બંગાળમાં કોંગ્રેસની હાર બાદ મમતા બેનર્જીએ કેબિનેટમાં કર્યો મોટો ફેરફાર

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ, મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ ગુલામ રબ્બાનીને લઘુમતી બાબતોના પ્રધાન પદેથી હટાવી દીધા અને તેમનું ખાત હવે તેઓ પોતે સંભાળશે.  રબ્બાનીને બાગાયત વિભાગ ફાળવવામાં આવ્યો હતો. સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  સૂત્રોનું કહેવું છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ટીએમસીની હાર બાદથી ચાલી રહેલા […]

Share:

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ, મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ ગુલામ રબ્બાનીને લઘુમતી બાબતોના પ્રધાન પદેથી હટાવી દીધા અને તેમનું ખાત હવે તેઓ પોતે સંભાળશે.  રબ્બાનીને બાગાયત વિભાગ ફાળવવામાં આવ્યો હતો. સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 સૂત્રોનું કહેવું છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ટીએમસીની હાર બાદથી ચાલી રહેલા સુધારાત્મક પગલાં લેવાઈ રહ્યા છે આ ફેરફાર પણ તેનો એક ભાગ છે.

સરકારે લઘુમતીઓ અને સ્થળાંતરિત મજૂરો માટે અલગ વિકાસ બોર્ડ બનાવવાની પણ જાહેરાત કરી છે. મુર્શિદાબાદ જિલ્લાના સાગરદીઘીમાં લઘુમતી વસ્તી મોટી છે અને અસંખ્ય સ્થળાંતર મજૂરોનું ઘર છે. લઘુમતી માટે અલગ બોર્ડ દ્વારા અનેક વિધ યોજનાઓની જાહેરાત કરાતા અને તેનાં અમલથી લઘુમતીઓના વિકાસ દ્વારા તેમના વોટ પોતાની તરફ કરવાનો આ એક સારો માર્ગ બની રહે તેમ લાગે છે. 

તૃણમૂલ કોંગ્રેસના  ધારાસભ્ય સુબ્રત સાહાના નિધન બાદ સાગરદીઘીમાં પેટાચૂંટણી યોજાઈ હતી. પાર્ટી 2011 થી આ સીટ જીતી રહી હતી. ટીએમસીએ આ પેટાચૂંટણીમાં દેબાશીષ બેનર્જીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર બેરોન બિસ્વાસ 22 હજારથી વધુ મતોથી જીત્યા હતા. આમ પ્રથમવાર ટીએમસીને હારનો સામનો કરવો પડ્યો છે. 

ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં લઘુમતી મતોનો ઉપયોગ કર્યો છે, પરંતુ સાગરદીઘી પેટાચૂંટણી એક વિક્ષેપ છે. ટીએમસીના સૂત્રો કહે છે કે પક્ષ એવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યું છે જેના કારણે આ નુકસાન થયું, અને આવનારા દિવસોમાં વધુ ફેરફારો થવાની સંભાવના છે.

અગાઉ, ટીએમસીએ તેના પક્ષની લઘુમતી આઉટરીચ વિંગનો ચહેરો બદલી નાખ્યો હતો, ઇટાહારના ધારાસભ્ય મોસરફ હુસૈનને હરોઆના ધારાસભ્ય હાજી નુરૂલ ઇસ્લામની જગ્યાએ ટીએમસીના પશ્ચિમ બંગાળ લઘુમતી સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

આમ, મમતા બેનર્જી આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી તેના પક્ષમાં મોટાફેરફાર કરી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપ બંને માટે તેઓ બંગાળમાં પડકાર સમાન છે.