતા છે. પરંતુ નવું બેઝ વેરિઅન્ટ 4×4 ડ્રાઇવલાઇન સાથે નહીં આવે પણ  તેના બદલે, એસયુવીમાં રીઅર-વ્હીલ-ડ્રાઈવલાઈન ફીચર ઉમેરવામાં આવશે. 

નવા એન્ટ્રી-લેવલ મોડલનું મુખ્ય લક્ષ્ય  કાર્યક્ષમતા હશે અને ઓફરોડિંગ નહીં. તેથી, અનુમાન છે કે મોડલ ઓલ-ટેરેન રબરને બદલે નાના વ્હીલ્સ અને હાઇવે ટેરેન ટાયર સાથે આવશે. જો કે, ડાયમેન્શનની રીતે જોઈએ તો આ મોડલ વર્તમાન થાર જેવું જ રહેશે. નવી નાની ડીઝલ મોટર પણ ડીઝલ શોખીનોને આકર્ષે તેવી શક્યતા છે. હાલમાં, 2.2-લિટર એન્જિન અને મેન્યુઅલ ગિયરબોક્સ સાથેનું થાર એએક્સ ઓપ્શનલ ડીઝલ INR 12.32 લાખ એક્સ-શોરૂમ કિંમત સાથે શરૂ થાય છે.

મહિન્દ્રા થાર ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં એક મજબૂત ગાડી માટે જાણીતી છે. આ સાથે જ તે ઓફ-રોડ રાઇડિંગ માટે ખૂબ જ પ્રખ્યાત કાર છે. મહિન્દ્રાએ હવે થારની લાઇન અપમાં બે પાવરટ્રેનનો સમાવેશ કર્યો છે. આ પાવરટ્રેન થારનાં ઓછા ભાવ પાછળનું કારણ છે. મહિન્દ્રાએ થારનું સસ્તું મોડલ 2WD પાવરટ્રેન સાથે લોન્ચ કર્યું છે.

2WD પાવરટ્રેનનો અર્થ છે કે થારનું એન્જિન કારના બંને વ્હીલ્સને પાવર મોકલે છે. જ્યારે કાર આગળ વધે છે, ત્યારે અન્ય બે પૈડા વારાફરતી ફરે છે. નવી મહિન્દ્રા થારના કિસ્સામાં, એન્જિન પાવર રીઅર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ હેઠળ પાછળના બંને વ્હીલ્સ પર મોકલવામાં આવે છે. અગાઉ, થારને 4×4 પાવરટ્રેન સાથે ઓફર કરવામાં આવી રહી હતી.